ગુજરાતના ક્યા મંત્રી પોતાના વિભાગના અધિકારીઓ પર બગડ્યા, હવે જો ઓફિસમાં મોડા આવ્યા તો.......
મહેસૂલ વિભાગના અધિકારીઓ સમયસર કચેરીએ ન પહોંચતા હોવાથી મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી નારાજ છે. મહેસૂલ વિભાગના અધિકારીઓ સમયસર ન આવતા હોવાની ફરિયાદ મળી છે, તેમ રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું હતું.
ગાંધીનગરઃ મહેસૂલ વિભાગના અધિકારીઓને મહેસૂલ મંત્રીએ વધુ એકવાર ચીમકી આપી છે. મહેસૂલ વિભાગના અધિકારીઓ સમયસર કચેરીએ ન પહોંચતા હોવાથી મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી નારાજ છે. મહેસૂલ વિભાગના અધિકારીઓ સમયસર ન આવતા હોવાની ફરિયાદ મળી છે, તેમ રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું હતું. અધિકારીઓએ વર્ક કલ્ચર બદલવું પડશે. હવે ફરિયાદ મળશે તો એક્શન લેવાશે.
તેમણે કહ્યું કે, મહેસૂલ વિભાગમાં અરજદારોની ફરિયાદોનો નિકાલ આવે તે મારી પ્રાથમિકતા છે. અધિકારીઓ સમયસર આવ્યા નથી, તેની મને ટેલિફોનિક ફરિયાદો મળી છે. જે અધિકારીઓ સમયસર નહીં પહોંચે તેની સામે પગલા લેવાશે. તલાટી, મામલતદાર, કલેક્ટર કચેરીના અધિકારીઓએ સમયસર પહોંચવું પડશે.
તેમણે કહ્યું હતું કે, અરજીઓ કોઈ કારણ સિવાય વિલંબમાં ન મુકશો. હકદાર અરજકર્તાને જાણીબુઝીને હેરાન કરનારાઓને બક્ષવામાં નહીં આવે. જે અધિકારીઓના ચુકદાઓ વારંવાર ઠરશે તેની પણ સમીક્ષા કરશે. અરજદારને ન્યાય આપવો તે અધિકારીઓની જવાબદારી છે. બિનજરૂરી રીતે પેન્ડિંગ કેસ રખાશે તો અધિકારીઓ સામે પગલા લેવાશે. અધિકારીઓ મોડા પહોંચતા એબીપી અસ્મિતાએ વારંવાર અહેવાલો રજૂ કર્યા છે.
‘ગાંધીનગર કોર્પોરેશનમાં AAP 28 બેઠકો જીતીને સત્તા કબજે કરશે, કોંગ્રેસ ત્રીજા નંબરે આવશે’
ગાંધીનગરઃ ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન માટે રવિવારે મતદાન સમાપ્ત થઈ ગયું છે. સોમવારે ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન માટે મતગણતરી હાથ ધરાવાની છે અને ક્યો પક્ષ જીતશે તેના પર સૌની નજર છે ત્યારે આમ આદમી પાર્ટીના ઈસુદાન ગઢવીએ 28 સીટો સાથે આમ આદમી પાર્ટી જીતીને આવશે અને સત્તા કબજે કરશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. ઈસુદાન ગઢનીએ દાવો કર્યો છે કે, લોકો પરિવર્તન ઈચ્છે છે તેથી આમ આદમી પાર્ટીને તક આપશે જ્યારે ભાજપ બીજા ક્રમે આવશે અને કોંગ્રેસ ત્રીજા સ્થાને આવશે.
ઈસુદાને જણાવ્યું કે, કોંગ્રેસે 2011માં યુવાનો માટે લાયબ્રેરી, વૃદ્ધો મા