શોધખોળ કરો
Advertisement
ગુજરાતમાં સલૂન-બ્યુટી પાર્લર ચાલુ કરવાને લઈને આવ્યા મોટા સમાચાર, જાણો વિગત
રાજ્યમાં હાલ કોઈ પણ પ્રકારના સલૂન કે બ્યુટી પાર્લર ખોલી શકાશે નહીં. ભીડ એકઠી થતી હોવાથી બંધ રાખવાનો નિર્ણય.
ગાંધીનગરઃ ગાંધીનગરમાં હાલ મુખ્યમંત્રી રૂપાણીની હાઈપાવર કમિટીની બેઠક ચાલી રહી છે, જેમાં ગુજરાતમાં લોકડાઉન-4 માટેના નિયમો નક્કી કરવામાં આવી રહ્યા છે. ત્યારે ગુજરાતમાં સલૂન અને બ્યૂટી પાર્લરને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. મળતી વિગતો પ્રમાણે રાજ્યમાં હાલ કોઈ પણ પ્રકારના સલૂન કે બ્યુટી પાર્લર ખોલી શકાશે નહીં.
સરકારે ભીડ એકઠી થતી હોવાથી બંધ રાખવાનો નિર્ણય લીધો હોવાનું હાલ જાણવા મળ્યું છે. જોકે, વાળંદ ઘરે જઇને હેર કટીંગ કરી શકશે. નોંધનીય છે કે, ગુજરાતમાં સલૂનના માલિકો દ્વારા સરકારના નિયમોનું પાલન કરીને સલૂન ચાલું કરવાની માંગ કરી હતી. જોકે, હાલ પૂરતી તેમની માંગ સ્વીકારવામાં આવી નથી.
લોકડાઉન-4માં હેર કટીંગ સલૂનને છૂટછાટ મળશે તેવી આશા સાથે હેર કટીંગ સલૂનના સંચાલકોએ તકેદારીના પગલાં લેવાની શરૂઆત કરી હતી. જો છૂટ મળે તો ગ્રાહક અને હેર કટીંગ સલૂનમાં કામ કરતા લોકો એમ બંનેના સ્વાસ્થ્યની જાળવણી થાય તે માટે સલામતીના પગલાં લેવાના શરૂ કર્યા હતા. ધંધા-રોજગાર પણ સચવાય અને કોરોના વાયરસનું સંક્રમણ પણ ન ફેલાય તે માટેની તકેદારી જરૂરી હોવાનો હેર કટીંગ સલૂનના સંચાલકોએ મત વ્યક્ત કર્યો હતો.
સેનેટાઈઝર, યુવી મશીન અને પીપીઇ કીટનો ઉપયોગ કરીને સલૂન શરૂ કરવા માટે છૂટ આપવામાં આવે તેવી સંચાલકોએ માંગ કરી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ધર્મ-જ્યોતિષ
દેશ
દુનિયા
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion