શોધખોળ કરો

Gujarat Election: ટિકિટને લઈને બીજેપીમાં બબાલ, હજારોની સંખ્યામાં કાર્યકરો કમલમ પહોંચતા દરવાજો બંધ કરવાની પડી ફરજ

Gujarat Election: ગુજરાતમાં ટિકિટનો વહેંચણીને લઈને તમામ રાજકીય પાર્ટીઓમાં ઘમાસાણ ચાલી રહ્યું છે. જોકે સૌથી ચોંકાવનારી બાબત એ છે કે આ વર્ષે બીજેપીમાં મોટી સંખ્યામાં કાર્યકરો નારાજ જોવા મળી રહ્યા છે.

Gujarat Assembly Election 2022: ગુજરાતમાં ટિકિટનો વહેંચણીને લઈને તમામ રાજકીય પાર્ટીઓમાં ઘમાસાણ ચાલી રહ્યું છે. જોકે સૌથી ચોંકાવનારી બાબત એ છે કે આ વર્ષે બીજેપીમાં મોટી સંખ્યામાં ઉમેદવારો અને તેમના કાર્યકરો નારાજ જોવા મળી રહ્યા છે. સામાન્ય રીતે શિસ્તવાળી પાર્ટી તરીકે ઓળખાતી પાર્ટી બીજેપીમાં પણ આ વર્ષે ભારે નારાજગી જોવા મળી રહી છે.

હાલમાં બાયડ અને પાટણના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ગાંધીનગરના કમલમ ખાતે પહોંચી ગયા છે. હજારોની સંખ્યામાં કાર્યકરો આવતા કમલમનો મુખ્ય દરવાજો બંધ કરવામાં આવ્યો છે. કાર્યકર્તાઓની વધુ સંખ્યાને જોતા બહાર ગાર્ડનમાં કાર્યકર્તાઓને બેસાડવામાં આવ્યા છે. પોતાના માનિતા ઉમેદવારોને ટિકિટ ન મળતા કાર્યકરો નારાજ જોવા મળી રહ્યા છે. ચૂંટણી પહેલા કાર્યકરોની આ નારાજગી બીજેપી માટે આવનારા સમયમાં ચિંતાનો વિષય બની શકે છે.

કોંગ્રેસમાંથી બીજેપીમાં આવેલા ધવલસિંહ ઝાલાને બીજેપીમાંથી ટિકિટ ન મળતા તેમણે બાયડમાં શક્તિ પ્રદર્શન કર્યું હતું. આ દરમિયાન હજારોની સંખ્યામં સમર્થકો હાજર રહ્યા હતા અને ધવલસિંહએ સંબોધન કર્યું હતું. સમર્થકોની ધવલસિંહને અપક્ષમાંથી લડવા માંગણી છે. ધવલસિંહે સમર્થકોને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. હાલ પૂરતો કોઈ જ નિર્ણય નહિ લેવાનું  ધવલસિંહ રટણ કર્યું હતું. તેમણે એમ પણ કહ્યું કે, અગાઉ મને ચેરમેન પદ આપવા પણ કહેવાયું હતું. પણ હું મારા મતદારો માટે લડવા માંગતો હતો.

પત્ની રિવાબા સાથે ફોર્મ ભરતી વખતે હાજર રહેલા રવિન્દ્ર જાડેજાએ શું કહ્યું ?

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કા માટે ઉમેદવારી પત્ર ભરવાનો આજે અંતિમ દિવસ છે. 1 ડિસેમ્બરે 19 જિલ્લાની 89 બેઠક માટે પ્રથમ તબક્કાનું મતદાન યોજાશે. આજે જામનગર શહેરની બંન્ને વિધાનસભા બેઠકો માટે આજે ઉમેદવારીપત્રો ભરાયા હતા. જામનગર ઉત્તર બેઠક પર રિવાબા જાડેજા અને દક્ષિણ બેઠક પર દિવ્યેશ અકબરી કરી ઉમેદવારી હતી.
 
ફોર્મ ભરતા પૂર્વે યોજાયેલી સભામાં રિવાબાના પતિ અને ક્રિકેટર રવિન્દ્રસિંહ જાડેજા પણ સાથે રહ્યા હતા. તેમણે કહ્યું હું પ્રધાનમંત્રીનો આભાર માનું છું કે તેઓએ મારી પત્ની પર વિશ્વાસ મુક્યો. જામનગર માટે જેટલો વિકાસ થાય તેનો કોશિશ રિવા કરશે. તેની કારકિર્દીની શરૂઆત છે અને તેને હજુ ઘણું શીખવાનું છે, મારી પત્ની માટે આ પહેલી મેચ છે, નાના માણસોને મદદ કરવાનો હેતુ છે અમારો. જામનગરમાં થતી મદદ લોકોને અમે કરીશું.

જાડેજાએ સોશિયલ મીડિયા પર વીડિયો પોસ્ટ કરી પત્ની રીવાબા જાડેજા માટે માંગ્યા મત

ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ પત્ની રિવાબા જાડેજા માટે મત માંગ્યા હતા. મળતી જાણકારી અનુસાર, ભારતીય ક્રિકેટર રવિન્દ્ર જાડેજાએ સોશિયલ મીડિયા પર વીડિયો પોસ્ટ કરીને પત્ની રીવાબાને મત આપવા માટે જામનગરવાસીઓને અપીલ કરી હતી. નોંધનીય છે કે ભાજપે રવિન્દ્ર જાડેજાની પત્ની રિવાબાને જામનગર ઉત્તર બેઠક પરથી ઉમેદવાર બનાવ્યા છે. રીવાબા આજે ઉમેદવારી ફોર્મ ભરશે.જામનગર ઉત્તર બેઠક પરથી રિવાબા જાડેજા સવારે 11 વાગ્યે ઉમેદવારી નોંધાવશે. રવિંદ્ર જાડેજાએ પણ સોશલ મીડિયાના માધ્યમથી પત્ની રિવાબા જાડેજાને જંગી લીડથી જીતાડવા અપીલ કરી હતી. રવિન્દ્ર જાડેજાએ પોતાના વીડિયોમાં જામનગરની જનતાને અપીલ કરતા કહ્યું હતું કે, મારા વ્હાલા જામનગરવાસીઓ અને તમામ ક્રિકેટ ચાહકો. તમે બધા જાણો છો કે ગુજરાત વિધાનસભાની ચૂંટણી અહીં T20 ક્રિકેટની જેમ ઝડપથી આગળ વધી રહી છે. ભાજપે મારી પત્ની રીવાબાને ઉમેદવાર બનાવ્યા છે. તે 14 નવેમ્બરે ઉમેદવારી પત્ર ભરવા જઈ રહી છે. તેથી વિજયી વાતાવરણ બનાવવાની જવાબદારી તમારી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat: કડકડતી ઠંડીમાં 'ખાખીની રેસ', પ્રેક્ટિકલ માટે પરોઢિયેથી જ પરીક્ષા કેન્દ્રો પર ઉમેદવારોનો જમાવડો
Gujarat: કડકડતી ઠંડીમાં 'ખાખીની રેસ', પ્રેક્ટિકલ માટે પરોઢિયેથી જ પરીક્ષા કેન્દ્રો પર ઉમેદવારોનો જમાવડો
Jio નો ધમાકો, લૉન્ચ કરી 5.5G સર્વિસ, મળશે 1Gbps ની સુપરફાસ્ટ ઇન્ટરનેટ સ્પીડ
Jio નો ધમાકો, લૉન્ચ કરી 5.5G સર્વિસ, મળશે 1Gbps ની સુપરફાસ્ટ ઇન્ટરનેટ સ્પીડ
દુનિયાનો સૌથી મોટો ડેમઃ ખરેખરમાં શું છે ચીનનો ઇરાદો, શું ભારત માટે ખતરાની ઘંટડી ?
દુનિયાનો સૌથી મોટો ડેમઃ ખરેખરમાં શું છે ચીનનો ઇરાદો, શું ભારત માટે ખતરાની ઘંટડી ?
Aadhar Card Loan: આધાર કાર્ડથી મળશે 50,000 રૂપિયાની લોન, આ રીતે કરો ફટાફટ અરજી
Aadhar Card Loan: આધાર કાર્ડથી મળશે 50,000 રૂપિયાની લોન, આ રીતે કરો ફટાફટ અરજી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Seaplane crashes: ઓસ્ટ્રેલિયામાં સી પ્લેનની મોટી દુર્ઘટના, પ્લેન ક્રેશ થતાં પાયલટ સહિત ત્રણનાં મોતNorth India Snowfall: ઉત્તર ભારતના રાજ્યોમાં ભારે હિમવર્ષા, જાણો કયા કયા રસ્તાઓ થયા બ્લોક?Ahmedabad Boiler Blast: પાર્શ્વનાથ પ્લાસ્ટીકના ગોડાઉનમાં ફાટ્યું બોઈલર, ફાયરની સાત ગાડીઓ ઘટના સ્થળેAmreli Fake Letter Scandal | લેટરકાંડ મુદ્દે સૌથી મોટો ઘટસ્ફોટ,CCTV ફુટેજમાં પાયલે લેટરને.....

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat: કડકડતી ઠંડીમાં 'ખાખીની રેસ', પ્રેક્ટિકલ માટે પરોઢિયેથી જ પરીક્ષા કેન્દ્રો પર ઉમેદવારોનો જમાવડો
Gujarat: કડકડતી ઠંડીમાં 'ખાખીની રેસ', પ્રેક્ટિકલ માટે પરોઢિયેથી જ પરીક્ષા કેન્દ્રો પર ઉમેદવારોનો જમાવડો
Jio નો ધમાકો, લૉન્ચ કરી 5.5G સર્વિસ, મળશે 1Gbps ની સુપરફાસ્ટ ઇન્ટરનેટ સ્પીડ
Jio નો ધમાકો, લૉન્ચ કરી 5.5G સર્વિસ, મળશે 1Gbps ની સુપરફાસ્ટ ઇન્ટરનેટ સ્પીડ
દુનિયાનો સૌથી મોટો ડેમઃ ખરેખરમાં શું છે ચીનનો ઇરાદો, શું ભારત માટે ખતરાની ઘંટડી ?
દુનિયાનો સૌથી મોટો ડેમઃ ખરેખરમાં શું છે ચીનનો ઇરાદો, શું ભારત માટે ખતરાની ઘંટડી ?
Aadhar Card Loan: આધાર કાર્ડથી મળશે 50,000 રૂપિયાની લોન, આ રીતે કરો ફટાફટ અરજી
Aadhar Card Loan: આધાર કાર્ડથી મળશે 50,000 રૂપિયાની લોન, આ રીતે કરો ફટાફટ અરજી
Seaplane crashes: ઓસ્ટ્રેલિયામાં સી પ્લેનની મોટી દુર્ઘટના, પ્લેન ક્રેશ થતાં  પાયલટ સહિત ત્રણનાં મોત, ત્રણ ઘાયલ
Seaplane crashes: ઓસ્ટ્રેલિયામાં સી પ્લેનની મોટી દુર્ઘટના, પ્લેન ક્રેશ થતાં પાયલટ સહિત ત્રણનાં મોત, ત્રણ ઘાયલ
HMP વાયરસથી મોતનું કેટલું જોખમ, કેવા દર્દીની સ્થિતિ કરી શકે છે  ગંભીર, જાણો એક્સ્પર્ટનો મત
HMP વાયરસથી મોતનું કેટલું જોખમ, કેવા દર્દીની સ્થિતિ કરી શકે છે ગંભીર, જાણો એક્સ્પર્ટનો મત
આ દિવસે લોન્ચ થશે Realme 14 Pro સીરિઝ, કલરથી લઇને ફીચર્સ થયા લીક
આ દિવસે લોન્ચ થશે Realme 14 Pro સીરિઝ, કલરથી લઇને ફીચર્સ થયા લીક
ISRO NEW Chairman:કોણ છે નારાયણન જેમને ઇસરોની સંભાળી કમાન, 14 જાન્યુઆરીથી સંભાળશે કમાન
ISRO NEW Chairman:કોણ છે નારાયણન જેમને ઇસરોની સંભાળી કમાન, 14 જાન્યુઆરીથી સંભાળશે કમાન
Embed widget