શોધખોળ કરો
CR પાટીલની નવી ટીમ જાહેરઃ જાણો કોને બનાવાયા પ્રદેશ ઉપપ્રમુખ? કોને બનાવાયા મહામંત્રી?
સીઆર પાટીલે ઉપપ્રમુખ તરીકે ગોરધન ઝડફિયા, જયંતિભાઈ કવાડીયા સહિત સાતની નિમણૂક કરી છે. ભીખુભાઈ દલસાણીયાને ભાજપ સંગઠન મહામંત્રી તરીકે ચાલુ રખાયા છે.

ફાઇલ ફોટો.
ગાંધીનગરઃ ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે પોતાની નવી ટીમની જાહેરાત કરી છે. જેમાં સાત ઉપપ્રમુખ, પાંચ મહામંત્રી અને 8 મંત્રીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત સુરેન્દ્રભાઈ પટેલને પ્રદેશ કોષાધ્યક્ષ અને ધર્મેન્દ્રભાઈ શાહને પ્રદેશ સહ-કોષાધ્યક્ષ બનાવાયા છે. સીઆર પાટીલે ઉપપ્રમુખ તરીકે ગોરધન ઝડફિયા, જયંતિભાઈ કવાડીયા સહિત સાતની નિમણૂક કરી છે. ભીખુભાઈ દલસાણીયાને ભાજપ સંગઠન મહામંત્રી તરીકે ચાલુ રખાયા છે.
વધુ વાંચો





















