Gujarat Budget 2022-23 Live Update : નાણા મંત્રી કનુ દેસાઇએ બજેટ વાંચવાની કરી શરૂઆત
વર્ષ 2022-23 માટેનુ અંદાજપત્ર આજે રજુ થશે. ગત વર્ષ કરતાં અંદાજપત્રનુ કદ વધશે. અંદાજે 2.40 લાખ કરોડ આસપાસનું કદ રહેશે. ચુંટણીનુ વર્ષ હોવાના કારણે ચુંટણીલક્ષી જાહેરાત થવાની શક્યતા છે.
LIVE
Background
ગાંધીનગરઃ વર્ષ 2022-23 માટેનુ અંદાજપત્ર આજે રજુ થશે. ગત વર્ષ કરતાં અંદાજપત્રનુ કદ વધશે. અંદાજે 2.40 લાખ કરોડ આસપાસનું કદ રહેશે. ચુંટણીનુ વર્ષ હોવાના કારણે ચુંટણીલક્ષી જાહેરાત થવાની શક્યતા છે. ચુંટણીના વર્ષમા વિધ્યાથીઓ માટેની શિષ્યવૃત્તિ સહિતના લાભોમા વધારો થવાની શક્યતા છે. ખેડૂતોને મળતી અલગ અલગ સહાય અને સબસીડીમા વધારો થઈ શકે છે. કૃષિ વિભાગ નવી યોજના પણ જાહેર કરશે. શિક્ષણ, આરોગ્ય વિભાગમા સૌથી વધુ બજેટ ફાળવાઇ શકે છે. ગત વર્ષે સરકારે 2.27 લાખ કરોડનું બજેટ રજુ કર્યું હતું.
વિધાનસભા બજેટ સત્રના બીજા દિવસની પ્રશ્નોત્તરી કાળથી શરૂઆત થશે. સામાન્ય વહીવટ, ઉદ્યોગ, ગૃહ અને શહેરી વિકાસ પર થશે ચર્ચા. અલગ અલગ બોર્ડ નિગમ ના અહેવાલો વિધાનસભા ના મેજ પર મુકાશે. ૨૦૨૧-૨૨ ના પૂરક ખર્ચની રજૂઆત થશે. નાણાં મંત્રી કનુ દેસાઈ વર્ષ ૨૦૨૨-૨૩ માટે નું બજેટ રજૂ કરશે.
ગઈ કાલે રાજ્યપાલના પ્રવચનમાં જ વિપક્ષનો વિરોધ થયો હતો. વિપક્ષે ગૃહમાં હોબાળો કર્યો હતો અને ગૃહ મંત્રી રાજીનામુ આપે તેવી વિપક્ષની માંગણી કરી હતી. કોંગ્રેસના ધારાસભ્યો બેનરો લઈને ઉભા થઇ ગયા. રાજ્યપાલના પ્રવચન વચ્ચે જ વિપક્ષનો ગૃહમાં હોબાળો. કોંગ્રેસ પક્ષના વિધાનસભામા નારા. ગોવિંદભાઈ તુમ આગે બઢો હમ તુમ્હારે સાથે હૈ, ગોવિદ પટેલના લેટર બૉમ્બ બાદ વિપક્ષે ગોવિદભાઈને વખાણ્યા.
ગોવિદભાઈને અભિનંદનના નારાઓ વિપક્ષ દ્વારા લાગવાવામાં આવ્યા. ભાજપ તારા રાજમા ડ્રગ્સ માફિયા મોજમા. નારા કોંગ્રેસ દ્વારા લગાવાયા. રાજ્યપાલે પોતાનું ભાષણ ટૂંકાવ્યું. રાજ્યપાલ ગૃહથી રવાના થયા.
કોંગ્રેસ ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાનો વિધાનસભામાં અનોખો દેખાવ. અમદાવાદની બંધ ટેક્સટાઈલ મિલો અંગે દેખાવ. ખેડાવાલા એપ્રન પોસ્ટર્સ સાથે વિધાનસભા પહોંચ્યા. અમદાવાદમાં 6 મહિનામાં ત્રણ હજાર ટેક્સટાઈલ યુનિટો બંધ થયા હોવાનો દાવો. ટેક્સટાઈલ ફેકટરીઓ બંધ થવા અંગે ઇમરાન ખેડાવાલાનું નિવેદન .
અમદાવાદમાં 3 હજારથી વધુ ટેક્સટાઈલ યુનિટો બંધ. નાના ઉદ્યોગો બંધ થતાં કારીગરો બેરોજગાર બન્યા. અમદાવાદમાં થતું કામ આજે બાંગ્લાદેશ અને પાકિસ્તાનમાં થઈ રહ્યું છે. સરકારનું ધ્યાન દોરવા માટે માટે પોસ્ટર લઈ વિધાનસભા આવ્યો છું. જીપીસીબી અને તંત્રની હેરાનગતિના કારણે ફેકટરીઓ બંધ થઈ. બજેટમાં એવી યોજના આવે કે જેનાથી ઉદ્યોગો બેઠા થાય. બંધ મિલના કામદારો ડ્રગ્સ અને નશાના રવાડે ચડી ગયા છે.
ચૌદમી વિધાનસભાનું દસમું સત્રની રાજ્યપાલના સંબોધનથી શરૂઆત. રાજ્યપાલના સંબોધન બાદ શોક દર્શક ઉલ્લેખો થશે રજૂ. વિદ્યમાન ધારાસભ્ય આશાબેન પટેલ સહિત સાત પૂર્વ ધારાસભ્યોનો શોક દર્શક ઉલ્લેખ રજૂ થયા બાદ બેઠક મુલતવી થશે. રાજ્યપાલ વિધાનસભા ગૃહમાં પહોંચ્યા. કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોર પોહોંચ્યા વિધાનસભા. વિપક્ષ નેતા સુખરામ રાઠવા તથા સિનિયર સભ્યો સાથે કરી બેઠક. બજેટ સત્ર શરૂ થયા પહેલા વિપક્ષની રણનીતિ પર કરી ચર્ચા. રાજ્યપાલને કોડન કરી ને વિધાનસભા ગૃહમાં લાવવામાં આવ્યા. વિપક્ષે કહ્યું કોડન કરી ને વિધાનસભા રાજ્યપાલને લાવવાની શુ જરૂરિયાત. રાજ્યપાલનું પ્રવચન શરૂ. રાજ્યપાલના પ્રવચનમા જ વિપક્ષનો વિરોધ.
વ્યાજ રાહતની યોજના માટે રૂપિયા 1250 કરોડની જોગવાઇ
ખેડૂતોને ખરીફ, રવી તેમજ ઉનાળું પાક માટે વ્યાજ રાહતની યોજના માટે રૂપિયા 1250 કરોડની જોગવાઇ
મત્સ્યોદ્યોગ પ્રભાગ માટે રૂ. 880 કરોડ રૂપિયાની જોગવાઇ
મત્સ્યોદ્યોગ પ્રભાગ માટે રૂ. 880 કરોડ રૂપિયાની જોગવાઇ
બાગાયત ખેતી
બાગાયત
બાગાયત ખાતાની યોજનાઓ માટે રૂ. 369 કરોડ રૂપિયાની જોગવાઇ. કમલમ્ (ડ્રેગન ફ્રુટ)ના વાવેતર વિસ્તારમાં વધારો થાય તે માટે 10 કરોડ રૂપિયાની જોગવાઈ. મધ ક્રાંતિને વેગ આપવા રાજ્યના 10 હજાર ખેડૂતોને મધ ઉત્પાદનમાં જોડવા 10 કરોડ રૂપિયાની જોગવાઈ
નવી યોજનાની જાહેરાત
ખેડૂતોને રવી તેમજ ઉનાળુ પાક માટે પણ વ્યાજ સહાય મળી રહે તે માટે નવી યોજનાની જાહેરાત. પશુ પાલકો અને માછીમારોને કૃષિ સમકક્ષ ટૂંકી મુદતના ધિરાણ પર વ્યાજ રાહત આપવાની યોજનાની જાહેરાત. બંને ક્ષેત્રોમાં દર વર્ષે અંદાજિત 8થી 10 હગજાર કરોડનું ધિરાણ મેળવી શકાશે.
2 લાખ, 43 હજાર 965 કરોડનું વર્ષ 2022-23 નું બજેટ હશે
2 લાખ, 43 હજાર 965 કરોડનું વર્ષ 2022-23 નું બજેટ હશે