Gujarat By Poll Result: કૉંંગ્રેસનો સફાયો, વિધાનસભાની તમામ 8 બેઠક પર ભાજપનો ભવ્ય વિજય
વિધાનસભાની આઠ બેઠક પર પેટાચૂંટણીમાં ભાજપે તમામ સીટ પર જીત મેળવી લીધી છે. કૉંગ્રેસેને હારનો સામનો કરવો પડ્યો છે.

Background
ગાંધીનગરઃ ગુજરાતમાં યોજાયેલી આઠ વિધાનસભા બેઠકો માટેની મતગણતરીનો પ્રારંભ થઈ ગયો છે. અત્યારે પોસ્ટલ મતની ગણતરી થઈ રહી છે. ત્યારે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો દ્વારા જીતનો દાવો કરાઈ રહ્યો છે. તેમજ કેટલાક ઉમેદવારો મતગણતરી કેન્દ્રો પર પહોંચી ચૂક્યા છે. અબડાસા, મોરબી, ધારી, ગઢડા, લીંબડી, કરજણ, કપરાડા અને ડાંગ બેઠકો પર મત ગણતરી થઈ રહી છે.
પેટા ચૂંટણીની 8 બેઠકો માટે કુલ 25 ગણતરી મથકો પર મતગણતરી થઈ રહી છે. 7 વિધાનસભા બેઠકો માટે 2 - 2 મતગણતરી મથકો, જ્યારે લીંબડી બેઠક માટે 3 મતગણતરી મથકો છે. વિધાનસભાની આઠેય બેઠક દીઠ એક મતગણતરી મથક પર બેલેટ પેપરની ગણતરી થશે. 8 વિધાનસભા માટે કુલ 97 ટેબલ પર મત ગણતરી હાથ ધરાશે.
દરેક મતદાન મથક પર થર્મલ સ્કેનિંગ, માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સથી મત ગણતરી થશે. ટેબલ દીઠ સોશિયલ ડિસ્ટન્સના કારણે એજન્ટને મુશ્કેલી ન પડે માટે મોનીટર ડિસ્પ્લે મુકાશે. દરેક મતદાન ગણતરી સેન્ટર પર મેડિકલ ટિમ ઉપલબ્ધ હશે. મતગણતરી મથકો ઉપર 320નો સ્ટાફ ઉપસ્થિત રહેશે
ક્યાં કેટલા રાઉન્ડમાં થશે ગણતરી?
અબડાસા 30 રાઉન્ડ, લીંબડી 42 રાઉન્ડ, મોરબી 34 રાઉન્ડ, ધારી 29 રાઉન્ડ, ગઢડા 27 રાઉન્ડ, કપરાડા 27 રાઉન્ડ, કરજણ 28 રાઉન્ડ, ડાંગ 36 રાઉન્ડ
કોની કોની વચ્ચે છે સીધી ટક્કર?
અબડાસા- ભાજપમાંથી પ્રદ્યુમનસિંહ જાડેજા અને કોંગ્રેસમાંથી શાંતિલાલ સેંધાણી
મોરબી- ભાજપમાંથી બ્રિજેશ મેરજા અને કોંગ્રેસમાંથી જયંતિ જયરાજ
લીંબડી- ભાજપમાંથી કિરિટસિંહ રાણા અને કોંગ્રેસમાંથી ચેતન ખાચર
ધારી- ભાજપમાંથી જે.વી. કાકડિયા અને કોંગ્રેસમાંથી સુરેશ કોટડિયા
ગઢડા- ભાજપમાંથી આત્મારામ પરમાર અને કોંગ્રેસમાંથી મોહન સોલંકી
કરજણ- ભાજપમાંથી અક્ષય પટેલ અને કોંગ્રેસમાંથી કિરીટસિંહ જાડેજા
કપરાડા- ભાજપમાંથી જીતુ ચૌધરી અને કોંગ્રેસમાંથી બાબુ વરઠા
ડાંગઃ ભાજપમાંથી વિજય પટેલ અને કોંગ્રેસમાંથી સૂર્યકાંત ગાવિત

