શોધખોળ કરો
ભાજપે ક્યા ધારાસભ્યને સ્ટ્રેચર પર લાવીને કરાવ્યું મતદાન ? ભાજપના ક્યા નેતાને સતત રાખ્યા સાથે ?
આજે ભાજપના માતરના ધારાસભ્ય કેસરીસિંહ સ્ટ્રેચર પર મત આપવા માટે પહોંચ્યા હતા.
![ભાજપે ક્યા ધારાસભ્યને સ્ટ્રેચર પર લાવીને કરાવ્યું મતદાન ? ભાજપના ક્યા નેતાને સતત રાખ્યા સાથે ? Gujarat Rajyasabha poll Live : Matar BJP MLA Kesarisinh arrived on stretcher for voting ભાજપે ક્યા ધારાસભ્યને સ્ટ્રેચર પર લાવીને કરાવ્યું મતદાન ? ભાજપના ક્યા નેતાને સતત રાખ્યા સાથે ?](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/06/19154023/kesari-sinh.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
ગાંધીનગરઃ આજે ગુજરાતમાં રાજ્યસભાની ચાર બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે. હાલ, ભાજપ અને કોંગ્રેસના ધારાસભ્યો મતદાન કરી રહ્યા છે. ત્યારે આજે ભાજપના માતરના ધારાસભ્ય કેસરીસિંહ સ્ટ્રેચર પર મત આપવા માટે પહોંચ્યા હતા. તેમને પાછળના ગેટ પાસેથી મતદાન મથકે લાવવામાં આવ્યા હતા.
બુધવારે સાંજે પાંચ વાગ્યે સ્વસ્થ જણાતા કેસરીસિંહની તબિયત લથડી છે અને આજે તેઓ સ્ટ્રેચર સાથે મતદાન કરવા પહોંચ્યા હતા. બુધવારે પણ શંકર ચૌધરી કેસરીસિંહની સાથે હતા અને આજે પણ સાથે જ દેખાતા ચર્ચાઓએ જોર પકડ્યું છે. કેસરીસિંહની તબિયત નાદૂરસ્ત હોવાથી તેમના વતી શંકર ચૌધરીએ મતદાન કર્યું હતું.
ભાજપના અન્ય એક ધારાસભ્ય અને રાજ્યકક્ષાના મંત્રી પરસોત્તમ સોલંકી પણ આજે વ્હીલચેર પર મતદાન કરવા આવ્યા હતા. તેમની પણ નાદૂરસ્ત તબિયત હોય તેમના વતી પ્રોક્સી વોટ હીરા સોલંકી આપશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગાંધીનગર
દેશ
ગુજરાત
ગુજરાત
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)