PM Modi Gujarat visit Live Updates: PM મોદીએ 42 હજાર 441 આવાસોનું કર્યું લોકાર્પણ, કહ્યુ- મકાનના લીધે લાભાર્થીઓનો આત્મવિશ્વાસ વધ્યો
તેઓ 11 વાગ્યે પ્રાથમિક શિક્ષક સંઘના રાષ્ટ્રીય અધિવેશનમાં હાજરી આપશે
LIVE
Background
ગાંધીનગરઃ વડાપ્રધાન મોદી આજે એક દિવસના ગુજરાત પ્રવાસે આવશે.ગાંધીનગરમાં બપોરે 12 વાગ્યે તેઓ આશરે રૂ. 4400 કરોડના વિવિધ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. બપોરે 3 વાગ્યે વડાપ્રધાન મોદી ગિફ્ટ સિટીની મુલાકાત લેશે. ગાંધીનગરમાં કાર્યક્રમ દરમિયાન રૂ. 2450 કરોડથી વધુના વિકાસ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. જેમાં શહેરી વિકાસ વિભાગ, પાણી પુરવઠા વિભાગ, માર્ગ અને પરિવહન વિભાગ અને ખાણ અને ખનીજ વિભાગના પ્રોજેક્ટનો સમાવેશ થાય છે.
ગુજરાતમાં માનનીય પ્રધાનમંત્રી શ્રી @narendramodi જીની વિશેષ ઉપસ્થિતિમાં યોજાશે વિવિધ કાર્યક્રમ
— BJP Gujarat (@BJP4Gujarat) May 11, 2023
તારીખ: 12 મે, 2023, શુક્રવાર
સ્થળ: ગાંધીનગર
લાઈવ નિહાળો:
• https://t.co/dSqhPS9ngD
• https://t.co/3xD28cK7Pu
• https://t.co/gDXaSM7jQg pic.twitter.com/ueBj69KhEH
વડાપ્રધાન મોદી 1946 કરોડના 42 હજારથી વધુ આવાસોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. દરમિયાન તેઓ 11 વાગ્યે પ્રાથમિક શિક્ષક સંઘના રાષ્ટ્રીય અધિવેશનમાં હાજરી આપશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતમાં રૂ.2452 કરોડના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. 1654 કરોડ રૂપિયાના ખર્ચે શહેરી વિકાસના વિવિધ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. પાણી પુરવઠાના રૂ.734 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કરવામાં આવશે.
તે સિવાય વડાપ્રધાન મોદી લાભાર્થીઓ સાથે સંવાદ પણ કરશે. સાથે જ 7 લાભાર્થીઓને ઘરની ચાવીનું વિતરણ કરાશે. બાદમાં તેઓ રાજ્યભવનમાં બેઠક કરશે અને બપોરે 3 વાગ્યે વિવિધ કંપનીના CEO અને યુનિવર્સિટીના કુલપતિઓ સાથે મુલાકાત કરશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે રૂ.2452 કરોડના વિવિધ વિભાગોના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. જેમાં શહેરી વિકાસ વિભાગના રૂ.1654 કરોડ, વોટર સપ્લાય વિભાગના રૂ.734 કરોડ, માર્ગ અને વાહનવ્યવહાર વિભાગના રૂ.39 કરોડ તેમજ ખાણ અને ખનિજ વિભાગના રૂ.25 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે.
શહેરી વિકાસ વિભાગ દ્વારા મહેસાણાના કસ્બામાં 18.46 MLD ક્ષમતાના અને નાગલપુરમાં 23.18 MLD ક્ષમતાના સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ્સ (STP) તેમજ અમદાવાદમાં બાપુનગર સ્થિત લાલ બહાદુર શાસ્ત્રી સ્ટેડિયમ ખાતે 30 MLD ક્ષમતાના STP તેમજ રાઇઝિંગ મેઇનનું લોકાર્પણ કરવામાં આવશે. આ ઉપરાંત, દહેગામ ખાતે ઓડિટોરિયમનું લોકાર્પણ તેમજ અમદાવાદમાં એસપી રિંગ રોડ અને મુમદપુરા ક્રોસિંગ પાસે ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ કરવામાં આવશે.
આ સાથે જ શહેરી વિકાસ વિભાગ હેઠળ અમદાવાદમાં ગોતા ખાતે તેમજ અમરાઇવાડી ખાતે નવા વોટર ડિસ્ટ્રિબ્યુશન સ્ટેશન, ગેલેક્સી સિનેમા જંક્શન, દેવી સિનેમા જંક્શન અને નરોડા પાટિયા જંક્શનને જોડતો ફોર લેન ફ્લાયઓવર બ્રિજ, વાડજ તેમજ સતાધાર જંક્શન ખાતે ફોર લેન ફ્લાયઓવર બ્રિજ, AMCના વિવિધ TP રોડ્સનું રિગાર્ડેશન અને રિસર્ફેસિંગ તેમજ અન્ય વિકાસકાર્યોનું ખાતમુહુર્ત કરવામાં આવશે. પાણી પુરવઠા વિભાગના 734 કરોડના કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે.
આ ઉપરાંત માર્ગ અને મકાન વિભાગ હેઠળ પાલડી નવાપુરા સરોડા ધોળકા રોડ પર રૂ.39 કરોડના ખર્ચે તૈયાર થયેલા રિવર ઓવરબ્રિજનું લોકાર્પણ કરવામાં આવશે, જ્યારે ખાણ અને ખનિજ વિભાગ હેઠળ રૂ.25 કરોડના ખર્ચે નરોડા GIDC ખાતે ડ્રેનેજ કલેક્શન નેટવર્કનું લોકાર્પણ કરવામાં આવશે.
'અગાઉની સરકારમાં ઘરના પૈસા ભ્રષ્ટાચારની ભેટ ચઢી જતા હતા'
વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે અગાઉની સરકારમાં ઘરના પૈસા ભ્રષ્ટાચારની ભેટ ચઢી જતા હતા. પીએમ આવાસ યોજના હેઠળ બની રહેલા ઘર એક યોજના સુધી સિમિત નથી. પીએમ આવાસ યોજના હેઠળના ઘરમાં અનેક યોજનાઓનો સમાવેશ થાય છે.
ગ્રામ્ય વિસ્તારના 12 હજાર આવાસોનુ લોકાર્પણ કરવામાં આવ્યું
ગાંધીનગરમાં આયોજીત અમૃત આવાસોત્સવ કાર્યક્રમમાં વડાપ્રધાન મોદી ઉપસ્થિત રહ્યા હતા. વડાપ્રધાન મોદીએ 1946 કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ પામેલા 42 હજાર 441 આવાસોનું લોકાર્પણ કર્યું હતું. શહેરી વિસ્તારના સાત હજાર 113 આવાસો, ગ્રામ્ય વિસ્તારના 12 હજાર આવાસોનુ લોકાર્પણ કરવામાં આવ્યું હતુ.
'40 લાખ ગરીબ પરિવારોને પોતાનું પાકુ ઘર મળ્યું'
વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે લાભાર્થીઓ સુધી પહોંચવા સરકાર ધર્મ કે જાતિ જોતી નથી. 40 લાખ ગરીબ પરિવારોને પોતાનું પાકુ ઘર મળ્યું છે. મકાનને લીધે લાભાર્થીઓનો આત્મવિશ્વાસ વધ્યો છે. જૂની નીતિ પર ચાલીને દેશનું ભાગ્ય ના બદલી શકાય. પહેલાની સરકાર અને અમારી સરકારના કામ કરવામાં ઘણો ફેર છે. ઘર એક આસ્થાનું સ્થળ હોય છે, જ્યાં સપના આકાર લે છે.
અમૃત આવાસોત્સવ કાર્યક્રમનું વડાપ્રધાન મોદીએ સંબોધન કર્યું હતું.
અમૃત આવાસોત્સવ કાર્યક્રમનું વડાપ્રધાન મોદીએ સંબોધન કર્યું હતું. વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે દેશનો સતત વિકાસ અમારા માટે મહાયજ્ઞ સમાન છે. ગુજરાતના 25 લાખ લાભાર્થીઓનો આયુષ્યમાન કાર્ડ અપાયા છે. બે લાખ ગર્ભવતી મહિલાઓને પીએમ માતૃ વંદના યોજનાનો લાભ મળ્યો છે. નવી સરકાર બન્યા બાદ ગુજરાતમાં આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર થયું છે. ગુજરાતની ડબલ એન્જિન સરકાર ડબલ ગતિથી કામ કરી રહી છે . એક સમયે જીવનની મૂળભૂત જરૂરિયાતો માટે લોકોને તરસાવવામાં આવ્યા છે. એક સમયે દેશના લોકોમાં નિરાશા હતી. પરંતુ હવે લોકો એ નિરાશાથી બહાર નીકળી રહ્યા છે. દેશની સરકાર યોજનાઓથી લોકોના જીવન બદલી રહી છે.
'બાળપણના મિત્રોને સીએમ હાઉસ પર બોલાવવાની મારી ઇચ્છા'
વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે પરિવારથી બહાર શિક્ષક એ પહેલો વ્યક્તિ હોય છે જેની સાથે તે વધુ સમય વિતાવે છે. અંગ્રેજી માહોલથી ગ્રામ્ય વિસ્તારોના શિક્ષકોની નોકરી ખતરામાં આવી છે. તેમણે કહ્યું હતું કે બાળપણના મિત્રોને સીએમ હાઉસ પર બોલાવવાની મારી ઇચ્છા છે. આજે પણ મારા શિક્ષકો સાથે હું જીવન સંપર્કમાં છું. મારા બધા જ શિક્ષકોએ મળીને મને ઘણો આનંદ થયો છે. સ્કૂલોના જન્મદિવસ ઉજવીને જૂના શિક્ષકો અને વિદ્યાર્થીઓને બોલાવો છે. દરેક સ્કૂલના સંચાલકોએ સ્કૂલનો જન્મદિવસ ઉજવવો જોઇએ. સરકાર બાળકોના પોષણ પર ખૂબ જ ધ્યાન આપી રહી છે. બાળક ભૂખ્યો જ રહે તે માટે દરેક સમાજે વિચારવું જોઇએ. મીડ ડે મિલથી બાળકમાં દરેક સંસ્કાર જોડાઇ જશે. બદલાવ લાવવાનું કામ શિક્ષણ સારી રીતે કરી શકે છે.