શોધખોળ કરો
Advertisement
અનલોક-3માં ગુજરાતમાં શું શું મળશે છૂટછાટ? હોટેલ-રેસ્ટોરન્ટના માલિકોએ શું કરી માંગણી?
રાજ્યમાં દુકાનો 8 વાગ્યા સુધી તેમજ હોટલ રેસ્ટોરન્ટ રાત્રે 10 વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે. કેન્દ્ર સરકારની માર્ગદર્શિકા અને એસઓપી મુજબ રાજ્યમાં જીમ અને યોગ સેન્ટર 5મી ઓગસ્ટથી ખોલી શકાશે.
ગાંધીનગરઃ આગામી પહેલી ઓગસ્ટથી ગુજરાત સહિત દેશભરમાં અનલોક-3 લાગું થવા જઈ રહ્યું છએ, ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની ઉપસ્થિતિમાં મળેલી ઉચ્ચ સ્તરીય બેઠકમાં અનલોક-3 સંદર્ભમાં ભારત સરકારે જાહેર કરેલી ગાઈડ લાઇન્સના અનુસંધાને ગુજરાત માટે કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે.
આ બેઠક માં લેવાયેલા નિર્ણયો અનુસાર મુખ્યમંત્રીએ રાજ્યમાં 1 ઓગસ્ટથી રાત્રી ક્રફ્યુમાંથી સંપૂર્ણપણે મુક્તિ આપવાની જાહેરાત કરી છે. રાજ્યમાં દુકાનો 8 વાગ્યા સુધી તેમજ હોટલ રેસ્ટોરન્ટ રાત્રે 10 વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે. કેન્દ્ર સરકારની માર્ગદર્શિકા અને એસઓપી મુજબ રાજ્યમાં જીમ અને યોગ સેન્ટર 5મી ઓગસ્ટથી ખોલી શકાશે. આ સિવાયની અન્ય બાબતો માટે કેન્દ્ર સરકારની પ્રવર્તમાન ગાઈડ લાઇન્સને રાજ્ય સરકાર અનુસરશે એમ પણ બેઠકમાં નિર્ધારિત કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં મંત્રી કૌશિક પટેલ, મંત્રી સૌરભ પટેલ, ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજા, મુખ્ય સચિવઅનિલ મુકીમ, ગૃહના અધિક મુખ્ય સચિવ સંગીતા સિંહ તેમજ મુખ્ય મંત્રીના અગ્ર સચિવ મનોજ કુમાર દાસ વગેરે જોડાયા હતા.
જોકે, હોટેલ-રેસ્ટોરન્ટનો સમય વધારીને 10ની જગ્યાએ 11થી 12 વાગ્યા સુધીનો કરવાની હોટેલ-રેસ્ટોરન્ટના માલિકો દ્વારા રજૂઆત કરવામાં આવી છે. રેસ્ટોરન્ટના એક માલિકે જણાવ્યું હતું કે, ચાર મહિનાથી કોઈ ધંધો નથી. માત્ર પાર્સલ પર ધંધો ચાલે છે. 11થી 12 વાગ્યા સુધી હોટલ-રેસ્ટોરન્ટ ખુલી રાખવા દેવામાં આવે તેવી અમારી માંગણી છે. અન્ય એક રેસ્ટોરન્ટ માલિકે પણ સરકારના નિર્ણયને આવકાર્યો હતો અને સરકાર છૂટછાટ આપે, તો અમે બધા જ નિયમોનું પાલન કરીશું અને અમે બધી કેદારી રાખીશું, તેમ જણાવ્યું હતું.
આ સાથે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કોરોનાની ગાઇડ લાઇનને લઇને ચિમકી ઉચ્ચારી છે. તેમણે જણાવ્યું હતું કે, કોરોનાની ગાઈડ લાઇન પાલન કરવાની છે. જો નિયમ ભંગ થશે તો લાઇસન્સ રદ કરવા સુધીના પગલાંઓ લેવાશે. માસ્ક વગરનાં ગ્રાહકોને દુકાનોમાં પ્રવેશ ન આપવામાં આવે. તેમજ સોશિયલ ડિસ્ટન્સનું ખાસ પાલન કરવાનું રહેશે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે, ટેસ્ટિંગ માટે જે સેમ્પલ લેતા હતાં તેમાં પણ વધારો કર્યો છે. સેમ્પલ લેવા પર ભારત સરકારની ગાઈડ લાઇનને અનુસરીએ છીએ. રાજય સરકારે વિવિધ યોજનાઓ પર આર્થિક કાપ મુક્યો છે. વિવિધ વિભાગોમાં પણ કાપ મુક્યો છે. દરેક વિભાગમાં બજેટ કાપ મુક્યો છે. કોરોનાંની સ્થિતિને ધ્યાનમાં રાખીને બજેટમાં કાપ મુક્યો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
દેશ
અમદાવાદ
Advertisement