ગુજરાત કોંગ્રેસના ક્યા ધારાસભ્ય વિધાનસભામાં ટી શર્ટ પહેરીને આવતાં સ્પીકરે બહાર કાઢ્યા, થઈ ઉગ્ર બોલાચાલી
વિધાનસભાના સ્પીકર રાજેન્દ્ર ત્રિવેદીએ વિમલ ચુડાસમાને કહ્યું હતું કે,આપ ટી શર્ટ પહેરી ને આવ્યાં છો તેથી આ ગૃહની બહાર જાવ અને ટી શર્ટ બદલીને આવો. આ મુદ્દે વિધાનસભા અધ્યક્ષ અને વિમલ ચુડાસમા વચ્ચે બોલાચાલી થઈ હતી. ચુડાસમાએ દલીલો ચાલુ રાખતાં છેવટે સ્પીકરે સાર્જન્ટ્સને આદેશ કરતાં તેમણે ચુડાસમાને બહાર કાઢ્યા હતા.
![ગુજરાત કોંગ્રેસના ક્યા ધારાસભ્ય વિધાનસભામાં ટી શર્ટ પહેરીને આવતાં સ્પીકરે બહાર કાઢ્યા, થઈ ઉગ્ર બોલાચાલી Gujarat Assembly session 2021 : congress MLA and assembly speaker scuffle on t-shirt ગુજરાત કોંગ્રેસના ક્યા ધારાસભ્ય વિધાનસભામાં ટી શર્ટ પહેરીને આવતાં સ્પીકરે બહાર કાઢ્યા, થઈ ઉગ્ર બોલાચાલી](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/03/15/8eb3ab144e8fdb219d199d33596d940d_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભામાં આજે ટી શર્ટ પહેરીને આવેલા કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમાને વિધાનસભાના સ્પીકર રાજેન્દ્ર ત્રિવેદીએ બહાર કાઢી મૂકતાં વિવાદ સર્જાયો હતો. આ મુદ્દે વિમલ ચુડાસમા અને સ્પીકર વચ્ચે દલીલબાજી પણ થઈ હતી.
વિધાનસભાના સ્પીકર રાજેન્દ્ર ત્રિવેદીએ વિમલ ચુડાસમાને કહ્યું હતું કે,આપ ટી શર્ટ પહેરી ને આવ્યાં છો તેથી આ ગૃહની બહાર જાવ અને ટી શર્ટ બદલીને આવો. આ મુદ્દે વિધાનસભા અધ્યક્ષ અને વિમલ ચુડાસમા વચ્ચે બોલાચાલી થઈ હતી. ચુડાસમાએ દલીલો ચાલુ રાખતાં છેવટે સ્પીકરે સાર્જન્ટ્સને આદેશ કરતાં તેમણે ચુડાસમાને બહાર કાઢ્યા હતા.
ગૃહમાં ધારાસભ્યોનાં પહેરવેશને લઇને વિધાનસભા અધ્યક્ષ ટકોર કરી હતી કે. ગૃહની ગરિમા જળવાય તેવા પરિધાન પહેરીને ગૃહમાં આવવું. તેમણે ગૃહમાં ટી શર્ટ પહેરીને ન આવવા ફરી ટકોર કરી હતી.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)