શોધખોળ કરો

મુખ્યમંત્રી બનતાં જ ભૂપેન્દ્ર પટેલે અધિકારીઓને શું આપ્યો મોટો આદેશ? જાણો વિગત

લોકોના પ્રશ્નો સાંભળવા માટે મંત્રીઓ અને અધિકારીઓ આ બે દિવસ ખાસ સચિવાલયમાં હાજર રહેશે. મુલાકાતીઓને બહાર ન બેસવું પડે તેવી વ્યવસ્થા કરવાની પણ સૂચના આપવામાં આવી છે.

ગાંધીનગરઃ ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલ સરકાર બન્યા પછી આજે પહેલી કેબિનેટ બેઠક મળી હતી. ત્યારે આજે મળેલી કેબિનેટની બેઠકમાં કેટલાક મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. કેબિનેટમાં અધિકારીઓને લઈને પણ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. હવેથી સોમવાર અને મંગળવારે સચિવાલયમાં તમામ અધિકારીઓને હાજર રહેવું પડશે. અધિકારીઓને આ બે દિવસ કોઈ જ કાર્યક્રમનું આયોજન નહીં કરવા સૂચના આપવામાં આવી છે. આ બે દિવસ મુલાકાતીઓને અધિકારીઓ મળશે. તેમજ મુલાકાતીઓને બહાર ન બેસવું પડે તેવી વ્યવસ્થા કરવાની પણ સૂચના આપવામાં આવી છે. લોકોના પ્રશ્નો સાંભળવા માટે મંત્રીઓ અને અધિકારીઓ આ બે દિવસ ખાસ સચિવાલયમાં હાજર રહેશે. 

મુખ્યમંત્રી બન્યા પછી ભૂપેન્દ્ર પટેલે ખેડૂતો માટેનો પહેલો સૌથી મોટો નિર્ણય લીધો છે. જેનો સીધો ફાયદો રાજ્યના ખેડૂતોને થવાનો છે. કુદરતી આફતો બાદ ચુકવાતી સહાયમાં રાજ્ય સરકારે વધારો કરાયો છે. કેબિનેટ બેઠકમાં રાજ્ય સરકારે વધારો કરવાની મંજુરી આપી છે. કેશડોલ્સની રકમ અને sdrfના ધોરણોમા વધારો કરવામાં આવશે.

આજની કેબિનેટમાં ઘરવખરીને થયેલા નુકસાનના વળતરમાં પહેલા 3800 રૂપિયા મળતા હતા, હવે વધારીને 7 હજાર રૂપિયા કરાયા છે. ઝૂપડા-કાચા મકાનમાં રહેતા લોકોને 10 હજાર રૂપિયાની સહાય કરાશે. જે પહેલા 4100 રૂપિયા સહાય મળતી હતી. ઘેટા-બકરાના 3 હજાર રૂપિયાથી વધારીને 5 હજાર રૂપિયા કરાયા. અતિવૃષ્ટીથી પશુનું મૃત્યુ થાય તો 50 હજાર રૂપિયા સહાય કરાશે. મહત્તમ 5 પશુદીઠ સહાય અપાશે.

આગામી 24 કલાકમાં સમગ્ર ગુજરાતમાં મેઘમહેર જોવા મળશે. હવામાન વિભાગે આ આગાહી કરી છે. હવામાન વિભાગના અનુસાર વડોદરા સહિત મધ્ય ગુજરાતમાં તો મેઘરાજા મન મૂકીને વરસશે. તો સૌરાષ્ટ્ર-કચ્છના કેટલાક જિલ્લામાં ભારે વરસાદ વરસી શકે છે . હવામાન વિભાગ અનુસાર બુધવાર અને ગુરૂવારના મેઘરાજા ખમૈયા કરે તેવી શક્યતા છે. પણ 2 દિવસ બાદ દક્ષિણ ગુજરાતમાં મૂશળધાર વરસાદની શક્યતા છે. તો સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પણ વરસી શકે છે. 

હવામાન ખાતા દ્વારા આગાહી છે કે રાજ્યમાં આગામી દિવસોમાં 22 સપ્ટેમ્બર સુધી પંચમહાલ, છોટાઉદેપુર અને વડોદરામાં અતિભારે વરસાદની સંભાવના રહેલી છે. રાજકોટ,જૂનાગઢ, ગીર-સોમનાથ, અમદાવાદ, ભાવનગર, બોટાદ, વડોદરા, ખેડા, આણંદ, મહીસાગર ,દાહોદ, ભરૂચ, નર્મદા, સુરતમાં ભારે વરસાદની સંભાવના છે. 

આગામી 25 અને 26 સપ્ટેમ્બર સુધી આણંદ,વડોદરા, ભરૂચ, નર્મદા, તાપી, છોટાઉદેપુર, સુરત નવસારી, વલસાડ, ડાંગમાં ભારે વરસાદની સંભાવના છે. આમ ઉ૫રોકત જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના જોતાં બચાવ કાર્ય માટે NDRF અને SDRFની ટીમો એલર્ટ રાખવા કમાન્ડન્ટ, NDRF અને DySp, SDRFને સૂચના અપાઈ છે.

આગામી દિવસોમાં ભારે વરસાદની સંભાવનાવાળા ઉ૫રોક્ત જિલ્લાઓમાં રાહત બચાવ અંગે કોઇ પણ પરિસ્થિતિને પહોંચી શકાય તે રીતે સંપૂર્ણ એલર્ટ રહેવા લાઇન વિભાગના હાજર અઘિકારીઓને સૂચના અપાઈ છે. વરસાદ અંગે IMDની આગાહી ધ્યાને લેતા કડાણા ડેમની ઈનફ્લો / આઉટફ્લો અંગે રિપોર્ટ મોકલવા સિંચાઇ વિભાગના હાજર અઘિકારીને સૂચના અપાઈ છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | ગ્રામીણ માટે વરદાન, શહેરો માટે અભિશાપHu to Bolish | હું તો બોલીશ | અમદાવાદીઓને કાળા પાણીની સજા!Surat Rains: ઉના વિસ્તારમાં DGVCLનું ટ્રાન્સફોર્મર ધરાશાયી, સીસીટીવી સામે આવ્યાAhmedabad Rains | પાલડી ચાર રસ્તા પાસે AMTS બસ સ્ટેન્ડની બહાર જ રસ્તાની વચ્ચે ભુવો પડ્યો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Ahmedabad Rain: 2 ઈંચ વરસાદમાં જ મુખ્યમંત્રીનું શહેર ફેરવાયું બેટમાં, પ્રિ મોન્સુનના દાવા પોકળ
Ahmedabad Rain: 2 ઈંચ વરસાદમાં જ મુખ્યમંત્રીનું શહેર ફેરવાયું બેટમાં, પ્રિ મોન્સુનના દાવા પોકળ
Gujarat Weather Update: ગુજરાતના આ નવ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવમાન વિભાગની આગાહી
Gujarat Weather Update: ગુજરાતના આ નવ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવમાન વિભાગની આગાહી
OMR શીટ નહીં, હવે કોમ્પ્યુટર પર યોજાઇ શકે છે  NEET-UG પરીક્ષા, NTAએ આ પરીક્ષાઓમાં કર્યો ફેરફાર
OMR શીટ નહીં, હવે કોમ્પ્યુટર પર યોજાઇ શકે છે NEET-UG પરીક્ષા, NTAએ આ પરીક્ષાઓમાં કર્યો ફેરફાર
New Rule: મોબાઇલ નંબર પોર્ટ માટે સાત દિવસની જોવી પડશે રાહ, 1, જૂલાઇથી લાગુ થશે નવો નિયમ
New Rule: મોબાઇલ નંબર પોર્ટ માટે સાત દિવસની જોવી પડશે રાહ, 1, જૂલાઇથી લાગુ થશે નવો નિયમ
Embed widget