શોધખોળ કરો

વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં વધુ એક મોટા ભંગાણની શક્યતા, કયા ધારાસભ્ય જોડાઇ શકે છે ભાજપમાં?

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં વધુ એકવાર મોટું ભંગાણ થઈ શકે છે.  કોંગ્રેસના ધારાસભ્ય ભાજપમાં જોડાઈ શકે છે. અશ્વિન કોટવાલ ભાજપમાં જોડાઈ શકે છે.

અમદાવાદઃ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં વધુ એકવાર મોટું ભંગાણ થઈ શકે છે.  કોંગ્રેસના ધારાસભ્ય ભાજપમાં જોડાઈ શકે છે. અશ્વિન કોટવાલ ભાજપમાં જોડાઈ શકે છે. અશ્વિન કોટવાલ ખેડબ્રહ્માના ધારાસભ્ય છેય છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસથી નારાજ છે. વિધાનસભાના વિપક્ષના નેતા ના બનાવતા કોટવાલ નારાજ છે. કોટવાલ છેલ્લા ઘણા સમયથી ગૃહમાં પણ ગેરહાજર રહ્યા છે. છેલ્લા 2 દિવસથી કોટવાલ કોંગ્રેસના નેતાઓના ફોન નથી ઉપાડી રહ્યા.

કોંગ્રેસના દિગ્ગજ નેતા ભરતસિંહ સોલંકી દિલ્લી પહોંચ્યા છે. હાઈકમાન્ડ સાથે મુલાકાત કરી શકે છે. તેઓ હાઈ કમાન્ડ સાથેની મુલાકાતમાં નરેશ પટેલને કોંગ્રેસમાં જોડવા મુદ્દે અને પ્રશાંત કિશોર અંગે પણ કરશે ચર્ચા. પરંતુ ભરતસિંહે દિલ્લીની મુલાકાતને તેમણે ઔપચારિક મુલાકાત ગણાવી છે. 

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને લઈ કૉંગ્રેસ હાઈકમાન્ડ સતત નવી નિમણૂકો કરી રહ્યું છે. ત્યારે આજે કૉંગ્રેસ પ્રમુખે ગુજરાતામાં વધુ ચાર ઈન્ચાર્જ પ્રભારીની નિયુક્તિ કરી છે.  કૉંગ્રેસે વધુ ચાર ઈન્ચાર્જ પ્રભારીની નિમણૂંક કરી છે તેમાં ઉમંગ સિંઘાર, વિરેંદ્રસિંહ, રામ કિશન અને બી.એમ.સંદિપને જવાબદારી સોંપવામાં આવી છે. 

વિધાનસભાની ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસે નવા સંગઠન માળખાની  કરી હતી જાહેરાત
ગુજરાત કોંગ્રેસે ગુરુવારે તેના સંગઠનની યાદી જાહેર કરી હતી. જેમા ઉપપ્રમુખ અને મહામંત્રીની યાદી જાહેર કરવામાં આવી છે. ગુજરાતમાં 25 ઉપાધ્યક્ષ, 75 મહામંત્રી અને 5 પ્રોટોકોલ મંત્રીની જાહેરાત કરાઈ છે. અમદાવાદ શહેર પ્રમુખ તરીકે નીરવ બક્ષીના નામની જાહેરાત કરાઈ હતી.   ચૂંટણીના વર્ષમાં વિરોધ પક્ષે તમામ જિલ્લા અને નગરોમાં પાયા મજબૂત કરવા હોય તેમ જથ્થાબંધ ઉપપ્રમુખો, મહામંત્રીઓની નિમણુંક કરી દીધી છે.

કેન્દ્રીય મોવડી મંડળ દ્વારા પ્રદેશ સંગઠન માળખાનું લીસ્ટ જાહેર કરવામાં આવ્યું હતું. 75 મંત્રી તથા 25 ઉપપ્રમુખના નામો જાહેર કરવામાં આવ્યા હતા. રાજકોટના અર્ધો ડઝન આગેવાનોએ પ્રદેશમાં સ્થાન આપવામાં આવ્યું છે. સૌરાષ્ટ્રમાંથી પણ અનેક નિમણુંક કરવામાં આવી છે.

પ્રદેશ કોંગ્રેસના સુત્રોએ કહ્યું કે, વિધાનસભાની ચૂંટણીને લક્ષમાં રાખીને જ જમ્બો સંગઠન ઘડવામાં આવ્યું છે. જ્ઞાતિવાદી ફેક્ટરથી માંડીને તમામ ક્ષેત્રો-જિલ્લાઓને પ્રતિનિધિત્વ મળે તેની તકેદારી રાખવામાં આવી છે. જો કે, એક નેતાએ એવો ગર્ભિત ઇશારો કર્યો છે કે, પાર્ટીદ્વારા સંગઠનમાં હોય તેને વિધાનસભાની ટીકીટ નહીં આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. પ્રદેશ સંગઠનમાં 100 નેતાઓને સામેલ કરવામાં આવ્યા છે તે સંજોગોમાં સંગઠનમાં નામ ધરાવતા આગેવાનોની ચૂંટણી ટીકીટ મેળવવાની ઇચ્છા પર પાણી ફરે વળે તેવી શક્યતાનો ઇન્કાર થઇ શકતો નથી. આ મામલે સંગઠનમાં સ્થાન પામેલા હોદેદારોમાં ગણગણાટ શરુ થયો છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain Forecast:  ગુજરાતના આ ત્રણ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી, હવામાન વિભાગનું એલર્ટ
Gujarat Rain Forecast: ગુજરાતના આ ત્રણ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી, હવામાન વિભાગનું એલર્ટ
Victory Parade: મુંબઇમાં નીકળશે ટીમ ઇન્ડિયાનું વિજયી સરઘસ, આ રસ્તાઓ રહેશે બંધ, ટ્રાફિક પોલીસનું એલર્ટ
Victory Parade: મુંબઇમાં નીકળશે ટીમ ઇન્ડિયાનું વિજયી સરઘસ, આ રસ્તાઓ રહેશે બંધ, ટ્રાફિક પોલીસનું એલર્ટ
ક્યાંક પુર તો ક્યાંક કડાકા ભડાકા સાથે ભારેથી અતિભારે વરસાદ પડશેઃ અંબાલાલ પટેલની આગાહી
ક્યાંક પુર તો ક્યાંક કડાકા ભડાકા સાથે ભારેથી અતિભારે વરસાદ પડશેઃ અંબાલાલ પટેલની આગાહી
ખાલી પેટ લીંબુના પાણી સાથે ચિયા સીડ્સ મિક્સ કરીને પીઓ, અઠવાડિયામાં શરીરમાં દેખાવા લાગશે ફેરફાર
ખાલી પેટ લીંબુના પાણી સાથે ચિયા સીડ્સ મિક્સ કરીને પીઓ, અઠવાડિયામાં શરીરમાં દેખાવા લાગશે ફેરફાર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Banaskantha | ખેતરમાં પાળ તૂટી જતા ખેડૂતો જાતે ચાલુ વરસાદે આડા પડી ગયા અને બનાવ્યો પાળોMehsana Rain| કડીમાં ખાબક્યો બે કલાકમાં સવા બે ઈંચ વરસાદ, જુઓ વીડિયોમાંPorbandar| બે વર્ષ પહેલા બનાવાયેલી સરોવરની પાળ તૂટતા થયા આવા હાલ, જુઓ વીડિયોમાંBanasakantha Rain | પાલનપુરમાં ખાબક્યો ધોધમાર વરસાદ, જુઓ કેવા ભરાયા પાણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast:  ગુજરાતના આ ત્રણ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી, હવામાન વિભાગનું એલર્ટ
Gujarat Rain Forecast: ગુજરાતના આ ત્રણ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી, હવામાન વિભાગનું એલર્ટ
Victory Parade: મુંબઇમાં નીકળશે ટીમ ઇન્ડિયાનું વિજયી સરઘસ, આ રસ્તાઓ રહેશે બંધ, ટ્રાફિક પોલીસનું એલર્ટ
Victory Parade: મુંબઇમાં નીકળશે ટીમ ઇન્ડિયાનું વિજયી સરઘસ, આ રસ્તાઓ રહેશે બંધ, ટ્રાફિક પોલીસનું એલર્ટ
ક્યાંક પુર તો ક્યાંક કડાકા ભડાકા સાથે ભારેથી અતિભારે વરસાદ પડશેઃ અંબાલાલ પટેલની આગાહી
ક્યાંક પુર તો ક્યાંક કડાકા ભડાકા સાથે ભારેથી અતિભારે વરસાદ પડશેઃ અંબાલાલ પટેલની આગાહી
ખાલી પેટ લીંબુના પાણી સાથે ચિયા સીડ્સ મિક્સ કરીને પીઓ, અઠવાડિયામાં શરીરમાં દેખાવા લાગશે ફેરફાર
ખાલી પેટ લીંબુના પાણી સાથે ચિયા સીડ્સ મિક્સ કરીને પીઓ, અઠવાડિયામાં શરીરમાં દેખાવા લાગશે ફેરફાર
24,700 શિક્ષકોની ભરતીમાં TET 1 અને TET 2 ઉમેદવારો માટે મહત્વપૂર્ણ નિર્ણય, પ્રમાણપત્ર માન્યતા અંગે આ છે નિયમ?
24,700 શિક્ષકોની ભરતીમાં TET 1 અને TET 2 ઉમેદવારો માટે મહત્વપૂર્ણ નિર્ણય, પ્રમાણપત્ર માન્યતા અંગે આ છે નિયમ?
હાથરસના બાબાની કાળી કરતૂતઃ ઢોંગી, દારૂની લત અને આશ્રમમાં 16-17 વર્ષની છોકરીઓ બોલાવીને.....
હાથરસના બાબાની કાળી કરતૂતઃ ઢોંગી, દારૂની લત અને આશ્રમમાં 16-17 વર્ષની છોકરીઓ બોલાવીને.....
Team India Welcome: ઇન્દ્રદેવતાએ કર્યુ વર્લ્ડ ચેમ્પિયનનું સ્વાગત, ટીમ ઇન્ડિયા પર વરસાવ્યા આશીર્વાદ, જુઓ આપણા સ્ટારની પહેલી ઝલક
Team India Welcome: ઇન્દ્રદેવતાએ કર્યુ વર્લ્ડ ચેમ્પિયનનું સ્વાગત, ટીમ ઇન્ડિયા પર વરસાવ્યા આશીર્વાદ, જુઓ આપણા સ્ટારની પહેલી ઝલક
Rain: પ્રથમ વરસાદમાં જ ધરોઇ ડેમની જળસપાટી વધી, પાણીની આવક 600.67 ફૂટ સુધી પહોંચી, તસવીર
Rain: પ્રથમ વરસાદમાં જ ધરોઇ ડેમની જળસપાટી વધી, પાણીની આવક 600.67 ફૂટ સુધી પહોંચી, તસવીર
Embed widget