શોધખોળ કરો

Gandhinagar:  શિક્ષણ મંત્રીની શિક્ષણ સંઘો સાથે બેઠક, શિક્ષકોની બદલીનો ફાઇનલ ડ્રાફ્ટ તૈયાર

શિક્ષકોની બદલી અંગે મળેલી બેઠક બાદ ફાઇનલ ડ્રાફ્ટ તૈયાર થયો છે.  સોમવારે ફાઇનલ ડ્રાફ્ટ જાહેર કરવામાં આવશે. આ વેકેશન દરમિયાન શિક્ષકોની બદલી થઈ જશે.

ગાંધીનગર: શિક્ષકોની બદલી અંગે મળેલી બેઠક બાદ ફાઇનલ ડ્રાફ્ટ તૈયાર થયો છે.  સોમવારે ફાઇનલ ડ્રાફ્ટ જાહેર કરવામાં આવશે. આ વેકેશન દરમિયાન શિક્ષકોની બદલી થઈ જશે.  સિનિયોરીટી અને મૂળ શાળા બદલીના નિયમો અંગે ચર્ચા થઈ છે.  આજની બેઠક છેલ્લી બેઠક ગણવામાં આવી છે.  શાળા મર્જ થાય ત્યારે શિક્ષકની સિનિયોરીટીનો પ્રશ્ન ઉપસ્થિત થાય છે. 

શિક્ષકોને મૂળ શાળામાં બદલી આપવાની પણ ચર્ચા થઈ છે.  જિલ્લા ફેર બદલી અંગે પણ ચર્ચા કરવામાં આવી છે.  લીગલ ઓપીનીયન પણ લીધો છે માટે હવે કોર્ટ મેટર થવાની શક્યતા રહેતી નથી.   કોર્ટમાં હાલ જે મેટર ચાલે છે તે અંગે પણ સમાધાન થાય તે મુજબની ચર્ચા થઈ છે.  બદલી નિયમોનાં ઠરાવ અંગે  આખરી મુસદ્દો તૈયાર કરવામાં આવ્યો છે. બદલીનાં નિયમોમાં આખરીકરણ માટે મુસદ્દો તૈયાર કરાયો છે. બદલી નિયમોમાં આખરીકરણ માટે બેઠક મળી હતી. વિદ્યા સમીક્ષા કેન્દ્ર પર શિક્ષણ સંઘોનાં પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. 

TATની પરીક્ષાની તારીખ જાહેર

માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની ભરતી માટે પરીક્ષાની જાહેરાત કરવામાં આવી છે. આગામી 4 જૂને TATની પ્રીલિમનરી પરીક્ષા લેવાશે જ્યારે 18 જૂને લેવાશે TATની મુખ્ય પરીક્ષા લેવાશે. પરીક્ષા માટે આજથી ઉમેદવારીપત્ર ભરવાનો પ્રારંભ થયો હતો. આ પરીક્ષા નવી શિક્ષણ નીતિ મુજબ લેવાશે.

23 પ્રિલે યોજાઈ હતી TET-2ની પરીક્ષા 

નોંધનીય છે કે 23 એપ્રિલે ગુજરાતભરમાં ટીચર એલિજિબિલિટી ટેસ્ટ (ટેટ-2)ની પરીક્ષા યોજાઇ હતી. અંદાજે 2 લાખ 76 હજાર ઉમેદવારો પરીક્ષા આપી હતી. જેમાં ગુજરાતી માધ્યમના 2 લાખ, 65 હજાર, 791 ઉમેદવારો, અંગ્રેજી માધ્યમના 6 હજાર 113 ઉમેદવારો અને હિન્દી માધ્યમમાં 4 હજાર, 162 ઉમેદવારોએ પરીક્ષા આપી હતી.

વિદ્યાસહાયક ભરતીમાં ફાઇનલ મેરિટ જાહેર થયાના ચાર મહિના છતાં નથી કરવામાં આવી જિલ્લા પસંદગી

ગાંધીનગરઃ ગુજરાત સરકાર દ્ધારા વિદ્યાનસભાની ચૂંટણી પહેલા 10 ઓક્ટોબર 2022ના રોજ રાજ્યના વધુ ઘટ ધરાવતા જિલ્લાઓ માટે 2600 વિદ્યા સહાયકોની ભરતીની જાહેરાત કરી હતી જેમાં જાન્યુઆરીમાં ફાઇનલ મેરિટ જાહેર કરવામાં આવ્યું હતું. સામાન્ય રીતે વિદ્યા સહાયક ભરતીમાં ફાઇનલ મેરિટ સાથે જ જિલ્લા પસંદગી કરાવવામાં આવે છે પરંતુ આ વખતે ચાર મહિના જેટલો સમય થઇ ગયો છતાં જિલ્લા પસંદગી કરવામાં આવી નથી. ઉમેદવારો છેલ્લા ચાર મહિનાથી જિલ્લા પસંદગી માટે ગાંધીનગરમાં સતત રજૂઆતો કરી રહ્યા છે.

કોગ્રેસ નેતા મનીષ દોશીએ ટ્વિટ કરીને જણાવ્યું હતું કે એક જ શિક્ષકથી ચાલતી શાળાઓ મામલે ગામડાઓમાં સ્થિતિ ખરાબ છે. 1657માંથી સૌથી વધુ 1363 શાળાઓ એકલા ગ્રામ્ય વિસ્તારની છે. જ્યારે બાકીની 294 શાળાઓ રાજ્યના શહેરી વિસ્તારની છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો
Hun To Bolish : હું તો બોલીશ : પીવાનું પાણી તો શુદ્ધ આપો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન
ભાવનગર શહેરમાં ફરી મોતની સવારીનો વીડિયો, ઘેટા બકરાની જેમ દિવ્યાંગ વિદ્યાર્થીઓને રિક્ષામાં બેસાડ્યાનો વીડિયો વાયરલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Gujarat Rain: એક સાથે 6 સિસ્ટમ સક્રિય, આજે આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ
Gujarat Rain: એક સાથે 6 સિસ્ટમ સક્રિય, આજે આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, જાણો ક્યાં વરસશે ધોધમાર વરસાદ 
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, જાણો ક્યાં વરસશે ધોધમાર વરસાદ 
Embed widget