શોધખોળ કરો

ગાંધીનગરમાં AAPએ ખાતું ખોલાવ્યું , ક્યા વોર્ડની એક બેઠક પર AAP ઉમેદવારે મેળવી જીત ?

વોડ નંબર 6મા ભાજપમાં ગૌરાંગ રવિન્દ્ર વ્યાસ, પ્રેમલતા મહેરિયા અને ભાવનાબેન ગોલની જીત થઈ છે. વોર્ડ નંબર 6માં આપના તુષાર પરીખ જીત  થઈ છે. વોડ નંબર 6 મા ભાજપની પેનલ તૂટી છે.

ગાંધીનગરઃ ગુજરાતમાં ગત 3 ઓક્ટોબરે યોજાયેલી ચૂંટણીના આજે પરિણામ આવી રહ્યા છે. ગાંધીનગર કોર્પોરેશનમાં ભાજપનો વિજય થયો છે. આ સાથે ભાજપે બે પાલિકાઓ પર પણ કબ્જો મેળવી લીધો છે. અત્યાર સુધીમાં ગાંધીનગરમાં ભાજપે 34 બેઠકો જીતી લીધી છે. જ્યારે કોંગ્રેસે 1 બેઠક મેળવી છે. જોકે, હવે ગાંધીનગર મનપામાં આમ આદમી પાર્ટીએ પણ ખાતું ખોલાવ્યું છે. વોર્ડ નંબર ૬માં ભાજપની પેનલ તૂટી છે. 

વોડ નંબર 6મા ભાજપમાં ગૌરાંગ રવિન્દ્ર વ્યાસ, પ્રેમલતા મહેરિયા અને ભાવનાબેન ગોલની જીત થઈ છે. વોર્ડ નંબર 6માં આપના તુષાર પરીખ જીત  થઈ છે. વોડ નંબર 6 મા ભાજપની પેનલ તૂટી છે. વોડ નંબર છમા આપનું ખાતું ખુલ્યુ છે. 

સૌરાષ્ટ્રની ભાણવડ નગરપાલિકામાં કોંગ્રેસ સત્તા મેળવી લીધીછે. 24 બેઠકોમાંથી 20 બેઠકોના પરિણામ જાહેર થઈ ગયા છે.  20 બેઠકોમાંથી કોંગ્રેસે 13 બેઠકો પર વિજય મેળવ્યો છે. જ્યારે 7 બેઠકો ભાજપના ફાળે ગઈ છે. આ પાલિકા પર બહુમતી માટે 13 બેઠકો મેળવવી જરૂરી છે. જે કોંગ્રેસે મેળવી લેતા સત્તા કબ્જે કરી લીધી છે. આમ, કોંગ્રેસે આ ચૂંટણીમાં પહેલી મોટી જીત મેળવી છે. જોકે, થરા અને ઓખા નગર પાલિકામાં કોંગ્રેસનો કારમો પરાજય થયો છે.

ઓખા નગર પાલિકાની 36 બેઠકોમાંથી ભાજપે 34 બેઠકો પર વિજય મેળવ્યો છે. જ્યારે માત્ર 2 બેઠકો પર કોંગ્રેસની જીત થઈ છે. આવી જ રીતે થરા પાલિકામાં 24માંથી 20 બેઠકો પર ભાજપનો, જ્યારે માત્ર 4 બેઠકો પર કોંગ્રેસનો વિજય થયો છે. તો ગાંધીનગર કોર્પોરેશનમાં ભાજપનો ભવ્ય વિજય થયો છે. 44 બેઠકોમાંથી ભાજપે 34 બેઠકો કબ્જે કરી લીધી છે. જ્યારે માત્ર 1 બેઠક પર કોંગ્રેસનો વિજય થયો છે. 

ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં સ્પષ્ટ બહુમતી મેળવીને ભાજપે કોંગ્રેસને આંચકો આપી દીધો છે. ભાજપે પહેલી વાર ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં સ્પષ્ટ બહુમતી મેળવી છે. ભાજપે નેતૃત્વ પરિવર્તન કરીને વિજય રૂપાણીને સ્થાને ભૂપેન્દ્ર પટેલને મુખ્યમંત્રી બનાવ્યા પછી આ પહેલી મોટી ચૂંટણી હતી. આ ચૂંટણીમાં જીતના કારણે ભૂપેન્દ્ર પટેલને રાહત થઈ છે.

ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટિલ માટે પણ ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટમી મોટો પડકાર હતો અને આ પડકારને પાટિલ ફરી પહોંચી વળ્યા છે.

વાસ્તવમાં ભૂપેન્દ્ર પટેલ અને સી.આર. પાટિલ માટે ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની જીત બહુ મહત્વની છે કેમ કે ભાજપે પહેલી વાર ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં સ્પષ્ટ બહુમતી મેળવી છે. ગુજરાતમાં નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતા ત્યારે તેમના શાસનમાં જે નહોતું થઈ શક્યું એ ભૂપેન્દ્ર પટેલ અને સી.આર. પાટિલની જોડીએ કરી બતાવ્યું છે. ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન 2010માં અસ્તિત્વમાં આવી હતી અને 2011ના એપ્રિલમાં ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની  પહેલી ચૂંટણી યોજાઈ હતી. નરેન્દ્ર મોદી એ વખતે મુખ્યમંત્રી હતા છતાં ભાજપ જીત્યો નહોતો. કોંગ્રેસે સ્પષ્ટ બહુમતી મેળવીને ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન કબજે કરી હતી. એ પછી 2016માં યોજાયેલી ચૂંટણી વખતે પણ ભાજપ સ્પષ્ટ બહુમતી નહોતો મેળવી શક્યો. આ વખતે ભાજપે સ્પષ્ટ બહુમતી સાથે જીત મેળવી છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

પાટણના સમીમાં ટ્રિપલ અકસ્માત: બે કાર અને ઈક્કો ધડાકાભેર અથડાતા બે લોકોના કરૂણ મોત
પાટણના સમીમાં ટ્રિપલ અકસ્માત: બે કાર અને ઈક્કો ધડાકાભેર અથડાતા બે લોકોના કરૂણ મોત
સુરતમાં બુટલેગરો બેફામ: પોલીસકર્મી પર કાર ચઢાવી, પોલીસ સ્ટેશનમાં પણ હોબાળો
સુરતમાં પોલીસ પણ સુરક્ષિત નથી? બુટલેગરના હુમલાથી ખળભળાટ
નાઈજીરિયામાં સેનાના કાફલા પર આત્મઘાતી હુમલો! વિસ્ફોટમાં 27 જવાનોના મોત  
નાઈજીરિયામાં સેનાના કાફલા પર આત્મઘાતી હુમલો! વિસ્ફોટમાં 27 જવાનોના મોત  
IND vs ENG: ત્રીજી T20 માં આવી હોઈ શકે છે ભારતની પ્લેઈંગ ઈલેવન, સૂર્યા આ પ્લેયર્સને આપશે તક ? 
IND vs ENG: ત્રીજી T20 માં આવી હોઈ શકે છે ભારતની પ્લેઈંગ ઈલેવન, સૂર્યા આ પ્લેયર્સને આપશે તક ? 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Bharuch News:  ભરૂચમાં LIVE રેસ્ક્યુ, હોડીની મદદથી બચાવવામાં આવી યુવાનની જિંદગીHun To Bolish : હું તો બોલીશ : સાયલેન્સરનું સુરસુરીયુંHun To Bolish : હું તો બોલીશ : બુટલેગરોના બાપ કોણ?Surat Police : સુરતમાં બુટલેગરો બન્યા બેફામ,  કાર અટકાવતા બેફામ બુટલેગરે પોલીસને અડફેટે લઈ ફરાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પાટણના સમીમાં ટ્રિપલ અકસ્માત: બે કાર અને ઈક્કો ધડાકાભેર અથડાતા બે લોકોના કરૂણ મોત
પાટણના સમીમાં ટ્રિપલ અકસ્માત: બે કાર અને ઈક્કો ધડાકાભેર અથડાતા બે લોકોના કરૂણ મોત
સુરતમાં બુટલેગરો બેફામ: પોલીસકર્મી પર કાર ચઢાવી, પોલીસ સ્ટેશનમાં પણ હોબાળો
સુરતમાં પોલીસ પણ સુરક્ષિત નથી? બુટલેગરના હુમલાથી ખળભળાટ
નાઈજીરિયામાં સેનાના કાફલા પર આત્મઘાતી હુમલો! વિસ્ફોટમાં 27 જવાનોના મોત  
નાઈજીરિયામાં સેનાના કાફલા પર આત્મઘાતી હુમલો! વિસ્ફોટમાં 27 જવાનોના મોત  
IND vs ENG: ત્રીજી T20 માં આવી હોઈ શકે છે ભારતની પ્લેઈંગ ઈલેવન, સૂર્યા આ પ્લેયર્સને આપશે તક ? 
IND vs ENG: ત્રીજી T20 માં આવી હોઈ શકે છે ભારતની પ્લેઈંગ ઈલેવન, સૂર્યા આ પ્લેયર્સને આપશે તક ? 
Jio નો 365 દિવસનો ધમાકેદાર પ્લાન, કરોડો યૂઝર્સને મળશે 3650 રુપિયા સુધીના ફાયદા
Jio નો 365 દિવસનો ધમાકેદાર પ્લાન, કરોડો યૂઝર્સને મળશે 3650 રુપિયા સુધીના ફાયદા
આમિર ખાન પહોંચ્યા સ્ટેચ્યુ ઓફ યુનિટી, વડાપ્રધાન મોદીનો માન્યો આભાર, વાગોળી બાળપણની યાદો
આમિર ખાન પહોંચ્યા સ્ટેચ્યુ ઓફ યુનિટી, વડાપ્રધાન મોદીનો માન્યો આભાર, વાગોળી બાળપણની યાદો
ડોનાલ્ડ ટ્રંપે બાંગ્લાદેશને આપ્યો મોટો ઝટકો! અમેરિકી મદદ રોકવાના આદેશ 
ડોનાલ્ડ ટ્રંપે બાંગ્લાદેશને આપ્યો મોટો ઝટકો! અમેરિકી મદદ રોકવાના આદેશ 
IND vs BAN U19 T20 WC 2025: સુપર સિક્સમાં બાંગ્લાદેશને હરાવી ટીમ ઈન્ડિયા સેમીફાઈનલ માટે ક્વોલિફાઈ
IND vs BAN U19 T20 WC 2025: સુપર સિક્સમાં બાંગ્લાદેશને હરાવી ટીમ ઈન્ડિયા સેમીફાઈનલ માટે ક્વોલિફાઈ
Embed widget