Gandhinagar: ગિફ્ટસિટીમાં અબુધાબી ઈન્વેસ્ટમેન્ટ ઓથોરીટી સ્થાપશે ઓફિસ, UAEના ભારત સ્થિત રાજદૂતે કરી સીએમ સાથે મુલાકાત
ગાંધીનગર: યુએઈના ભારત સ્થિત રાજદૂત ડૉ. અબ્દુલનાસર અલશાલીએ આજે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી. મુખ્યમંત્રીએ આ સંદર્ભમાં કહ્યું કે, આ બેઠકમાં ગિફ્ટસિટીમાં અબુધાબી ઈન્વેસ્ટમેન્ટ ઓથોરીટીની ઓફિસ સ્થાપવા અંગે ફળદાયી પરામર્શ થયો હતો.

ગાંધીનગર: યુએઈના ભારત સ્થિત રાજદૂત ડૉ. અબ્દુલનાસર અલશાલીએ આજે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી. આ બેઠકની ચર્ચાઓ દરમ્યાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તાજેતરમાં ૧૫મી જુલાઈએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને યુ.એ.ઈ ના પ્રેસિડેન્ટ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલનાહયાન વચ્ચેની બેઠકનો ઉલ્લેખ કર્યો હતો.
અબુધાબી ઈન્વેસ્ટમેન્ટ ઓથોરીટીની ઓફિસ સ્થાપવા અંગે ફળદાયી પરામર્શ થયો
મુખ્યમંત્રીએ આ સંદર્ભમાં કહ્યું કે, આ બેઠકમાં ગિફ્ટસિટીમાં અબુધાબી ઈન્વેસ્ટમેન્ટ ઓથોરીટીની ઓફિસ સ્થાપવા અંગે ફળદાયી પરામર્શ થયો હતો. આના પરિણામે યુ.એ.ઈ માટે ભારતમાં રોકાણોની તક વધુ સરળ બનશે એમ તેમણે ઉમેર્યું હતું. ગિફ્ટસિટી ખાતે વર્લ્ડક્લાસ ફિનટેક હબ ડેવલપ થઈ રહ્યું છે તે ફિનટેક સ્ટાર્ટઅપને ગ્લોબલ એક્સ્પાન્શન અને કેપીટલ ફંડીંગ માટે પ્લેટફોર્મ બનશે એમ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું.
લાંબાગાળાની સહભાગીદારી માટે તત્પરતા દાખવી
યુ.એ.ઈ ના રાજદૂત ડૉ. અબ્દુલનાસરે I2U2 સમિટના ભાગરૂપે ભારત, ઈઝરાયેલ, યુ.એસ અને યુ.એ.ઈ વચ્ચે ફૂડ સિક્યુરીટી અંગે જે પહેલ થઈ છે તે અંગે વાતચીત કરી હતી. તેમણે આ પહેલના ભાગરૂપે ગુજરાતમાં વિકસાવવામાં આવનારા સ્ટેટ ઓફ ધી આર્ટ ફૂડ પાર્કમાં યુ.એ.ઈ દ્વારા પ્રોસેસિંગ, વેર હાઉસીંગ વગેરે માટે જમીન મેળવવાથી લઈને લાંબાગાળાની સહભાગીદારી માટે તત્પરતા દાખવી હતી.
UAE ના ભારત સ્થિત રાજદૂત ડૉ. અબ્દુલનાસર અલશાલી સાથે ગાંધીનગરમાં મુલાકાત કરી.
— Bhupendra Patel (@Bhupendrapbjp) August 2, 2023
તેમની સાથે GIFT સિટીમાં અબુધાબી ઈન્વેસ્ટમેન્ટ ઓથોરિટીની ઓફિસ કાર્યરત થવા અંગે ફળદાયી પરામર્શ કર્યો. ગિફ્ટ સિટી ખાતે વર્લ્ડક્લાસ ફિનટેક હબ ડેવલપ થઈ રહ્યું છે તેનાથી ફિનટેક સ્ટાર્ટઅપ્સને મળનારા લાભ… pic.twitter.com/1TLfhRyIgA
મુખ્યમંત્રીએ યુ.એ.ઈ ની કંપનીઓ તેમજ વેલ્થ ફંડ્સને ક્લીન એનર્જી, ગ્રીન મોબિલીટી, ક્લાયમેટ ફાયનાન્સીંગ જેવા સેક્ટરમાં ભાગીદારી માટે આમંત્રીત કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં યોજાઈ રહેલી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની સફળ શૃંખલાઓની ભૂમિકા મુખ્યમંત્રીએ આ બેઠકમાં આપી હતી.
વાયબ્રન્ટ સમિટની ૧૦મી એડીશનમાં યુ.એ.ઈ ને સહભાગી થવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આમંત્રણ પાઠવ્યું
આગામી જાન્યુઆરી-૨૦૨૪માં યોજાનારી વાયબ્રન્ટ સમિટની ૧૦મી એડીશનમાં યુ.એ.ઈ ને સહભાગી થવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આમંત્રણ પાઠવ્યું હતું. યુ.એ.ઈ આ અગાઉ ૨૦૧૭ અને ૨૦૧૯ની વાયબ્રન્ટ સમિટમાં પાર્ટનર કન્ટ્રી હતું તેની યાદ તેમણે અપાવી હતી. યુ.એ.ઈના રાજદૂતે ગુજરાત સાથે લાંબાગાળાના સંબધો વિકસાવવામાં રસ દાખવ્યો હતો. મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન, અધિક મુખ્ય સચિવ પંકજ જોષી, ઉદ્યોગના અધિક મુખ્ય સચિવ એસ.જે. હૈદર સહિતના વરિષ્ઠ સચિવો આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.
Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial





















