દિલ્લી મોડલ જોવા જઈ રહેલા ભાજપના નેતાઓને ઇટાલિયાનો ટોણોઃ 'ડેલે હાથ દઈને પાછા ન આવતા'
ગુજરાત ભાજપના 17 સભ્યોની ટીમ દિલ્લી મોડલ જોવા જઈ રહી છે. જેમાં ધારાસભ્યો અને પૂર્વ મંત્રીઓનો પણ સમાવેશ થાય છે. ગુજરાત ભાજપની આ ટીમ દિલ્લીમાં સ્કૂલ, રોડ રસ્તા, સુવિધાઓ બાબતે જાત તપાસ કરશે.
ગાંધીનગરઃ ગુજરાત ભાજપના 17 સભ્યોની ટીમ દિલ્લી મોડલ જોવા જઈ રહી છે. જેમાં ધારાસભ્યો અને પૂર્વ મંત્રીઓનો પણ સમાવેશ થાય છે. ગુજરાત ભાજપની આ ટીમ દિલ્લીમાં સ્કૂલ, રોડ રસ્તા, સુવિધાઓ બાબતે જાત તપાસ કરશે. મહોલ્લા ક્લિનીકની જાત તપાસ કરશે. આજે 17 સભ્યો દિલ્લી જવા રવાના થયા છે. ભાજપના નેતાઓનું આપના નેતાઓએ વ્યંગાત્મક ટ્વીટથી સ્વાગત.
સૌ પ્રથમ તો સ્કૂલ અને હોસ્પિટલ સહિત મુદ્દાની રાજનીતિમાં આવવા બદલ ભાજપવાળાનું સ્વાગત.
કેજરીવાલે કહ્યું હતું કે, 'રાજનીતિ બદલવા આવ્યા છીએ' ત્યારે ભાજપને આમ આદમી પાર્ટીના એજેન્ડા ઉપર આગળ વધતા જોઈને ખુશી થાય છે.
અને જોવા ગયા જ છો તો કાંઈક શીખીને આવજો, ડેલે હાથ દઈને પાછા ન આવતા. https://t.co/iGV6nJxNJC— Gopal Italia (@Gopal_Italia) June 28, 2022
ગુજરાત આમ આદમી પાર્ટીના અધ્યક્ષ ગોપાલ ઇટાલિયાએ લખ્યું છે કે, સૌ પ્રથમ તો સ્કૂલ અને હોસ્પિટલ સહિતના મુદ્દાની રાજનીતિમાં આવવા બદલ ભાજપવાળાનું સ્વાગત. કેજરીવાલે કહ્યું કે, રાજનીતિ બદલવા આવ્યા છીએ, ત્યારે ભાજપને આમ આદમી પાર્ટીના એજેન્ડ ઉપર આગળ વધતા જોઇને ખુશી થાય છે અને જોવા ગયા જ છો તો કાંઇક શીખીને આવજો. ડેલે હાથ દઈને પાછા ન આવતા.
गुजरात की टीम आज Dilhi स्कूल देखने जा रही है ! अच्छी बात है !&?९& वहाँ की स्कूल की विज़िट अमरीका के राष्ट्रपति की पत्नीने भी की है और दूसरे मुख्यमंत्री ने भी की है !कही भी अच्छी चीज़ें हो तो उसे अपनाना चाहिए !सामने से Dilhi के विधायक साथ में रहने का एलान मनीष जी आपकी उदारता है ! https://t.co/vDobRS78Aq
— Isudan Gadhvi (@isudan_gadhvi) June 28, 2022
દિલ્લીના નાયબ મુખ્યમંત્રી મનિષ સિસોદિયાએ ટ્વીટ કર્યું છે કે, અખબારથી ખબર પડી કે ગુજરાત ભાજપની ટીમ દિલ્લીની સ્કૂલ-મહોલ્લા ક્લિનિક જોવા માટે આવી રહી છે. અમે ગુજરાતની આ ટીમના સ્વાગત માટે અને તેમને સ્કૂલ અને મહોલ્લા ક્લિનીક બતાવવા માટે 5 ધારાસભ્યોની ટીમ બનાવી છે. જેમાં આતિશી, સૌરભ ભારદ્વાજ, સંજીવ ઝા, કુલદીપ કુમાર અને ગુલાબ સિંહનો સમાવેશ થાય છે.