શોધખોળ કરો

ભૂપેન્દ્ર પટેલે CM બન્યાના ત્રીજા જ દિવસે રૂપાણીની નજીકના 4 IAS અધિકારીની CMOમાંથી કરી છુટ્ટી, જાણો તેમના સ્થાને કોણ મૂકાયા ? 

ભુપેન્દ્ર પટેલે સીએમઓમાં 4 મહત્વના અધિકારીઓ બદલ્યા છે. પંકજ જોષી રાજ્યના નવા અધિક મુખ્ય સચિવ બન્યા છે. તો મનોજ કુમાર દાસને આ જગ્યાએથી દૂર કરવામાં આવી છે.  અશ્વિની કુમારના સ્થાને અવંતિકાસિંધ આવ્યા છે.

ગાંધીનગરઃ ગુજરાતના 17મા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ બન્યા છે. તેમણે મુખ્યમંત્રી તરીકે શપથ લીધા પછી તરત જ મુખ્યમંત્રી તરીકેનો ચાર્જ સંભાળી લીધો હતો. હવે શપથ લીધાના ત્રીજા જ દિવસે વિજય રૂપાણીના નજીકના મનાતા 4 અધિકારીઓની સીએમઓમાંથી છૂટ્ટી કરી દીધી છે. જેમની જગ્યાએ ચાર નવા આઇએએસ અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે. 

ભુપેન્દ્ર પટેલે સીએમઓમાં 4 મહત્વના અધિકારીઓ બદલ્યા છે. પંકજ જોષી રાજ્યના નવા અધિક મુખ્ય સચિવ બન્યા છે. તો મનોજ કુમાર દાસને આ જગ્યાએથી દૂર કરવામાં આવી છે.  જ્યારે અશ્વિની કુમારના સ્થાને અવંતિકાસિંધ આવ્યા છે. અવંતિકાસિંધને CMOના સેક્રેટરી બનાવાયા છે. આ સાથે બે આઇએએસ અધિકારીઓને ભુપેન્દ્ર પટેલે પોતાની ઓફિસમાં સ્પેશિયલ ડ્યુટી પર મુક્યા છે. 

આ બે આઇએએસ અધિકારીની વાત કરીએ તો ભરુચના કલેક્ટર એમ.ડી. મોડિયાને સ્પેશિયલ ડ્યુટી આપવામાં આવી છે. જ્યારે કે.એન. શાહની બદલી કરી દેવામાં આવી છે. તેમની જગ્યાએ હવે એમ.ડી. મોડિયા કામગીરી સંભાળશે. આ સિવાય અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશ્નર  એન.એન. દવેને પણ સ્પેશિયલ ડ્યુટી પર મુકાયા છે. તેઓ ડી.એચ. શાહની જગ્યાએ કામ કરશે. 

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નવા મંત્રીમંડળનો આજે શપથવિધી કાર્યક્રમ યોજાય તેવી શક્યતા છે. રાજભવન ખાતે જ્યાં મુખ્યમંત્રીએ શપથ લીધા હતા, ત્યાં જ શપથ લેવાશે. આજે સવારે 10 વાગ્યા સુધીમાં ગાંધીનગર પહોંચી જવા માટે તમામ ધારાસભ્યોને સૂચના આપી દેવામાં આવી છે.

બીજી તરફ નવા મંત્રીમંડળને લઈને સ્વર્ણિમ સંકુલમાં ગતિવિધિ તેજ થઈ ગઈ છે. સ્વર્ણિમ સંકુલમાં મંત્રીઓની ઓફિસો ખાલી કરાવામાં આવી છે. સ્વર્ણિમ સંકુલ -2માં ઓફિસો ખાલી કરાવાઇ છે. નવા મંત્રીઓના શપથ પહેલા કમલમ અથવા પાટીલના નિવાસસ્થાને બેઠક મળશે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તેમના નિવાસસ્થાનેથી નીકળીને ગાંધીનગર પહોંચી ગયા છે. બીજી તરફ પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના નિવાસસ્થાન બહાર સન્નાટો જોવા મળી રહ્યો છે. 

નવા મંત્રીમંડળની રચના જ નીતિન પટેલની રાજકીય કારકિર્દી નક્કી કરશે. ભાજપનું પાટીદાર રાજકારણ નીતિન પટેલનો ભોગ લેશે, તેવી ચર્ચાએ જોર પકડ્યું છે. જો કેબિનેટ મંત્રી બનાવાય તો નીતિન પટેલને જુનિયર મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હાથ નીચે કામ કરવું પડશે. હાલ, તો નીતિન પટેલના નિવસસ્થાન બહાર સન્નાટો જોવા મળી રહ્યો છે. જોકે, તેઓ સાડા દસથી અગિયાર વાગ્યે ગાંધીનગર જવા રવાના થાય તેવી તૈયારી કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે, પરંતુ તેમના નિવાસસ્થાને કોઈ ગતિવિધિ નજરે પડતી નથી. 

સૂત્રો પાસેથી મળતી વિગતો પ્રમાણે, ધારાસભ્યોને તમામ તૈયારીઓ સાથે આવવા માટે સૂચના આપવામાં આવી છે. જે ધારાસભ્યોને મંત્રી બનાવવાના છે, તેમને ફોનથી સૂચના આપવામાં આવશે. જોકે, હજુ સુધી કોઈને ફોન આવ્યા ન હોવાનું પણ સૂત્રો જણાવી રહ્યા છે. એટલું જ નહીં, ગઈ કાલે જ જે મંત્રીઓને પડતા મુકવાને છે, તેમને સૂચના આપી દેવામાં આવી છે. નવા મંત્રીમંડળમાં નો રિપીટ થિયરી અપનાવાય તેવી પૂરી શક્યતા છે. 

એવું પણ જાણવા મળ્યું છે કે, નવા મંત્રીમંડળમાં 25 મંત્રીઓ હોઇ શકે છે તેમજ મંત્રીઓને શપથવિધિ પછી આજે જ ખાતાઓની ફાળવણી થાય તેવી સંભાવનાઓ છે. સૂત્રોના મતે મંત્રીમંડળમાં સરપ્રાઇઝ એલિમેન્ટ જોવા મળી શકે છે. અનુભવી ધારાસભ્યો અને કેટલાક નવા ધારાસભ્યોને પણ સ્થાન મળી શકે છે. 

જેમના મંત્રી તરીકે નામ પાક્કા માનવામાં આવી રહ્યા છે, તેમની વાત કરીએ તો જીતુ વાઘાણી, ગોવિંદ પટેલ, આત્મારામ પરમાર, ડો.નીમાબેન આચાર્ય, દુષ્યંત પટેલ, કિરીટસિંહ રાણા, મોહનભાઈ ઢોડિયા, કેતન ઇનામદાર, ઋષિકેશ પટેલ, શશિકાંત પંડ્યા અને ગોવિંદભાઈ પરમારના નામ મંત્રી તરીકે પાક્કા માનવામાં આવી રહ્યા છે. જોકે, શપથવિધિમાં જ સાચા નામા જાણવા મળશે. 

સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર નવા મંત્રીમંડળને આખરી ઓપ આપવા ભાજપ કાર્યાલય કમલમ પર મોડી રાત સુધી મંત્રણા ચાલી હતી અને મુખ્યમંત્રી ભુપેંદ્ર પટેલના નવા મંત્રીમંડળમાં મોટાપાયે ફેરફાર થાય તેવી શક્યતા છે.  મોટા ભાગના મંત્રીઓના પત્તા કપાય તેવુ નક્કી માનવામાં આવી રહ્યું છે. તો તમામ ધારાસભ્યોને દસ વાગ્યા સુધીમાં ગાંધીનગર પહોંચી જવાની પણ સૂચના આપી દેવામાં આવી છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર નવું મંત્રીમંડળમાં 25થી 26 સભ્યોનું રહી શકે છે. જેમને પડતા મુકવામાં આવ્યાં છે તે પૈકીના પૂર્વ મંત્રીઓને પણ એક બાદ એક બોલાવીને સૂચના આપી દેવામાં આવી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Himachal Pradesh : મનાલીમાં ભારે બરફવર્ષાથી અટલ ટનલમાં ટ્રાફિક જામ, 1000થી વધુ વાહન ફસાયા
Himachal Pradesh : મનાલીમાં ભારે બરફવર્ષાથી અટલ ટનલમાં ટ્રાફિક જામ, 1000થી વધુ વાહન ફસાયા
RRB Recruitment: ભારતીય રેલવેમાં બહાર પડી 32,438 પદો પર ભરતી, આ દિવસે શરૂ થશે અરજીની પ્રક્રિયા
RRB Recruitment: ભારતીય રેલવેમાં બહાર પડી 32,438 પદો પર ભરતી, આ દિવસે શરૂ થશે અરજીની પ્રક્રિયા
Shyam Benegal Death: આર્ટ સિનેમાના જનક  અને ફિલ્મ નિર્માતા શ્યામ બેનેગલનું નિધન, ફિલ્મ જગતમાં શોક 
Shyam Benegal Death: આર્ટ સિનેમાના જનક  અને ફિલ્મ નિર્માતા શ્યામ બેનેગલનું નિધન, ફિલ્મ જગતમાં શોક 
Dawood Ibrahim: દાઉદ ઇબ્રાહિમ પર ભારતની વધુ એક મોટી કાર્યવાહી, EDએ ડૉનના ભાઇનો ફ્લેટ કર્યો સીલ
Dawood Ibrahim: દાઉદ ઇબ્રાહિમ પર ભારતની વધુ એક મોટી કાર્યવાહી, EDએ ડૉનના ભાઇનો ફ્લેટ કર્યો સીલ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Kutch News : કચ્છ જિલ્લામાં શિક્ષકોની બદલીનો વિવાદ વધુ વકર્યોHun To Bolish : હું તો બોલીશ :  ડમ્પરની કેમ બ્રેક ફેઈલ?Hun To Bolish : હું તો બોલીશ : કોણે કોણે ઢીંચ્યો દારૂ?Surat News: સુરતમાં વધુ એક ડિજીટલ એરેસ્ટની ઘટના, વેસુના વૃદ્ધને પોલીસકર્મીની ઓળખ આપી 1.71 કરોડ પડાવ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Himachal Pradesh : મનાલીમાં ભારે બરફવર્ષાથી અટલ ટનલમાં ટ્રાફિક જામ, 1000થી વધુ વાહન ફસાયા
Himachal Pradesh : મનાલીમાં ભારે બરફવર્ષાથી અટલ ટનલમાં ટ્રાફિક જામ, 1000થી વધુ વાહન ફસાયા
RRB Recruitment: ભારતીય રેલવેમાં બહાર પડી 32,438 પદો પર ભરતી, આ દિવસે શરૂ થશે અરજીની પ્રક્રિયા
RRB Recruitment: ભારતીય રેલવેમાં બહાર પડી 32,438 પદો પર ભરતી, આ દિવસે શરૂ થશે અરજીની પ્રક્રિયા
Shyam Benegal Death: આર્ટ સિનેમાના જનક  અને ફિલ્મ નિર્માતા શ્યામ બેનેગલનું નિધન, ફિલ્મ જગતમાં શોક 
Shyam Benegal Death: આર્ટ સિનેમાના જનક  અને ફિલ્મ નિર્માતા શ્યામ બેનેગલનું નિધન, ફિલ્મ જગતમાં શોક 
Dawood Ibrahim: દાઉદ ઇબ્રાહિમ પર ભારતની વધુ એક મોટી કાર્યવાહી, EDએ ડૉનના ભાઇનો ફ્લેટ કર્યો સીલ
Dawood Ibrahim: દાઉદ ઇબ્રાહિમ પર ભારતની વધુ એક મોટી કાર્યવાહી, EDએ ડૉનના ભાઇનો ફ્લેટ કર્યો સીલ
અલ્લૂ અર્જુન વિરુદ્ધ હૈદરાબાદ પોલીસે જાહેર કરી નોટિસ, આજે 11 વાગ્યે પૂછપરછ માટે બોલાવ્યો
અલ્લૂ અર્જુન વિરુદ્ધ હૈદરાબાદ પોલીસે જાહેર કરી નોટિસ, આજે 11 વાગ્યે પૂછપરછ માટે બોલાવ્યો
ભરૂચ દુષ્કર્મ કેસ: ગુજરાતની ‘નિર્ભયા’નું મોત, આરોપીએ બાળકીના ગુપ્તાંગમાં સળિયો નાખી ક્રૂરતાની તમામ હદો વટાવી દીધી હતી
ભરૂચ દુષ્કર્મ કેસ: ગુજરાતની ‘નિર્ભયા’નું મોત, આરોપીએ બાળકીના ગુપ્તાંગમાં સળિયો નાખી ક્રૂરતાની તમામ હદો વટાવી દીધી હતી
કેન્દ્રએ RTE નિયમોમાં સુધારો કર્યો, ધોરણ 5 અને 8 ના વિદ્યાર્થીઓ પર થશે મોટી અસર
કેન્દ્રએ RTE નિયમોમાં સુધારો કર્યો, ધોરણ 5 અને 8 ના વિદ્યાર્થીઓ પર થશે મોટી અસર
Vinod Kambli Health Update: ફરી એકવાર વિનોદ કાંબલીની તબિયત બગડી, હોસ્પિટલમાં દાખલ
Vinod Kambli Health Update: ફરી એકવાર વિનોદ કાંબલીની તબિયત બગડી, હોસ્પિટલમાં દાખલ
Embed widget