શોધખોળ કરો

GCMMF અને જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘમાં વધુ પારદર્શિતા લાવવા ગુજરાત સરકારનો મોટો નિર્ણય

Gandhinagar: સંસ્થાના કુલ સભાસદો, નોંધાયેલી મંડળીઓ, દૂધ ખરીદ કેન્દ્રો, વાર્ષિક સાધારણ સભા અને તેમાં થયેલા ઠરાવની સંખ્યા સહિત અનેક વિગતો મેળવી શકાશે

ગાંધીનગર: રાજ્ય સરકાર દ્વારા ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન-GCMMF અને જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘમાં વધુ પારદર્શિતા લાવવા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે, જે અંતર્ગત વહીવટી-નાણાકીય હિસાબ તપાસણીના ઓડિટ, વર્ષ ૨૦૨૪-૨૫થી નવા નિયત કરેલા નમૂના મુજબ કરવામાં આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં સાતત્યતા, પારદર્શિતા તેમજ સંસ્થાઓની સાચી વહીવટી અને નાણાકીય પરિસ્થિતિનો અંદાજ મેળવી શકાય તે હેતુથી રાજયના ફેડરેશન-દૂધ ઉત્પાદક સંઘના વર્ષ ૨૦૨૪-૨૫ના ઓડિટ માટે નવીન નમૂના નિયત કરવામાં આવ્યા છે, તેમ સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું હતું.

નિરીક્ષણ અને અન્વેષણ સમિતિની મળેલી ૪૧મી બેઠક અંગેની વિગતો આપતા સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે, અત્યારસુધીમાં ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન અને જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘનું ઓડિટ વર્ષ ૧૯૮૩ના ઓડિટ મેન્યુઅલ મુજબ કરવામાં આવતું હતું. છેલ્લા ૪૨ વર્ષ દરમિયાન આ ફેડરેશન-દૂધ ઉત્પાદક સંઘના ટર્ન ઓવરમાં સતત વધારો થતાં તેમજ અન્ય વહીવટી કારણોસર નિયત નમૂનામાં ફેરફાર કરવા અતિ આવશ્યક જણાતાં, ખાતાના નિવૃત્ત અધિકારીઓ અને સી.એ ફર્મના સૂચનો મેળવી વહીવટી અને નાણાકીય હિસાબ તપાસણી યાદીના નવીન નમૂના તૈયાર કરવામાં આવ્યા છે. 

મંત્રીએ જણાવ્યું હતું કે, આ ફેડરેશન-દૂધ ઉત્પાદક સંઘના ઓડિટ માટે હિસાબી તપાસણી યાદીના નવીન નમૂના લાગુ કરવાથી ફેડરેશન-દૂધ ઉત્પાદક સંઘ તેમજ સભાસદોને અનેક ફાયદા થશે જેમ કે, આ દૂધ ઉત્પાદક સંઘમાં કુલ સભાસદો તેમજ નોંધાયેલ મંડળી પૈકી સભાસદ તથા બિન-સભાસદ મંડળીઓની વિગતો, દૂધ ખરીદ કેન્દ્રો, સૂચિત મંડળીઓ, વ્યવસ્થાપક કમિટીની ચૂંટણીલક્ષી વિગતો, વાર્ષિક સાધારણ સભા અને તેમાં થયેલા ઠરાવની સંખ્યા, ભરતી તેમજ ગત વર્ષના ઓડિટરશ્રી અને નાણાકીય ઓડિટરશ્રીની વિગતો મળી રહેશે.

આ ઉપરાંત ફેડરેશન-દૂધ ઉત્પાદક સંઘની પ્રોજેક્ટ પોલીસી તેમજ સંસ્થાના તમામ મકાન, મશીનરી, વાહનો, માલસામાનનો સ્ટોક, રોકડ રકમના વીમા, સંસ્થામાં ફેડરેશનનું આયોજન અને ઉત્પાદન અંગેની વિગતો, દૂધની આવક તથા તેનું મેળવણું-રિકન્સીલેશન, દૂધ અને દૂધની બનાવટોના ઉત્પાદન, વેચાણ, કુલ દૂધ નિકાલમાં આવતી ઘટ અંગેની વિગતો પણ મળી રહેશે. 

મંત્રીશ્રી વધુમાં જણાવ્યું હતું કે, ફેડરેશન-દૂધ ઉત્પાદક સંઘના હિસાબ તપાસણી યાદીના નવીન નમૂનાની મદદથી સંસ્થાના પ્લાન્ટ અને તેના ઉપયોગ, લેબર કોન્ટ્રાક્ટના કરાર, સંસ્થામાં થતા ટ્રાન્સપોર્ટ કરાર, દૂધ સિવાયના ખર્ચ-ખરીદીના રૂ. પાંચ લાખની ઉપરના કરાર, સ્થાયી મિલકત, અમલીકરણ થતાં પ્રોજેક્ટ, સંસ્થા દ્વારા અને સંસ્થા ઉપર થયેલ તમામ કોર્ટ કેસ અંગેની અદ્યતન વિગતો તેમજ સંસ્થાના સરવૈયા અને નફા નુકસાન ખાતાના ગુણોત્તરો અંગેની તમામ વિગતો મેળવી શકાશે, તેમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.  

અત્રે ઉલ્લેખનીય છે કે, સહકાર વિભાગની મુખ્ય કામગીરી ગુજરાત રાજય સહકારી મંડળી અધિનિયમ-૧૯૬૧ મુજબ સહકારી સંસ્થાઓના નિયમનકાર-Regulatory Authorityની છે. જે મુજબ નવીન ઓડિટ રિપોર્ટથી ગુજરાતના દૂધ સહકારી સંઘોના ઓડિટમાં પારદર્શિતા અને ચોકસાઇ વધશે, જે રાજયના પશુપાલકોના હિતમાં અતિ મહત્વનું સાબિત થશે. રાજયના તમામ સહકારી દૂધ સંઘો તથા ગુજરાત રાજય મિલ્ક માર્કેટિંગ ફેડરેશન દ્વારા નવીન ઓડિટ રિપોર્ટનો સ્વિકાર કરવામાં આવ્યો છે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ખ્યાતિ હોસ્પિટલ કાંડના કાર્તિક પટેલને સુપ્રીમે આપ્યાં જામીન,તમામ આરોપી જેલબહાર
ખ્યાતિ હોસ્પિટલ કાંડના કાર્તિક પટેલને સુપ્રીમે આપ્યાં જામીન,તમામ આરોપી જેલબહાર
વલસાડમાં મોટી દુર્ઘટના, નિર્માણાધીન બ્રિજનું સ્ટ્રક્ચર અચાનક ધડામ, 5 કામદારને ગંભીર ઇજા
વલસાડમાં મોટી દુર્ઘટના, નિર્માણાધીન બ્રિજનું સ્ટ્રક્ચર અચાનક ધડામ, 5 કામદારને ગંભીર ઇજા
Sabarkantha: ‘હુડા' નો જોરદાર વિરોધ, આજે હિંમતનગરમાં સ્કૂલ-કૉલેજ, ધંધા-રોજગાર સજ્જડ બંધ
Sabarkantha: ‘હુડા' નો જોરદાર વિરોધ, આજે હિંમતનગરમાં સ્કૂલ-કૉલેજ, ધંધા-રોજગાર સજ્જડ બંધ
Maharashtra: પૂર્વ કેન્દ્રીય ગૃહમંત્રી શિવરાજ પાટીલનું નિધન, 91 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ
Maharashtra: પૂર્વ કેન્દ્રીય ગૃહમંત્રી શિવરાજ પાટીલનું નિધન, 91 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ

વિડિઓઝ

Kutch Cyber Fraud: કચ્છમાં સૌથી મોટા સાયબર રેકેટનો પર્દાફાશ
Valsad Incident: વલસાડમાં ઓરંગા નદી પર પૂલની કામગીરી સમયે દુર્ઘટના
Himmatnagar Closed: ‘હુડા' નો જોરદાર વિરોધ, હિંમનતગર સવારથી સજ્જડ બંધ
Japan Earthquake news: જાપાનમાં 6.5ની તિવ્રતાનો વિનાશકારી ભૂકંપ
Shivraj Patil Death: કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રિય ગૃહમંત્રી શિવરાજ પાટિલનું નિધન

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ખ્યાતિ હોસ્પિટલ કાંડના કાર્તિક પટેલને સુપ્રીમે આપ્યાં જામીન,તમામ આરોપી જેલબહાર
ખ્યાતિ હોસ્પિટલ કાંડના કાર્તિક પટેલને સુપ્રીમે આપ્યાં જામીન,તમામ આરોપી જેલબહાર
વલસાડમાં મોટી દુર્ઘટના, નિર્માણાધીન બ્રિજનું સ્ટ્રક્ચર અચાનક ધડામ, 5 કામદારને ગંભીર ઇજા
વલસાડમાં મોટી દુર્ઘટના, નિર્માણાધીન બ્રિજનું સ્ટ્રક્ચર અચાનક ધડામ, 5 કામદારને ગંભીર ઇજા
Sabarkantha: ‘હુડા' નો જોરદાર વિરોધ, આજે હિંમતનગરમાં સ્કૂલ-કૉલેજ, ધંધા-રોજગાર સજ્જડ બંધ
Sabarkantha: ‘હુડા' નો જોરદાર વિરોધ, આજે હિંમતનગરમાં સ્કૂલ-કૉલેજ, ધંધા-રોજગાર સજ્જડ બંધ
Maharashtra: પૂર્વ કેન્દ્રીય ગૃહમંત્રી શિવરાજ પાટીલનું નિધન, 91 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ
Maharashtra: પૂર્વ કેન્દ્રીય ગૃહમંત્રી શિવરાજ પાટીલનું નિધન, 91 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ
સાવધાન, અમદાવાદની હવા બની ઝેરી, એર ક્વોલિટી ઈન્ડેક્સ 200ને પાર
સાવધાન, અમદાવાદની હવા બની ઝેરી, એર ક્વોલિટી ઈન્ડેક્સ 200ને પાર
IND U19 vs UAE U19: વૈભવ સૂર્યવંશીએ ફરી મચાવી તબાહી, UAE સામે ફટકારી ધમાકેદાર સદી, સિક્સરનો કર્યો વરસાદ
IND U19 vs UAE U19: વૈભવ સૂર્યવંશીએ ફરી મચાવી તબાહી, UAE સામે ફટકારી ધમાકેદાર સદી, સિક્સરનો કર્યો વરસાદ
દમણમાં કરુણાંતિકા, હિંગળાજ માતા મંદિર પાસે તળાવમાં 4 બાળકો ડૂબ્યાં, 1નો બચાવ
દમણમાં કરુણાંતિકા, હિંગળાજ માતા મંદિર પાસે તળાવમાં 4 બાળકો ડૂબ્યાં, 1નો બચાવ
Kutch: સૌથી મોટા સાયબર રેકેટનો પર્દાફાશ, કચ્છમાં બેંક ખાતા દ્વારા 1 અબજ રૂ.ની છેતરપિંડી કરનારો પકડાયો
Kutch: સૌથી મોટા સાયબર રેકેટનો પર્દાફાશ, કચ્છમાં બેંક ખાતા દ્વારા 1 અબજ રૂ.ની છેતરપિંડી કરનારો પકડાયો
Embed widget