(Source: ECI/ABP News/ABP Majha)
ગુજરાતમાં ધોરણ-10ના રિપિટર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાની કોણે કરી માંગ? જાણો વિગત
ભાજપના ધારાસભ્યે શિક્ષણ મંત્રી ભુપેન્દ્ર સિંહ ચુડાસમાને લખેલા પત્રમાં લખ્યું છે કે, આપના દ્વારા ધોરણ 10 અને ધોરણ 12 ના વિદ્યાર્થીઓ માટે પરિક્ષાલક્ષી જે નિર્ણય લેવામાં આવ્યો તે આવકારદાયક છે. પરંતુ ધોરણ 10ના રીપીટર વિદ્યાર્થીઓ અંગે હજુ સુધી કોઇ નિર્ણય લેવામાં નથી આવ્યો. ત્યારે ધોરણ 10માં રીપીટર હોય તેવા વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવે.
ગાંધીનગરઃ રાજકોટના ધારાસભ્ય ગોવિંદ પટેલે શિક્ષણમંત્રીને પત્ર લખીને ધોરણ-10ના રિપિટર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાની માંગણી કરી છે. ધોરણ 10માં એક કે બે વિષય માં ફેઈલ રીપીટરને માસ પ્રમોશન આપાવની માંગ કરી છે.
ભાજપના ધારાસભ્યે શિક્ષણ મંત્રી ભુપેન્દ્ર સિંહ ચુડાસમાને લખેલા પત્રમાં લખ્યું છે કે, આપના દ્વારા ધોરણ 10 અને ધોરણ 12 ના વિદ્યાર્થીઓ માટે પરિક્ષાલક્ષી જે નિર્ણય લેવામાં આવ્યો તે આવકારદાયક છે. પરંતુ ધોરણ 10ના રીપીટર વિદ્યાર્થીઓ અંગે હજુ સુધી કોઇ નિર્ણય લેવામાં નથી આવ્યો. ત્યારે ધોરણ 10માં રીપીટર હોય તેવા વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવે.
પત્રમાં ધોરણ 10માં એક બે કે ત્રણ વિષયમાં નાપાસ થયા હોય તેવા રીપીટર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાની માંગ ધારાસભ્ય ગોવિંદ પટેલ દ્વારા કરવામાં આવી છે. ત્યારે આગામી દિવસોમાં સરકાર દ્વારા રીપીટર વિદ્યાર્થીઓ પરીક્ષાને લઈ કયા પ્રકારનો નિર્ણય કરવામાં આવે છે, તે જોવું અતિ મહત્ત્વનું બની રહેશે.
નીતિ આયોગે આરોગ્ય ક્ષેત્રે ગુજરાતને આપ્યો પ્રથમ ક્રમાંક, તમામ રાજ્યોમાં કર્યું મૂલ્યાંકન
રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પ્રેસ કોન્ફરન્સ યોજી જણાવ્યું હતું કે, ભારત સરકારના નીતિ આયોગ દ્વારા દેશના બધા જ રાજયોને સાથે લઇને આરોગ્ય સેવાના આધારે દેશના બધા જ રાજ્યની આરોગ્ય સેવાની મૂલ્યાંકન કરવામાં આવે છે. મૂલ્યાંકન પ્રમાણે માર્ક આપવામાં આવે છે. ત્યારે સમગ્ર દેશની અંદર આ વર્ષે 2020-21 વર્ષ માટે 86 સ્કોર સાથે ગુજરાત પ્રથમ નંબરે રહ્યું છે.
નીતિ આયોગ દ્વારા જુદા જુદા પ્રકારના મૂલ્યાંકન કરવામાં આવે છે તે મૂલ્યાંકનને અંદર માતા મૃત્યુદર તેનું પ્રમાણ જોવામાં આવે છે આખા દેશનું છે 113 ની સામે 75 નો આવ્યો છે. દરેક લાખના જન્મથી માતાના મૃત્યુ ડિલિવરી પછી દેશમાં 113 માતાના મૃત્યુ થાય છે. ગુજરાતમાં 75 નો દર છે. પાંચ વર્ષની ઉંમર સુધીના બાળકોના મૃત્યુ દરના મૂલ્યાંકન કરવામાં 36 નું ભારત લક્ષ્યાંક હતું. તેમાં ગુજરાત 31 બાળકોના મૃત્યુ સાથે ચાલે છે.
દેશના 91 બાળકોને રસીકરણ કરવામાં આવે છે જેમાં ગુજરાતમાં 87 બાળકોને રસીકરણ કરવામાં આવે છે. બાળકોને વિવિધ રસીકરણ આપવાની હોય છે. ટ્રાફિક અકસ્માતમાં ઘટાડવાનું લક્ષ્યાંક આપ્યું છે. જે 11.5 છે તેમાં આપણે અન્ય રાજ્યો કરતાં આગળ નીચા છે પણ દેશમાં આગળ છે. સલામતીના જુદા જુદા પગલાં લઈને ગુજરાત 10.8 પર છે.
સંસ્થાકિય પ્રવૃતિઓ, માતાની પ્રસુતિ હોસ્પિટલમાં થાય છે. જેમાં ગુજરાતે મોટું કામ હાથમાં લીધું છે. ગુજરાતમાં સાડા બાર થી 13 લાખ જન્મ દર વર્ષે થાય છે. આ બધી જ સ્થિતિ સારી રીતે હોસ્પિટલમાં થાય છે. દેશમાં 94.4 ટકા છે ગુજરાતમાં 99.5 પ્રસ્તૃતિ હોસ્પિટલમાં થાય છે. 10 હજારની વસ્તીએ એક ડોક્ટર, નર્સ 37 કર્મચારીઓ ધોરણ નક્કી કર્યું છે. ગુજરાતમાં 41 કર્મચારીઓની સંખ્યા છે.
જુદા જુદા પેરામીટરને આધારે નિતિ આયોગ દ્વારા નક્કી કરે છે તેમાં ગુજરાતનું પ્રથમ ક્રમ આવ્યો છે. નિતિ આયોગ દ્વારા જુદા જુદા પ્રકારના મૂલ્યાંકન કરવામાં આવે છે. તે મૂલ્યાંકનને અંદર માતા મૃત્યુદર તેનું પ્રમાણ જોવામાં આવે છે. આખા દેશનું છે 113 ની સામે 75 નો આવ્યો છે. દરેક લાખના જન્મથી માતાના મૃત્યુ ડિલિવરી પછી દેશમાં 113 માતાના મૃત્યુ થાય છે. ગુજરાતમાં 75 નો દર છે.