શોધખોળ કરો
Advertisement
તબલીગી જમાતના કારણે ગુજરાત પર શું છે મોટો ખતરો ? ગૃહ વિભાગે શું આપ્યો આદેશ ? જાણો મહત્વની વિગત
તબલીગી જમાતનાં મૂળ ગુજરાતના હોય અને હાલ બહારનાં રાજ્યોમા હોય તેવા લોકોની શોધખોળ આરંભાઈ છે.
ગાંધીનગરઃ તબલીગી જમાતના કારણે ગુજરાતમાં કોરોનાવાયરસના કેસોમાં જોરદાર ઉછાળો આવ્યો છે ત્યારે ગુજરાતના તબલીગી જમાતીઓ દેશના બીજા ભાગોમાં કોરોનાવાયરસના ચેપ બનાવીને ગુજરાતમાં કોરોનાવાયરસનો ચેપ ફેલાવે તેનો મોટો ખતરો તોળાઈ રહ્યો છે.
સત્તાવાર સૂત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે, મૂળ ગુજરાતનાં વતની હોય એવાં તબલિગી જમાતીઓ મોટી સંખ્યામાં ગુજરાતની બહાર છે. લોક ડાઉન જાહેર થતાં આ તબલીગીઓ ગુજરાત બહાર ફસાયા છે. તેમના કારણે દેશનાં ઘણાં રાજ્યોમાં કોરોનાવાયરસનો ચેપ લાગવાનો ખતરો પેદા થયો છે.
તબલીગી જમાતના જલસામાં ભાગ લેવા ઘણ તબલીગી ગુજરાતમાંથી દિલ્હી ગયા હતા. એ પછી દિલ્હીથી ઘણા જમાતીઓ અન્ય રાજ્યોમા ધર્મ પ્રચાર અને પ્રચાર માટે ગયા છે. જે પ્રમાણે બહારનાં રાજ્યોના ઘણા તબલિગી જમાતનાં લોકો ગુજરાતમા છે તે જ રીતે મૂળ ગુજરાતનાં આ સંપ્રદાય નાં લોકો હાલ ગુજરાત બહાર છે. લોકડાઉન ખુલે કે આંશિક રાહત અપાય ત્યારે આ લોકો ગુજરાત પરત ફરે ત્યારે તબલિગી સમાજનાં આવા મૂળ ગુજરાતનાં લોકો બહારનાં રાજ્યોમાંથી ચેપનો ભોગ બનીને સંક્રમણ વધું ફેલાવી શકે છે.
આ કારણે રાજ્યનું ગૃહ વિભાગ ચિંતિતત છે. એટીએસ, ક્રાઈમ બ્રાન્ચ અને સ્ટેટ એન્ડ સેન્ટ્રલ આઇબીને ગૃહ વિભાગે કામે લગાવ્યાં છે. તબલીગી જમાતનાં મૂળ ગુજરાતના હોય અને હાલ બહારનાં રાજ્યોમા હોય તેવા લોકોની શોધખોળ આરંભાઈ છે. આ લોકોનાં તમામ ડેટા ટ્રેસ કરવાનું કામ ગૃહ વિભાગે એટીએસ, ક્રાઈમ બ્રાન્ચ અને સ્ટેટ સેન્ટ્રલ આઇબીનેં સોંપ્યું છે કે જેથી લોક ડાઉન ખુલે કે આંશિક છૂટછાટ આપવામા આવે ત્યારે આ લોકો ગુજરાત પરત ફરે ત્યારે પૂરી મેડીકલ તપાસ કરી શકાય.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ક્રિકેટ
ક્રિકેટ
બોલિવૂડ
Advertisement