'C.R. ભાઉનો ગુનાઈત ઈતિહાસ, 5000 ઈંજેક્શન ક્યાંકથી લૂંટી લાવ્યા, પડાવી લાવ્યા કે કઈ રીતે લાવ્યા તેની તપાસ થવી જોઈએ....'
આજે રાજયપાલને કૉંગ્રેસનું પ્રતિનિધિ મંડળ મળ્યું હતું. આ પછી પત્રકાર પરીષદ યોજી હતી. જેમાં અમિત ચાવડાએ આક્ષેપો કર્યા હતા. સી. આર. ભાઉનો ગુનાહિત ઇતિહાસ છે. એ 5 હજાર ઇન્જેક્શન કઈ જગ્યાએથી લૂંટી લાવ્યા, પડાવી લાવ્યા હશે તેં જાહેર થવું જોઈએ.
ગાંધીનગરઃ ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ પત્રકાર પરીષદમાં ગુજરાત ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલ સામે સવાલો ઉઠાવ્યા હતા. આજે રાજયપાલને કૉંગ્રેસનું પ્રતિનિધિ મંડળ મળ્યું હતું. આ પછી પત્રકાર પરીષદ યોજી હતી. જેમાં અમિત ચાવડાએ આક્ષેપો કર્યા હતા. સી. આર. ભાઉનો ગુનાહિત ઇતિહાસ છે. એ 5 હજાર ઇન્જેક્શન કઈ જગ્યાએથી લૂંટી લાવ્યા, પડાવી લાવ્યા હશે તેં જાહેર થવું જોઈએ.
તેમણે આક્ષેપ લગાવ્યો હતો કે, સરકારનાં ગેર વહીવટનો ભોગ જનતા બની રહી છે. રાજકીય તાયફાઓ થયાં પણ નકર કામગીરી ન થઈ. ગત વર્ષે નમસ્તે ટ્રમ્પ અને આ વખતે ક્રિકેટ મેચોએ કોરોનાં ફેલાવ્યો. છેલ્લા થોડા દિવસથી ગુજરાતની સ્થિતિ ભયાનક છે. આજે એક પણ શહેરમાં હોસ્પિટલમાં બેડ ઉપલબ્ધ નથી. પુરતો મેડિકલ સ્ટાફ પણ નથી.
સરકાર લોકોનાં જીવ બચાવવાના બદલે રાજકીય લાભ ખાટવાં ભાજપ વર્તી રહી છે. જે આંકડા સરકાર બહાર પાડે છે તેનાં કરતા 10 ગણા મૃત્યુનો સાચો આંકડો છે. સરકાર તમામ મોરચે નિષ્ફળ નીવડી હોય તેવું લાગે છે. ઝાયડ્સ જાહેરાત કરે કે ઇંજેકશન નથી ત્યારે સી આર ભાઉ જાહેરાત કરે કે અમારી પાસે 5 હજાર ઇન્જેક્શન છે.
સીએમ એવું કહે આ ઇન્જેક્શન ક્યાંથી આવ્યાં તે મને ખબર નથી સી આરને પૂછો. 5 હજાર ઇન્જેક્શન સી આર ભાઉ પાસે આવ્યાં ક્યાંથી તેં મોટો સવાલ છે. સીએમ લાચારીને કારણે સી આરને બોલી નથી શકતા. આ બધી જ બાબતેં અમે રાજયપાલને મળીને રજુઆત કરી છે. સી આર ભાઉ કાયદા કાનુનો ભંગ કરે છે. એમની પાસે રહેલ ઇન્જેક્શનનાં સ્ટોક પર રેડ કરવામાં આવે અને તેં ઇન્જેક્શન જપ્ત કરવામાં આવે. 24 કલાકમાં આ અંગે કાર્યવાહી કરવા અમે રાજ્યપાલને મેં રજુઆત કરી છે. રાજયપાલે પણ સ્વીકાર્યું છે કે કોંવિડ પ્રોટોકોલનો અમલ થવો જોઈએ.
હાઇકોર્ટનાં અવલોકન પર અમિત ચાવડાએ નિવેદન આપ્યું હતું કે, એક વર્ષ કરતા લાંબો સમય મળ્યા બાદ પણ સરકાર તૈયારીઓ નથી કરી શક્યું. અનેક બાબતોને લઇને હાઈકોર્ટને વચ્ચે પડવું પડયું હતું. આ સરકારમાં આવડત અને સંકલનનો અભાવ છે. 700 વેંટિલેટર મહારાષ્ટ્રમા મોકલવા અંગે પ્રકાશ જવળેકરનું ટ્વીટ હતું. શું ગુજરાતમાં આટલા બધાં ઇન્જેક્શન સરપલ્સ છે તેનો સીએમએ જવાબ આપવો જેઇએ.