શોધખોળ કરો

ગુજરાતમાં બારેમેઘ ખાંગાઃ રાજ્યના 56 રસ્તાઓ બંધ, ક્યાં સૌથી વધુ રસ્તા થયા બંધ?

ભારે વરસાદના કારણે રાજ્યના 56 રસ્તાઓ બંધ થઈ ગયા છે. પંચાયત હસ્તકના સૌથી વધારે વરસાડના 29 રસ્તા બંધ છે. જ્યારે છોટાઉદેપુરમાં 2 અને સુરતમાં પંચાયત હસ્તકના 4 રસ્તા બંધ છે.

ગાંધીનગરઃ ગુજરાતમાં બે દિવસથી વરસાદી મોસમ જામી છે. ગઈ કાલે અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ નોંધાયો હતો. ત્યારે ભારે વરસાદના કારણે રાજ્યના 56 રસ્તાઓ બંધ થઈ ગયા છે. પંચાયત હસ્તકના સૌથી વધારે વરસાડના 29 રસ્તા બંધ છે. જ્યારે છોટાઉદેપુરમાં 2 અને સુરતમાં પંચાયત હસ્તકના 4 રસ્તા બંધ છે. તો જામનગરમાં એક સ્ટેટ હાઈવે બંધ થઈ ગયો છે. 

ગુજરાતમાં બારેમેઘ ખાંગાઃ રાજ્યના 56 રસ્તાઓ બંધ, ક્યાં સૌથી વધુ રસ્તા થયા બંધ?

રાજકોટના ધોરાજી તાલુકાના મોટી મારડમાં ચારેય તરફ બસ પાણી જ પાણી છે. અહીં રવિવાર દસ ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. દસ ઈંચ વરસાદ વરસતા મોટી મારડ ગામના પાંચ તળાવો ઓવરફ્લો થયા છે. મેઈન તળાવ, પંચાયત પાસેનું તળાવ અને મારડીયાના માર્ગ પરનું તળાવ ઓવરફ્લો થયુ છે.

તો ધોધમાર વરસાદને લીધે ખેતરો પણ જળબંબાકાર થયા છે. ખેતરોમાં વરસાદી પાણી ઘુસી ગયા હતા. ધોધમાર વરસાદ વરસતા ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ છવાયો છે. ખેડૂતોના પાકને નવુ જીવનદાન મળ્યું છે. તો પાણીના સ્તર પણ ઉંચા આવ્યા.

રાજકોટમાં સાર્વત્રિક વરસાદ

આ તરફ રાજકોટ જિલ્લામાં પણ રવિવારે સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. રાજકોટ જિલ્લાના અલગ અલગ ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો. ધોધમાર વરસાદને લીધે રાજકોટ મોરબી હાઈવે પર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. પાણીના પ્રવાહની સાથે કેટલાક પશુઓ પણ તણાયા હોવાનો સરપંચે દાવો કર્યો છે. તો ધોધમાર વરસાદને પગલે ખેતરો પણ ધોવાયા હતા. નદીઓના પાણી પણ ગામમાં ઘુસી જતા લોકોના ઘરવખરીને નુકસાન થયું હતુ.

કાગદડી ગામ અને વાડી વિસ્તારમાં તો કેટલાક વીજપોલ પણ ધરાશાયી થતા હતા. તો લોધિકા તાલુકામાં સાત ઈંચથી વધુ વરસાદ વરસ્યો. લોધિકા તાલુકામાં ધોધમાર વરસાદથી ફોફળનદીમાં પાણીની આવક થઈ. જેના કારણે લોધિકાથી કોઠા પીપળીયા અને લોધિકાથી ચાંદલી ગામનો રસ્તો બંધ થયો હતો. લોધિકાના ચીભડા ગામની ભંગડા નદીમાં પણ ઘોડાપુર આવ્યુ.

ઉપલેટા તાલુકાના મોટી પાનેલીમાં પણ ધોધમાર વરસાદ વરસતા ચારેય તરફ જળમગ્ન થયુ. ફુલઝર ડેમમાં નવા નીરની આવક થઈ. તો ઉપરવાસના બુટાવદર, બગધરા, મેથાણ સહિતના ગામોમાં પણ વરસાદ વરસ્યો. પાણીની સતત આવકના કારણે ફુલઝર-1 ડેમમાં જળપસાટી વધી. જેને લઈને નીચાણવાળા ગોલાણીયા, ખંઢેરા, નાગપુર, વાડીસગ ગામને એલર્ટ કરવામાં આવ્યા. તો સાતવડી ગામના કોઝવે પરથી ત્રણ ફુટ પાણી વહ્યુ. જેના કારણે સાતવડીગામ સંપર્ક વિહોણુ થઈ ગયુ.

ધોધમાર વરસાદને કારણે મોતીસર ડેમના બે દરવાજા ખોલવામાં આવ્યા હતા. પાટીયારી, મોટી મેંગણી, નાની મેંગણી સહિતના ગામડાઓમાં પણ છથી સાત ઈંચ જેટલો વરસાદ વરસ્યો. જેના કારણે મોતીસર ડેમના બે દરવાજા ખોલાયા. ધોરાજી તાલુકાના મોટી વાવડી ગામમાં પણ ત્રણ ઈંચથી વધુ વરસાદ વરસતા મોટી વાવડીની ચંદ્રાવતી નદીમાં પુર આવ્યુ. જેના કારણે ગામના અનેક વિસ્તાર પાણી પાણી થયા. આ તરફ ગૌરીદળ, રતનપર, હડાળા, આણંદપર, કોઠારીયા, કોટડા સાંગાણી સહિતના ગામોમાં મૂશળધાર વરસાદ વરસ્યો. ગામની નદીઓમાં નવા નીર આવ્યા.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Re-NEET UG 2026 Result: NEET-UG 2026નું પરિણામ જાહેર, 11.21 લાખ ઉમેદવારો પાસ થયા
Re-NEET UG 2026 Result: NEET-UG 2026નું પરિણામ જાહેર, 11.21 લાખ ઉમેદવારો પાસ થયા
Ahmedabad jagannath Rath yatra 2026: 149મી ભગવાન જગન્નાથજીની રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન
Ahmedabad jagannath Rath yatra 2026: 149મી ભગવાન જગન્નાથજીની રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન
Weather forecast: વાવાઝોડા સાથે દેશના આ રાજ્યોમાં કાલે ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન અપડેટ  
Weather forecast: વાવાઝોડા સાથે દેશના આ રાજ્યોમાં કાલે ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન અપડેટ  
Rajkot Rain: રાજકોટના પડધરી અને લોધિકાના ગ્રામ્ય વિસ્તારમાં મૂશળધાર વરસાદ, સ્થાનિક નદીમાં નવા નીર 
Rajkot Rain: રાજકોટના પડધરી અને લોધિકાના ગ્રામ્ય વિસ્તારમાં મૂશળધાર વરસાદ, સ્થાનિક નદીમાં નવા નીર 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રશંસનીય પ્રથા
Hun To Bolish : હું તો બોલીશ : રક્ષક
Kutch News: કચ્છના રેલવે મુસાફરો માટે મહત્વના સમાચાર
Gujarat Rain Update : અષાઢી બીજે ગુજરાતમાં અમી છાંટણા, જુઓ ક્યાં ક્યાં પડ્યો વરસાદ
Gujarat Rath Yatra 2026: રાજ્યના અનેક શહેરોમાં આજે ધામધૂમ પૂર્વક રથયાત્રા યોજાઈ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Re-NEET UG 2026 Result: NEET-UG 2026નું પરિણામ જાહેર, 11.21 લાખ ઉમેદવારો પાસ થયા
Re-NEET UG 2026 Result: NEET-UG 2026નું પરિણામ જાહેર, 11.21 લાખ ઉમેદવારો પાસ થયા
Ahmedabad jagannath Rath yatra 2026: 149મી ભગવાન જગન્નાથજીની રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન
Ahmedabad jagannath Rath yatra 2026: 149મી ભગવાન જગન્નાથજીની રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન
Weather forecast: વાવાઝોડા સાથે દેશના આ રાજ્યોમાં કાલે ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન અપડેટ  
Weather forecast: વાવાઝોડા સાથે દેશના આ રાજ્યોમાં કાલે ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન અપડેટ  
Rajkot Rain: રાજકોટના પડધરી અને લોધિકાના ગ્રામ્ય વિસ્તારમાં મૂશળધાર વરસાદ, સ્થાનિક નદીમાં નવા નીર 
Rajkot Rain: રાજકોટના પડધરી અને લોધિકાના ગ્રામ્ય વિસ્તારમાં મૂશળધાર વરસાદ, સ્થાનિક નદીમાં નવા નીર 
Amreli:  લીલીયામાં વરસાદે લીધો જીવ, વોકળામાં પૂર આવતા બાઈક તણાતા શાળા સંચાલકનું મોત
Amreli:  લીલીયામાં વરસાદે લીધો જીવ, વોકળામાં પૂર આવતા બાઈક તણાતા શાળા સંચાલકનું મોત
દરરોજ અજમાનું પાણી પીવાથી શું ફાયદા થશે? જાણીને તમે પણ ચોંકી જશો
દરરોજ અજમાનું પાણી પીવાથી શું ફાયદા થશે? જાણીને તમે પણ ચોંકી જશો
રોહિત શર્માએ વિદેશી ધરતી પર કર્યું મોટું કારનામું, સચિન અને ગાંગુલીની ખાસ ક્લબમાં કરી એન્ટ્રી 
રોહિત શર્માએ વિદેશી ધરતી પર કર્યું મોટું કારનામું, સચિન અને ગાંગુલીની ખાસ ક્લબમાં કરી એન્ટ્રી 
Morbi Rain: મોરબીના વાતાવરણમાં પલટો, શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં રથયાત્રા દરમિયાન અમીછાંટણા
Morbi Rain: મોરબીના વાતાવરણમાં પલટો, શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં રથયાત્રા દરમિયાન અમીછાંટણા
Embed widget