શોધખોળ કરો
Advertisement
ગુજરાતમાં ભાજપના આ નેતા પક્ષપલટામાં સૌને ટપી ગયા, 12 કલાકમાં તો 3 પક્ષ બદલી દીધા, જાણો વિગત
બારડોલી તાલુકા પંચાયતની 22 બેઠકો માટે ઉમેદવારોની ભાજપે જાહેરાત કરી તેમાં નો રીપીટ ફોર્મ્યુલા અપનાવી હતી. ભાજપે તમામ સીટ પર નવા ચહેરાને ટિકિટ અપાતાં ભાજપના જૂના કાર્યકરો ભારે નારાજગી ફેલાઈ હતી.
ગાંધીનગરઃ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવતાં જ પક્ષપલટાની પ્રવૃત્તિમાં ગતિ આવી છે પણ દક્ષિણ ગુજરાતના રમણભાઈ હળપતિ સૌને ટપી ગયા છે. હળપતિએ 12 કલાકમાં તો ત્રણ પક્ષ બદલી નાંખ્યા છે.
બારડોલી તાલુકા પંચાયતની 22 બેઠકો માટે ઉમેદવારોની ભાજપે જાહેરાત કરી તેમાં નો રીપીટ ફોર્મ્યુલા અપનાવી હતી. ભાજપે તમામ સીટ પર નવા ચહેરાને ટિકિટ અપાતાં ભાજપના જૂના કાર્યકરો ભારે નારાજગી ફેલાઈ હતી. બારડોલી તાલુકા પંચાયતની ન્યાય સમિતિના ભૂતપૂર્વ અધ્યક્ષ રમણભાઈ હળપતિ પણ નારાજ હતા ને તેમણે પાર્ટી સામે રોષ વ્યક્ત કરી ટિકિટોન જાહેરાતના કલાકોમા જ ભાજપ છોડીને કોંગ્રેસનો પાલવ પકડ્યો હતો.
હળપતિએ રાત્રે જ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ આનંદભાઈ ચૌધરીના હાથે કોંગ્રેસનો ખેસ ધારણ કરી ભાજપને અલવિદા કરી દીધી હતી. જો કે માત્ર 12 કલાકમાં જ ગુલાટં લગાવીને વહેલી સવારે હળપતિએ ફરી કેબિનેટ મંત્રી ઈશ્વરભાઈ પરમારના હસ્તે ભાજપનો ખેશ પહેરી ઘર વાપસી કરી હતી. હળપતિએ 12 કલાકમાં જ ભાજપ, કોંગ્રેસ ને પાછા ભાજપ એમ ત્રણ પક્ષ બદલી નાખ્યા છે.
હળપતિઓ દાવો કર્યો છે કે, મારી ટિકિટ ફાઇનલ ન થતાં આક્રોશમાં આવી હું ભાજપ સાથે છેડો ફાડી કોંગ્રેસમાં જોડાયો હતો પરંતુ મારી ભૂલ થઈ હોવાનો અહેસાસ થતાં બીજે જ દિવસે સવારે ભાજપમાં ઘર વાપસી કરી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
અમદાવાદ
દુનિયા
Advertisement