શોધખોળ કરો
Advertisement
ગુજરાત પેટાચૂંટણીઃ ભાજપ પાર્લમેન્ટરી બોર્ડમાં ડાંગ બેઠક પર કોના કોના નામ પર થઈ ચર્ચા? જાણો વિગત
ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં ડાંગ બેઠક માટે ચર્ચા થઈ હતી આ બેઠક પર ત્રણ નામોની પેનલ બની છે. બેટકમાં વિજય પટેલ, બાબુરાવ ચોર્યા અને દશરથ પવારના નામ પર ચર્ચા કરવામાં આવી હતી.
ગાંધીનગરઃ આગામી 3 નવેમ્બરે ગુજરાતમાં આઠ વિધાનસભા બેઠકોની પેટાચૂંટણી યોજાવાની છે. ત્યારે ભાજપ અને કોંગ્રેસમાંથી કોને કોને ટિકિટ આપવામાં આવે છે, તેના પર સૌની નજર મંડાયેલી છે. ગઈ કાલે ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક યોજાઇ હતી. ગઈ કાલે લીંબડી, ગઢડા અને ડાંગ બેઠક પર ચર્ચા કરવામાં આવી હતી. આ સિવાયની પાંચ બેઠકો પર કોંગ્રેસ છોડીના ભાજપમાં જોડાયેલા પાંચ પૂર્વ ધારાસભ્યોને ટિકિટ મળવાની પૂરી શક્યતા છે.
ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં ડાંગ બેઠક માટે ચર્ચા થઈ હતી આ બેઠક પર ત્રણ નામોની પેનલ બની છે. બેટકમાં વિજય પટેલ, બાબુરાવ ચોર્યા અને દશરથ પવારના નામ પર ચર્ચા કરવામાં આવી હતી. વિજય પટેલ 2017માં ઉમેદવાર હતા. તેમજ બાબુરાવ ચોર્યા હાલ જિલ્લા પ્રમુખ છે, તો દશરથ પવાર ડાંગ જીલ્લા મહામંત્રી છે. ભાજપ પ્રવેશ થાય તો મંગળ ગાવીતનો વિકલ્પ પણ ખુલ્લો રખાયો છે.
આમ, ડાંગ બેઠક માટે ભાજપે સંભવિત ઉમેદવારોની પેનલ બનાવી છે, જેમાં મંગળ ગાવિત, વિજય પટેલ, બાબુરાવ ચોર્યા, દશરથ પવાર, રાજેશ ગામીતનો સમાવેશ થાય છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
અમદાવાદ
ક્રિકેટ
દેશ
Advertisement