શોધખોળ કરો
વિજય નહેરાને સોંપાઈ આ નવી જવાબદારી, નહેરા સહિત 11 IAS અધિકારીને ક્યાં મોકલાશે ? જાણો મહત્વની વિગત
રાજ્યના આદિજાતિ વિકાસ વિભાગના સચિવ એવા અનુપમ આનંદ અને ગૃહ ઉદ્યોગ-ગ્રામોદ્યોગ કમિશનર-સચિવ સંદીપકુમારને હજી વિધાનસભા બેઠક ફાળવવમાં નથી આવી.
![વિજય નહેરાને સોંપાઈ આ નવી જવાબદારી, નહેરા સહિત 11 IAS અધિકારીને ક્યાં મોકલાશે ? જાણો મહત્વની વિગત Former AMC commissioner Vijay Nehra appointed as a Bihar election observer વિજય નહેરાને સોંપાઈ આ નવી જવાબદારી, નહેરા સહિત 11 IAS અધિકારીને ક્યાં મોકલાશે ? જાણો મહત્વની વિગત](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/10/06152720/Vijay-Nehra.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
ગાંધીનગરઃ ગુજરાત કેડરના 11 આઈએએસ અધિકારીઓ બિહાર વિધાનસભા તથા અન્ય રાજ્યોની પેટાચૂંટણીમાં ઓબ્ઝર્વર તરીકે જશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મ્યુનિસિપલ કમિશ્નરપદેથી હટાવાયેલા વિજય નહેરાને પણ આ નવી જવાબદારી સોંપાઈ છે.
આ અધિકારીઓમાં મૂળ બિહારના બે આઈએએસ અનુપમ આનંદ અને સંદીપકુમારને સામેલ કરાયા છે. આઈએએસ અધિકારીઓને તેમના વતનના રાજ્યમાં ઓબ્ઝર્વર તરીકે નહીં મોકલવાનો ચૂંટણી પંચનો નિયમ છે. આ કારણે તેમને બિહાર નહીં પણ અન્ય રાજ્યમાં મોકલાશે.
આનંદ અને કુમાર ઉપરાંત વિજય નેહરા, રૂપવંતસિંઘ, પી. ભારતી, કે.એલ. બચાણી, દિલીપ કુમાર રાણા, લોચન સેહરા, બી.કે. પંડયા તથા એમ.આઈ. , ડી.ડી. કાપડિયા પણ ઓબ્ઝર્વર તરીકે જશે. સોમવારે આ અધિકારીઓનું વર્ચ્યુઅલ બ્રિફિંગ સેશન ચૂંટણી પંચે યોજ્યું હતું.
રાજ્યના આદિજાતિ વિકાસ વિભાગના સચિવ એવા અનુપમ આનંદ અને ગૃહ ઉદ્યોગ-ગ્રામોદ્યોગ કમિશનર-સચિવ સંદીપકુમારને હજી વિધાનસભા બેઠક ફાળવવમાં નથી આવી. આ પહેલાં રિલીફ કમિશનર તથા જીએસડીએમએના સીઈઓ હર્ષદ પટેલનો પણ ઓબ્ઝર્વર તરીકે મોરલવાની જાહેરાત કરાઈ હતી પણ તેમનું નામ કમી કરાયું છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)