શોધખોળ કરો

ગુજરાતનાં ક્લાસ-2 અધિકારીનો કોરોનાએ લીધો ભોગ, 7 મહિનાનો હતો ગર્ભ, દીકરીઓ પર લખેલું પુસ્તક, રૂપાણીએ કરેલું વિમોચન

શ્વેતાબેનના નિધનથી તેમના પરિવાર અને લેખકોમાં ઊંડા દુઃખની લાગણી ફરી વળી છે. શ્વેતાબેનને 7 મહિનાનો ગર્ભ પણ હતો. લેખક શ્વેતાબેન મહેતાએ દીકરીઓ માટે ખીલતી કળી ને વ્હાલ પુસ્તક લખ્યું હતું. 

ગાંધીનગરઃ નાણાં વિભાગમાં ફરજ બજાવતા કલાસ-2 અધિકારી શ્વેતાબેન મહેતાનું કોરોનાને લીધે નિધન થતાં અરેરાટી વ્યાપી ગઈ છે. શ્વેતાબેનના નિધનથી તેમના પરિવાર અને લેખકોમાં ઊંડા દુઃખની લાગણી ફરી વળી છે. શ્વેતાબેનને 7 મહિનાનો ગર્ભ પણ હતો. લેખક શ્વેતાબેન મહેતાએ દીકરીઓ માટે ખીલતી કળી ને વ્હાલ પુસ્તક લખ્યું હતું. 

આ પુસ્તક નાની વયની દીકરીઓ માટે ખૂબ જ ઉપયોગી રહ્યું હતું. પુસ્તકનું વિમોચન રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કર્યું હતું. આ સિવાય પણ કોરોનાએ વધુ એક સરકારી કર્મચારીનો ભોગ લીધો છે. સામાન્ય વહીવટ વિભાગના સેક્શન ઓફિસરનું કોરોના સંક્રમણમાં મૃત્યુ થયું છે. કોરોનાની સારવાર દરમિયાન મૃત્યુ થયું છે. 

ગાંધીનગરઃ  રાજ્યમાં કોરોના સંક્રમણમાં  થોડો ઘટાડો થઈ રહ્યો છે.  ગઈકાલ કરતા આજના કેસ ઓછા નોંધાયા છે.  કોરોના વાયરસ (Coronavirus)ના કેસ છેલ્લા બે દિવસથી ઓછા  નોંધાઈ રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં  2252 નવા કેસ નોંધાયા હતા. જ્યારે વધુ 8 લોકોના કોરોના (Corona)  સંક્રમણથી મૃત્યુ થયાં હતા. આજે રાજ્યમાં 1731 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.  

રાજ્યમાં અત્યાર સુધી 2,86,577  લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે.  ચિંતાજનક વાત એ છે કે રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)નો આંકડો 12 હજારને પાર પહોંચ્યો છે. રાજ્યમાં એક્ટિવ કેસ 12041 પર પહોંચ્યા છે. જેમાંથી 149 લોકો વેન્ટિલેટર પર અને 11892 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 94.54 ટકા પર પહોંચ્યો છે. 

કોરોનાથી ક્યાં કેટલા મોત થયા ?

આજે અમદાવાદ કોર્પોરેશન(AMC)માં 3,  સુરત કોર્પોરેશન(SMC)માં 3, પંચમહાલ 1 અને રાજકોટ કોર્પોરેશનમાં 1 મોત સાથે કુલ 8  લોકોના મોત થયા હતા. રાજ્યમાં અત્યાર સુધી કુલ 4500 લોકોના કોરોનાથી મોત થયા છે. 

આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 8 લોકોનાં મૃત્યુ થયા છે. રાજ્યમા આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા 1731 છે. ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 2,86,577  છે. રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 11528 છે.

ક્યાં કેટલા કેસ નોંધાયા  ?

સુરત કોર્પોરેશનમાં 603, અમદાવાદ કોર્પોરેશનમાં 602, વડોદરા કોર્પોરેશનમાં 201 , રાજકોટ  કોર્પોરેશનમાં 198, સુરત 74, રાજકોટ 44,   ભાવનગર કોર્પોરેશન-36,  વડોદરા 35, મહેસાણા 31, ખેડા 27, નર્મદા 26,  જામનગર કોર્પોરેશન 25, મોરબી 25, પંચમહાલ 25, ગાંધીનગર કોર્પોરેશન 24, ભરૂચ 21, દાહોદ 21, ગાંધીનગર 20, અમરેલી 19, કચ્છ 18, મહીસાગર 17, આણંદ 16, સાબરકાંઠા 15, વલસાડ 14, સુરેન્દ્રનગર 13, પાટણ 12, અમદાવાદ 10, અરવલ્લી 9, ભાવનગર 9, જૂનાગઢ કોર્પોરેશન 9, ગીર સોમનાથ અને જામનગરમાં 8-8  કેસ નોંધાયા હતા.  

કેટલા લોકો ડિસ્ચાર્જ થયા ?

આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 8 લોકોનાં મૃત્યુ થયા છે. રાજ્યમા આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા 1731 છે. ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 2,86,577  છે. 

સુરત કોર્પોરેશનમાં 503,  અમદાવાદ કોર્પોરેશનમાં 577, વડોદરા કોર્પોરેશનમાં 137 , રાજકોટ  કોર્પોરેશનમાં 115, સુરત 105, રાજકોટ 21,   ભાવનગર કોર્પોરેશન-18,  વડોદરા 14, મહેસાણા 7, ખેડા 22, નર્મદા 18,  જામનગર કોર્પોરેશન 22, મોરબી 11 લોકો ડિસ્ચાર્જ થયા છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

મહારાષ્ટ્રને આજે મળશે નવા મુખ્યમંત્રી, બે ડિપ્ટી સીએમ પણ લેશે શપથ, PM રહેશે હાજર
મહારાષ્ટ્રને આજે મળશે નવા મુખ્યમંત્રી, બે ડિપ્ટી સીએમ પણ લેશે શપથ, PM રહેશે હાજર
Pushpa 2 Premiere: 'પુષ્પા 2'ના પ્રીમિયરમાં મચી નાસભાગ, એક મહિલાનું મોત, અલ્લૂ અર્જુનને જોવા બેકાબૂ થઇ ભીડ
Pushpa 2 Premiere: 'પુષ્પા 2'ના પ્રીમિયરમાં મચી નાસભાગ, એક મહિલાનું મોત, અલ્લૂ અર્જુનને જોવા બેકાબૂ થઇ ભીડ
સુરત સહિત દેશભરના હીરા ઉદ્યોગ માટે રાહતના સમાચાર, કાચા હીરાના ભાવમાં કર્યો આટલો ઘટાડો
સુરત સહિત દેશભરના હીરા ઉદ્યોગ માટે રાહતના સમાચાર, કાચા હીરાના ભાવમાં કર્યો આટલો ઘટાડો
IND vs PAK Final: ભારતે હોકી એશિયા કપની ફાઈનલમાં પાકિસ્તાનને ધૂળ ચટાડી ટાઈટલ જીત્યું
IND vs PAK Final: ભારતે હોકી એશિયા કપની ફાઈનલમાં પાકિસ્તાનને ધૂળ ચટાડી ટાઈટલ જીત્યું
Advertisement
ABP Premium

વિડિઓઝ

Banaskantha : મહાઠગ નિરંજન શ્રીમાળી સામે નોંધાઈ ફરિયાદ, એબીપી અસ્મિતાના અહેવાલની અસરHun To Bolish : હું તો બોલીશ : ખ્યાતિકાંડમાં ફિક્સિંગ કોનું?Hun To Bolish : હું તો બોલીશ : શિક્ષક કે ગઠિયા?Jamnagar Demolition: કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો! જામનગરમાં ફરી વળ્યું દાદાનું બુલડોઝર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મહારાષ્ટ્રને આજે મળશે નવા મુખ્યમંત્રી, બે ડિપ્ટી સીએમ પણ લેશે શપથ, PM રહેશે હાજર
મહારાષ્ટ્રને આજે મળશે નવા મુખ્યમંત્રી, બે ડિપ્ટી સીએમ પણ લેશે શપથ, PM રહેશે હાજર
Pushpa 2 Premiere: 'પુષ્પા 2'ના પ્રીમિયરમાં મચી નાસભાગ, એક મહિલાનું મોત, અલ્લૂ અર્જુનને જોવા બેકાબૂ થઇ ભીડ
Pushpa 2 Premiere: 'પુષ્પા 2'ના પ્રીમિયરમાં મચી નાસભાગ, એક મહિલાનું મોત, અલ્લૂ અર્જુનને જોવા બેકાબૂ થઇ ભીડ
સુરત સહિત દેશભરના હીરા ઉદ્યોગ માટે રાહતના સમાચાર, કાચા હીરાના ભાવમાં કર્યો આટલો ઘટાડો
સુરત સહિત દેશભરના હીરા ઉદ્યોગ માટે રાહતના સમાચાર, કાચા હીરાના ભાવમાં કર્યો આટલો ઘટાડો
IND vs PAK Final: ભારતે હોકી એશિયા કપની ફાઈનલમાં પાકિસ્તાનને ધૂળ ચટાડી ટાઈટલ જીત્યું
IND vs PAK Final: ભારતે હોકી એશિયા કપની ફાઈનલમાં પાકિસ્તાનને ધૂળ ચટાડી ટાઈટલ જીત્યું
Pushpa 2: રીલિઝ થતા જ HD પ્રિન્ટમાં ઓનલાઇન લીક થઇ 'પુષ્પા 2', મેકર્સને થઇ શકે છે કરોડોનું નુકસાન
Pushpa 2: રીલિઝ થતા જ HD પ્રિન્ટમાં ઓનલાઇન લીક થઇ 'પુષ્પા 2', મેકર્સને થઇ શકે છે કરોડોનું નુકસાન
France: ફ્રાન્સમાં ત્રણ મહિનામાં જ પડી ગઇ મિશેલ બાર્નિયરની સરકાર, સંસદમાં અવિશ્વાસ પ્રસ્તાવ પાસ
France: ફ્રાન્સમાં ત્રણ મહિનામાં જ પડી ગઇ મિશેલ બાર્નિયરની સરકાર, સંસદમાં અવિશ્વાસ પ્રસ્તાવ પાસ
'જેલમાં જવા ના માંગતી હોય તો મારી સાથે...', કહીને મહિલાને રૂમમાં લઇ ગયો પોલીસ અધિકારી, કરવા લાગ્યો બળજબરી
'જેલમાં જવા ના માંગતી હોય તો મારી સાથે...', કહીને મહિલાને રૂમમાં લઇ ગયો પોલીસ અધિકારી, કરવા લાગ્યો બળજબરી
winter: મટન કે ચિકન, શિયાળામાં શું ખાવું વધુ ફાયદાકારક છે?
winter: મટન કે ચિકન, શિયાળામાં શું ખાવું વધુ ફાયદાકારક છે?
Embed widget