શોધખોળ કરો

ખેડૂતોની લોન ભરવાની મુદ્દતમાં કેટલા મહિનાનો કર્યો વધારો? નીતિન પટેલે શું કરી મોટી જાહેરાત? જાણો

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, માર્કેટિંગ યાર્ડો બંધ હોવાને કારણે ખેડૂતો પરેશાન છે. તેમની પાસે તૈયાર પાક પડ્યો છે

ગાંધીનગર : હાલ ગુજરાતમાં લોકડાઉનની સ્થિતિ જોવા મળી રહી છે. જેના કારણે જીવનજરૂરિયાતની વસ્તુઓ સિવાય તમામ એકમો બંધ રાખવાનો આદેશ કરવામાં આવ્યો છે. જેના પગલે માર્કેટિંગયાર્ડ પણ બંધ કરવામાં આવ્યા છે. યાર્ડો બંધ રહેતા સૌથી વધારે કફોડી હાલત ખેડૂતોની બની છે. કારણ કે હરાજી બંધ હોવાને કારણે તૈયાર પાક વેચી શકાતો નથી. મોટાભાગના ખેડૂતોએ માર્ચ મહિનામાં ધીરાણની રકમ ચૂકવવાની હોય છે. આ મામલે ગુજરાત સરકાર અને ભારત સરકાર તરફથી ખેડૂતોને રાહત આપતો મોટો નિર્ણય કરવામાં આવ્યો છે. જે પ્રમાણે ખેડૂતોને ધીરાણ પરત ચૂકવવા માટે બે મહિનાની મુદ્દત આપવામાં આવી છે. આ અંગે જાહેરાત કરતાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, માર્કેટિંગ યાર્ડો બંધ હોવાને કારણે ખેડૂતો પરેશાન છે. તેમની પાસે તૈયાર પાક પડ્યો છે પરંતુ હરાજી બંધ હોવાથી તેઓ માલનું વેચાણ કરી શકતા નથી. બીજી તરફ માર્ચના અંતિમ દિવસોમાં ખેડૂતોએ ધીરાણ પરત કરવાની મુદ્દત આવતી હોય છે. જેને લઈને રાજ્ય સરકાર તરફથી કેન્દ્ર સરકારને રજુઆત કરવામાં આવી હતી. ત્યાર બાદ ખેડૂતોને ધીરાણ ચૂકવવામાં બે મહિનાની મુદ્દત આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જે અંતર્ગત સહકારી કે રાષ્ટ્રીયકૃત બેંકોમાંથી ખેડૂતોએ જે ધીરાણ મેળવ્યું હશે તેને હવે 31મી મે સુધી ગમે ત્યારે પરત કરી શકશે. આ માટે તેમને 7 ટકાને દરે જે વ્યાજ લાગશે તે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર ભોગવશે. સાત ટકામાંથી ત્રણ ટકા કેન્દ્ર અને ચાર ટકા વ્યાજ રાજ્ય સરકાર ભોગવશે. નાયબ મુખ્યમંત્રીની જાહેરાત પ્રમાણે ખેડૂતો પહેલી એપ્રિલથી 31મી મે સુધી ગમે ત્યારે ધીરાણની રકમ પરત ચૂકવી શકે છે. પાકની હરાજી બાદ જ્યારે પણ બે મહિનામાં પૈસા આવે ત્યારે ખેડૂતો ધીરાણ પરત કરી શકે છે. આ માટે તેમને બેંક તરફથી કોઈ જ નોટિસ નહીં મોકલવામાં આવે. રાજ્ય સરકારના આ નિર્ણયથી આશરે 24.60 લાખ જેટલા ખેડૂતોને લાભ થશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતના BLO- સુપરવાઈઝર માટે સારા સમાચાર, સરકારે SIRની કામગીરી માટે વિશેષ ભથ્થાની કરી જાહેરાત
ગુજરાતના BLO- સુપરવાઈઝર માટે સારા સમાચાર, સરકારે SIRની કામગીરી માટે વિશેષ ભથ્થાની કરી જાહેરાત
Gujarat Rain: વરસાદનું જોર વધશે, અમદાવાદથી લઇ પંચમહાલ સુધી ભારે વરસાદ ખાબકવાની અંબાલાલ પટેલની આગાહી
Gujarat Rain: વરસાદનું જોર વધશે, અમદાવાદથી લઇ પંચમહાલ સુધી ભારે વરસાદ ખાબકવાની અંબાલાલ પટેલની આગાહી
Gandhinagar News: 'અલગ અલગ કામના બહાને રસ્તા ન તોડવા પડે તેવું કરો આયોજન', CMએ આપી સૂચના
Gandhinagar News: 'અલગ અલગ કામના બહાને રસ્તા ન તોડવા પડે તેવું કરો આયોજન', CMએ આપી સૂચના
Ahmedabad Rain: અમદાવાદ અને ગાંધીનગરમાં વહેલી સવારથી વરસાદ, આજ માટે શહેરમાં ઓરેન્જ એલર્ટ
Ahmedabad Rain: અમદાવાદ અને ગાંધીનગરમાં વહેલી સવારથી વરસાદ, આજ માટે શહેરમાં ઓરેન્જ એલર્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સુરતમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બાદ તંત્ર લાલઘૂમ, 330 હોટલ-રેસ્ટોરન્ટમાં તપાસ, 17 ને કરાઈ બંધ
સુરતમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બાદ તંત્ર લાલઘૂમ, 330 હોટલ-રેસ્ટોરન્ટમાં તપાસ, 17 ને કરાઈ બંધ
અપડાઉન કરતા મુસાફરો માટે મોટો નિર્ણય, પાસ યોજનામાં GSRTCએ આપી રાહત
અપડાઉન કરતા મુસાફરો માટે મોટો નિર્ણય, પાસ યોજનામાં GSRTCએ આપી રાહત
Bhavnagar News: ભાવનગરમાં ડુપ્લીકેટ દારુ પીવાથી એકનું મોત, છની તબિયત લથડી
Bhavnagar News: ભાવનગરમાં ડુપ્લીકેટ દારુ પીવાથી એકનું મોત, છની તબિયત લથડી
ITR Refund Status: ટેક્સ રિફંડ આવવામાં થઈ રહ્યો છે વિલંબ? ઓનલાઈન આ રીતે ચેક કરો પોતાનું સ્ટેટ્સ
ITR Refund Status: ટેક્સ રિફંડ આવવામાં થઈ રહ્યો છે વિલંબ? ઓનલાઈન આ રીતે ચેક કરો પોતાનું સ્ટેટ્સ
Vadodara News: વડોદરામાં દારૂની ખેપ મારતો પોલીસકર્મી ઝડપાયો, બીમારીના નામે લીધી હતી રજા
Vadodara News: વડોદરામાં દારૂની ખેપ મારતો પોલીસકર્મી ઝડપાયો, બીમારીના નામે લીધી હતી રજા
West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત
West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત
Weather Forecast: અલનીનો અને વરસાદને લઇને અંબાલાલ પટેલે શું કરી આગાહી, જાણો કેવું રહેશે હવામાન
Weather Forecast: અલનીનો અને વરસાદને લઇને અંબાલાલ પટેલે શું કરી આગાહી, જાણો કેવું રહેશે હવામાન
1 કરોડનું ફંડ, ફક્ત વ્યાજથી 65 લાખની કમાણી, Post Officeની કરોડપતિ સ્કીમ
1 કરોડનું ફંડ, ફક્ત વ્યાજથી 65 લાખની કમાણી, Post Officeની કરોડપતિ સ્કીમ
Embed widget