Gandhinagar : હડતાળ પર ગયેલા ડોક્ટરો મુદ્દે સરકારે શું આપ્યો મોટો આદેશ? જાણો વિગત
હડતાળ પર ગયેલા રેસિડેન્સ અને સિનિયર રેસીડન્સ તબીબોને સ્ટાઈપેન્ડ ન ચુકવવા આદેશ અપાયો છે. હડતાલના સમયને ગેરહાજર ગણી સ્ટાઈપેન્ટ ન ચુકવવા આદેશ કરાયો છે. સરકારી મેડિકલ કોલેજોને પરિપત્ર કર્યો છે.
ગાંધીનગરઃ સરકારી મેડિકલ કૉલેજોને આરોગ્ય વિભાગે આદેશ આપ્યો છે. હડતાળ પર ગયેલા રેસિડેન્સ અને સિનિયર રેસીડન્સ તબીબોને સ્ટાઈપેન્ડ ન ચુકવવા આદેશ અપાયો છે. હડતાલના સમયને ગેરહાજર ગણી સ્ટાઈપેન્ટ ન ચુકવવા આદેશ કરાયો છે. આરોગ્ય વિભાગે સરકારી મેડિકલ કોલેજોને પરિપત્ર કર્યો છે.
બીજી તરફ ડોક્ટર્સ પણ આ મુદ્દે નમતું જોખવા તૈયાર નથી. રેસીડેન્ટ ડોકટરની હડતાળને ગુજરાત મેડિકલ ટીચર્સ એસોસિએશને ટેકો જાહેર કર્યો છે. ટીચર્સ એસોસિએશને જણાવ્યું હતું કે, આ હડતાળમાં અમારો સપોર્ટ રહશે. તમારી માંગણીઓ ન્યાયિક અને સાચી છે.
રોજગાર દિવસની ઉજવણીઃ મુખ્યમંત્રી રૂપાણીના હસ્તે 50 હજાર યુવકોને નિમણૂક પત્ર આપાયા
સુરતઃ આજે ગુજરાતની રૂપાણી સરકારના પાંચ વર્ષની ઉજવણીની ભાગ રૂપે સુરત ખાતે રોજગાર દિવસની ઉજવણી કરવામાં આવી હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણીની હાજરીમાં આ ઉજવણી કરવામાં આવી હતી. સરસાણા ખાતે કન્વેન્શન સેન્ટરમાં વિજય રૂપાણી ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ પણ હાજર રહ્યા હતા.
આજે રોજગાર મેળામાં મુખ્યમંત્રી રૂપાણીના હસ્તે 50 હજાર કરતા વધુ યુવકોને રોજગાર નિમણૂક પત્ર અપાયા હતા. સીએમના હસ્તે અનુબંધમ રોજગાર નામની પોર્ટલ પણ લોન્ચ કરવામાં આવ્યું. કાર્યક્રમ બાદ મુખ્યમંત્રી નવનિર્મિત મેયર બંગલોની પણ મુલાકાત લેશે.
પાટીલે જણાવ્યું હતું કે, અન્ય રાજ્યમાંથી રોજગાર માટે લોકો ગુજરાત આવે છે. ગુજરાતે અન્ય પ્રાંતના લોકોને રોજગાર આપ્યો. સરકારની અનેક યોજનાઓને કારણે રોજગારીની તકો વધી. સુરમતાં ડાયમંડ બુર્સને કારણે અનેક લોકોને રોજગારી મળશે. રાજ્યમાં સૌથી વધુ લોકો રોજગાર માટે આવી છે. દારૂબંધીને કારણે રાજ્યમાં શાંતિ અને તેના કારણે ઔદ્યોગિક વિકાસ થયો. રોજગાર ક્ષેત્રે ગુજરાતનું ભવિષ્ય ઉજ્જવળ છે. ગુજરાતમાં કામદારોના અધિકારોનું રક્ષણ થયા છે. રાજગારીની તકો વધારવા જ નરેન્દ્રભાઈએ ગુજરાતમાં રોજગાર મેળા શરૂ કર્યા હતા.