શોધખોળ કરો
ખેડૂતો માટે ખુશીના સમાચાર: ખેડૂતોને લઈ ગુજરાત સરકારે શું કરી મોટી જાહેરાત? જાણો
આજે ગુજરાત સરકારે ખેડૂતોને લઈને મહત્વની જાહેરાત કરી હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કિસાન સહાય યોજના જાહેર કરી હતી.

આજે ગુજરાત સરકારે ખેડૂતોને લઈને મહત્વની જાહેરાત કરી હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કિસાન સહાય યોજના જાહેર કરી હતી. આ યોજનાનો લાભ તમામ ખેડૂતોને મળશે. યોજના ખરીફ પાક પૂરતી હશે અને જે 4 હેક્ટર સુધી લાગુ પડશે. આ યોજનામાં દુકાળ, અતિવૃષ્ટિ અને માવઠાંને આવરી લેવામાં આવ્યો છે. જે ખેડૂતને 33 ટકાથી 60 ટકા સુધીનું નુકસાન થયું હશે તો હેક્ટર દીઠ 20 હજાર રૂપિયા અને 60 ટકાથી વધુ નુકસાન હશે તો 25 હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે. - ખરીફ ઋતુમાં થયેલા પાક નુકસાન 33%થી 60% માટે રૂપિયા 20 હજાર પ્રતિ હેક્ટર માટે વધુમાં વધુ 4 હેક્ટરની મર્યાદામાં મળવાપાત્ર થશે. - ખરીફ ઋતુમાં થયેલા પાક નુકસાન 60%થી વધુ નુકશાન માટે રૂપિયા 25 હજાર પ્રતિ હેક્ટર માટે વધુમાં વધુ 4 હેક્ટરની મર્યાદામાં મળવાપાત્ર થશે. 1) અનાવૃષ્ટિ (દુષ્કાળ): જો તાલુકામાં ચાલુ સિઝનનો 10 ઈંચથી ઓછો વરસાદ નોંધાય હોય અથવા રાજ્યમાં ચોમાસું શરૂ થાય ત્યાંથી 31 ઓગસ્ટ સુધીના સમયગાળામાં બે વરસાદ વચ્ચે 28 દિવસ વરસાદ ન પડ્યો હોય એટલે કે સતત શૂન્ય વરસાદ હોય અને ખેતીના વાવેતર થયેલા પાકને નુકસાન થયો હોય તેને અનાવૃષ્ટિનું જોખમ ગણવામાં આવશે. 2) અતિવૃષ્ટિ: તાલુકાને યુનિટ ગણી અતિવૃષ્ટિના પ્રસંગો જેવા કે વાદળ ફાટવું, સતત ભારે વરસાદ કે જેમાં દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ માટે 48 કલાકમાં 35 ઈંચ કે તેથી વધુ અને તે સિવાયના તમામ જિલ્લાઓમાં 48 કલાકમાં 25 ઈંચ કે તેથી વધુ વરસાદ મહેસુલી તાલુકાના રેઈન ગેજ મુજબ નોંધાયેલો હોય અને ખેતીના વાવેતર કરેલા ઊભા પાકમાં થયેલા નુકસાનને અતિવૃષ્ટિનું જોખમ ગણવામાં આવશે. 3) કમોસમી વરસાદ: 15 ઓક્ટોબરથી 15 નવેમ્બર સુધીમાં મહેસુલી તાલુકાના રેRન ગેજમાં સળંગ 48 કલાકમાં 50 મીમીથી વધુ વરસાદ પડે અને ખેતીના પાકને ખેતરમાં નુકસાન થાય તો તે કમોસમી વરસાદનું જોખમ ગણવામાં આવશે.
વધુ વાંચો





















