શોધખોળ કરો
ગાંધીનગરઃ સાંતેજની ફેક્ટરીમાં વીજ કરંટ લાગતા 5 લોકોના મોત, કેવી રીતે બની આખી ઘટના?
વીજ કરંટ લાગતા 5 શ્રમિકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા. જ્યારે અન્ય 2 શ્રમિકોને શોટ લાગતાં દાઝ્યાં હતા, જેમને સારવાર અર્થે ખસેડાયા છે.

ગાંધીનગરઃ સાંતેજની એક ફેક્ટરીમાં વીજ કરંટ લાગવાની મોટી ઘટના બની છે. વીજ કરંટ લાગતા 5 શ્રમિકોના મોત નિપજ્યા છે. ફેક્ટરીના શેડની કામગીરી દરમિયાન આ ગોઝારી ઘટના બની હતી. વીજ કરંટ લાગતા 5 શ્રમિકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા. જ્યારે અન્ય 2 શ્રમિકોને શોટ લાગતાં દાઝ્યાં હતા, જેમને સારવાર અર્થે ખસેડાયા છે. સાંતેજ-વડસર રોડ પર આવેલા મિલન એસ્ટેટમાં નવી કંપનીના શેડનું કામ ચાલી રહ્યું હતું. જ્યાં 7 શ્રમિકો લોખંડની સીડી સાથે કામ કરી રહ્યા હતા. દરમિયાન હાઇટેન્શન વીજવાયરને સીડીને અડી જતાં દુર્ઘટના બની હતી. ઘટનાની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને અકસ્માતથી મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. મૃતકોના નામ મહેશ વશરામભાઈ ફુલેરા(ઉ.વ.35) -અમદાવાદ કાર્તિક મનુભાઇ(ઉ.વ.18) -અમદાવાદ પંકજ હિંમતભાઈ વાલીયા(ઉ.વ.35) -અમદાવાદ ભાવુજી ઠાકોર(ઉ.વ.32) -અમદાવાદ બજરંગીરાય નારાયણરાય(ઉ.વ.25) -ઝારખંડ
વધુ વાંચો





















