મોદી મુખ્યમંત્રી હતા ત્યારે ભાજપ ના કરી શક્યો એ કમાલ ભૂપેન્દ્ર પટેલ-સી.આર. પાટીલની જોડીએ કરી બતાવી, જાણો વિગત
વાસ્તવમાં ભૂપેન્દ્ર પટેલ અને સી.આર. પાટિલ માટે ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની જીત બહુ મહત્વની છે કેમ કે ભાજપે પહેલી વાર ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં સ્પષ્ટ બહુમતી મેળવી છે.
ગાંધીનગરઃ ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં સ્પષ્ટ બહુમતી મેળવીને ભાજપે કોંગ્રેસને આંચકો આપી દીધો છે. ભાજપે પહેલી વાર ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં સ્પષ્ટ બહુમતી મેળવી છે. ભાજપે નેતૃત્વ પરિવર્તન કરીને વિજય રૂપાણીને સ્થાને ભૂપેન્દ્ર પટેલને મુખ્યમંત્રી બનાવ્યા પછી આ પહેલી મોટી ચૂંટણી હતી. આ ચૂંટણીમાં જીતના કારણે ભૂપેન્દ્ર પટેલને રાહત થઈ છે.
ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટિલ માટે પણ ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી મોટો પડકાર હતો અને આ પડકારને પાટિલ ફરી પહોંચી વળ્યા છે.
વાસ્તવમાં ભૂપેન્દ્ર પટેલ અને સી.આર. પાટિલ માટે ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની જીત બહુ મહત્વની છે કેમ કે ભાજપે પહેલી વાર ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં સ્પષ્ટ બહુમતી મેળવી છે. ગુજરાતમાં નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતા ત્યારે તેમના શાસનમાં જે નહોતું થઈ શક્યું એ ભૂપેન્દ્ર પટેલ અને સી.આર. પાટિલની જોડીએ કરી બતાવ્યું છે. ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન 2010માં અસ્તિત્વમાં આવી હતી અને 2011ના એપ્રિલમાં ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની પહેલી ચૂંટણી યોજાઈ હતી. નરેન્દ્ર મોદી એ વખતે મુખ્યમંત્રી હતા છતાં ભાજપ જીત્યો નહોતો. કોંગ્રેસે સ્પષ્ટ બહુમતી મેળવીને ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન કબજે કરી હતી. એ પછી 2016માં યોજાયેલી ચૂંટણી વખતે પણ ભાજપ સ્પષ્ટ બહુમતી નહોતો મેળવી શક્યો. આ વખતે ભાજપે સ્પષ્ટ બહુમતી સાથે જીત મેળવી છે.
સવારે 9 વાગ્યાથી ગાંધીનગર કોર્પોરેશનની 44 બેઠકો માટેની મતગણતરી શરૂ થઈ હતી. 11 વોર્ડ વાળી મનપાની તમામ બેઠકોના પરિણામ આવી ગયા છે. 44 બેઠકોમાંથી 41 બેઠકો પર ભાજપે જીત મેળવી છે. જ્યારે બે બેઠકો પર કોંગ્રેસ તો એક બેઠક પર આપના ઉમેદવારનો વિજય થયો છે.
વોર્ડ નંબર-1ની તમામ બેઠકો પર ભાજપનો વિજય. અંજનાબેન મહેતા, રાકેશ પટેલ, મીનાબેન મકવાણા અને નટવરજી ઠાકોરનો વિજય થયો છે.
વોર્ડ 7 ભાજપ તમામ ઉમેદવારોની જીત
કિંજલ ઠાકોર
પ્રેમલસિંહ ગોલ
શૈલેષ પટેલ
સોનલબા વાઘેલા
વોર્ડ નંબર-3માં ભાજપ 3- એક પર કોંગ્રેસનો વિજય
કોંગ્રેસના અંકિત બારોટને 1657 મતથી વિજેતા
ભાજપના સોનાલી પટેલ 500 થી વધુ મતથી વિજેતા
ભાજપના દીપિકા સોલંકી વિજેતા
ભાજપના ભરત ગોહિલ વિજેતા
ગાંધીનગર વોર્ડ નંબર 5માં ભાજપની જીત
ગાંધીનગર વોર્ડ નંબર 5માં ભાજપના ઉમેદવાર કૈલાશબેન સુતરીયા, કિંજલ પટેલ, હેમાબેન ભટ્ટ, પદમસિહ ચૌહાણનો વિજય થયો હતો.
વોર્ડ નંબર 9માં ભાજપનો વિજય
વોર્ડ નંબર-9ની તમામ બેઠકો પર ભાજપનો વિજય.