Gandhinagar Municipal Corporation Election 2021 Results : ગાંધીનગર મનપામાં ભાજપનો ભવ્ય વિજય, કોંગ્રેસના સૂપડાસાફ
Gandhinagar municipal corporation election results Live updates : આ મતગણતરી સેકટર 15 માં આવેલી કોલેજોમાં હાથ ધરાશે.
LIVE
Background
ગાંધીનગરઃ ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન માટે રવિવારે મતદાન સમાપ્ત થયું હતું. આજે મંગળવારે ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન માટે મતગણતરી હાથ ધરાઈ છે. અને ક્યો પક્ષ જીતશે તેના પર સૌની નજર છે.
ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન માટેની મતગણતરી સવારે 9 વાગ્યે શરૂ થઈ છે. સામાન્ય રીતે કોઈ પણ મતગણતરી સવારે 8 વાગ્યે શરૂ થતી હોય છે ત્યારે ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન માટે સવારે 9 વાગ્યાથી મતગણતરી શરૂ થઈ હતી.
ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની મતગણતરી 5 જગ્યા પર હાથ ધરાશે. આ મતગણતરી સેકટર 15 માં આવેલી કોલેજોમાં હાથ ધરાશે. આ પૈકી ગાંધીનગર મહાનગર પાલિકાના વોર્ડ 9,10,11 ની મતગણતરી આર્ટસ કોલેજ ખાતે યોજાશે.
ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં મતગણતરી માટે 11 ટેબલ તૈયાર કરાઈ રહ્યા છે. સત્તાવાર સૂત્રો પાસેથી અપાયેલી માહિતી પ્રમાણે 1 વોર્ડની મતગણતરી પૂર્ણ થયા બાદ બીજા વોર્ડની મતગણતરી હાથ ધરાશે અને કોરોના ગાઇડલાઈનના પાલન સાથે મતગણતરી યોજાશે.
ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન માટે રવિવારે મતદાન સમાપ્ત થઈ ગયું છે. સોમવારે ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન માટે મતગણતરી હાથ ધરાવાની છે અને ક્યો પક્ષ જીતશે તેના પર સૌની નજર છે ત્યારે આમ આદમી પાર્ટીના ઈસુદાન ગઢવીએ 28 સીટો સાથે આમ આદમી પાર્ટી જીતીને આવશે અને સત્તા કબજે કરશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. ઈસુદાન ગઢનીએ દાવો કર્યો છે કે, લોકો પરિવર્તન ઈચ્છે છે તેથી આમ આદમી પાર્ટીને તક આપશે, જ્યારે ભાજપ બીજા ક્રમે આવશે અને કોંગ્રેસ ત્રીજા સ્થાને આવશે.
ભાજપનો ભવ્ય વિજય
ગાંધીનગર કોર્પોરેશનનું પરિણામ જાહેર થઈ ગયું છે. ભાજપે 41, કોંગ્રેસે 2 અને આપે એક બેઠક પર વિજય મેળવ્યો છે. આ સાથે ભાજપે ગાંધીનગર કોર્પોરેશનમાં ભવ્ય વિજય મેળવ્યો છે.
ગાંધીનગર મનપામાં આમ આદમી પાર્ટીએ પણ ખાતું ખોલાવ્યું
જોકે, હવે ગાંધીનગર મનપામાં આમ આદમી પાર્ટીએ પણ ખાતું ખોલાવ્યું છે. વોર્ડ નંબર ૬માં ભાજપની પેનલ તૂટી છે. વોડ નંબર 6મા ભાજપમાં ગૌરાંગ રવિન્દ્ર વ્યાસ, પ્રેમલતા મહેરિયા અને ભાવનાબેન ગોલની જીત થઈ છે. વોર્ડ નંબર 6માં આપના તુષાર પરીખ જીત થઈ છે. વોડ નંબર 6 મા ભાજપની પેનલ તૂટી છે. વોડ નંબર છમા આપનું ખાતું ખુલ્યુ છે.
ગાંધીનગર વોર્ડ નં-8
વોર્ડ નમ્બર 8માં ભાજપની પેનલનો વિજય
ગાંધીનગર વોર્ડ નં-8
ફાઇનલ પરિણામ
ભાજપના ચારેય ઉમેદવાર વિજેતા
ભાજપના ઉમેદવાર
ઉષાબેન ઠાકોર 7270
છાયાબેન ત્રિવેદી 7130
રાજેશ પટેલ 7401
હિતેશ મકવાણા 6282
(કોંગ્રેસના ઉમેદવાર)
કુંતલબેન રાવલ 3726
તુષાર આસોડિયા 3328
મિનાબેન ઠાકોર 2838
રાકેશ પટેલ 3623
(આપના ઉમેદવાર)
આશિષબેન ઝાલા. 3838
ગૌતમ પરમાર 4080
દિલીપસિંહ વાઘેલા 3981
રંજનબેન પટેલ 3524
નોટા. 136
વોર્ડ નં ૧૧ માં બીજા રાઉન્ડના અંતે ચિત્ર બદલાયુ
ગાંધીનગર
વોર્ડ નં ૧૧ માં બીજા રાઉન્ડના અંતે ચીત્ર બદલાયુ
બીજા રાઉન્ડના અંત હાલ કોંગ્રેસની પેનલ આગળ ચાલી રહી છે
હાલ ત્રીજા અને છેલ્લા રાઉન્ડની ગણતરી ચાલુ
ભાજપે ગાંધીનગરમાં મેળવી સ્પષ્ટ બહુમતી
વોર્ડ નંબર ૧૦માં ભાજપની પેનલનો વિજય થયો છે. આ સાથે ભાજપે મનપામાં બહુમતી મેળવી લીધી છે.