શોધખોળ કરો

રૂપાણી સરકારે સરકારી નોકરીઓમાં બિન અનામત વર્ગને વય મર્યાદામાં પાંચ વર્ષની આપી છૂટ

  ગાંધીનગરઃ લોકસભા ચૂંટણી અગાઉ ગુજરાતની રૂપાણી સરકારે આર્થિક રીતે પછાત સવર્ણો માટે મહત્વનો નિર્ણય લીધો છે. આર્થિક રીતે પછાત સવર્ણોને સરકારી નોકરીઓમાં 10 ટકા અનામતનો લાભ આપ્યા બાદ વધુ એક મોટી રાહત આપી છે. ગુજરાત સરકારે આર્થિક રીતે પછાત વર્ગના ઉમેદવારોને સરકારી નોકરીમાં ભરતી માટે ઉંમર મર્યાદામાં પાંચ વર્ષની છૂટ આપવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણય બાદ હવે ઇબીસીના ઉમેદવારો 45 વર્ષ સુધી સરકારી નોકરી માટે ઉમેદવારી કરવાનો લાભ ઉઠાવી શકશે. આર્થિક રિતે પછાત ઉમેદવારો 40 વર્ષ સુધી સરકારી નોકરી માટે ઉમેદવારી કરી શકશે. આ માટે સામાન્ય વહીવટ વિભાગે એક પરિપત્ર જાહેર કર્યો છે. છેલ્લા ઘણા સમયથી રાજ્ય સરકાર સમક્ષ બિન અનામત વર્ગના લોકો તરફથી રજૂઆત કરવામાં આવતી હતી કે SC, STની જેમ બિન અનામત વર્ગના ઉમેદવારોને પણ વય મર્યાદામાં છૂટછાટ મળવી જોઇએ. આ માટે અનામત આયોગે સરકાર સમક્ષ માંગણી કરી હતી કે જો 10 ટકા અનામતનો લાભ મળી રહ્યો છે તો ઉંમરમાં પણ છૂટછાટ આપવી જોઇએ. અનામત આયોગની ભલામણને ધ્યાનમાં રાખીને રાજ્યના સામાન્ય વહીવટ વિભાગ દ્ધારા એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. આ પરિપત્રમાં બિન અનામત વર્ગને સરકારી નોકરીઓમાં પાંચ વર્ષની છૂટછાટ આપવાની જાહેરાત કરવામાં આવી છે, આ નવો નિયમ સરકારની આવનારી જાહેરાતોમાંથી જ લાગુ કરાશે. નોંધનીય છે કે મોદી સરકાર દ્ધારા સવર્ણોને 10 ટકા આર્થિક અનામત આપવાના નિર્ણયનો ગુજરાતમાં અમલ કરવામાં આવ્યો હતો. ગુજરાત સરકારે કેન્દ્ર સરકારના 10 ટકા સવર્ણોના અનામતના ધોરણોમાંથી ફક્ત આઠ લાખ વાર્ષિક આવકના ધોરણોનો સ્વીકાર કર્યો હતો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Rain Forecast : ગુજરાતમાં આગામી ત્રણ દિવસ વરસાદનું એલર્ટ, શુક્રવાર સુધી આ જિલ્લામાં મેઘમહેર

ભારતીય એરફોર્સને મળશે 60 નવા મલ્ટીરોલ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ, એક લાખ કરોડનું ટેન્ડર જાહેર

US Dollar Supremacy Declining: શું ડોલરનું વર્ચસ્વ પતનની આરે છે? જાણો ભારત પર અસર

Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો

વિડિઓઝ

Patan Heavy Rain : પાટણમાં ધોધમાર વરસાદ, ગરનાળું પાણીમાં ગરકાવ
Hun To Bolish : હું તો બોલીશ : માનવતામાં ગુજરાત અવ્વલ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ ખાઈ ગયું સરકારી અનાજ?
Ambalal Patel Prediction : 24 કલાકમાં ક્યાં ક્યાં તૂટી પડશે વરસાદ?
Gujarat Rain Forecast : એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય, ક્યાં ક્યાં તૂટી પડશે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast : ગુજરાતમાં આગામી ત્રણ દિવસ વરસાદનું એલર્ટ, શુક્રવાર સુધી આ જિલ્લામાં મેઘમહેર
Gujarat Rain Forecast : ગુજરાતમાં આગામી ત્રણ દિવસ વરસાદનું એલર્ટ, શુક્રવાર સુધી આ જિલ્લામાં મેઘમહેર
ભારતીય એરફોર્સને મળશે 60 નવા મલ્ટીરોલ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ, એક લાખ કરોડનું ટેન્ડર જાહેર
ભારતીય એરફોર્સને મળશે 60 નવા મલ્ટીરોલ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ, એક લાખ કરોડનું ટેન્ડર જાહેર
US Dollar Supremacy Declining: શું ડોલરનું વર્ચસ્વ પતનની આરે છે? જાણો ભારત પર અસર
US Dollar Supremacy Declining: શું ડોલરનું વર્ચસ્વ પતનની આરે છે? જાણો ભારત પર અસર
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
રૂમાલની જેમ વાળી શકાય તેવો ગૂગલનો નવો ફોન ભારતમાં લોન્ચ! જાણો Pixel 11 સિરીઝની કિંમત અને જબરદસ્ત AI ફીચર્સ
Google Pixel 11 Series: ભારતમાં લોન્ચ થયા ગૂગલના 4 નવા સ્માર્ટફોન, જુઓ કિંમત અને ફીચર્સ
વ્હાઈટ હાઉસની પ્રેસ સેક્રેટરી કૈરોલિન લેવિટ છોડશે પદ, અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે કરી જાહેરાત

Imran Khan Death Rumors: શું જેલમાં ઇમરાન ખાનનું મોત થયું? પાકિસ્તાની સેનાએ આપ્યો જવાબ

હાઇવે પર અકસ્માત સમયે એમ્બ્યુલન્સ મોડી પડી તો ખેર નહીં, NHAIએ મિનિટ મુજબ દંડ નક્કી કર્યો

Embed widget