ગુજરાતમાં જુનિયર ક્લાર્ક, સિનિયર ક્લાર્ક, હેડ ક્લાર્ક, ઓફિસ આસિસ્ટન્ટ, બિન સચિવાલય ક્લાર્ક ની ભરતીની જાહેરાત, જાણો કઈ છે અરજી કરવાની છેલ્લી તારીખ
Jobs 2024: 4 જાન્યુઆરી બપોરે 2:00 વાગ્યાથી ઓનલાઇન ફોર્મ ભરવાનું શરૂ થશે. તારીખ 31 જાન્યુઆરી રાત્રિના 23-59 સુધી ભરી ફોર્મ ભરી શકાશે. ગુરુવારના તમામ અખબારોમાં જાહેરાત પ્રસિદ્ધ થશે.
Gaun Seva Pasandgi Mandal: ગૌણ સેવા પસંદગી મંડળ એડ નંબર 212 માં 4300 પોસ્ટ ભરતીની જાહેરાત કરવામાં આવી છે. જુનિયર ક્લાર્ક ,હેડ ક્લાર્ક ,ઓફિસ આસિસ્ટન્ટ સિનિયર ક્લાર્ક સહિત આશરે 22 કેડરમાં ભરતી થશે. 4 જાન્યુઆરી બપોરે 2:00 વાગ્યાથી ઓનલાઇન ફોર્મ ભરવાનું શરૂ થશે. તારીખ 31 જાન્યુઆરી રાત્રિના 23-59 સુધી ભરી ફોર્મ ભરી શકાશે. રાત સુધીમાં વેબસાઈટ ઉપર જાહેરાત મુકાઈ જશે અને આવતીકાલના તમામ અખબારોમાં જાહેરાત પ્રસિદ્ધ થશે.
તાજેતરમાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે પરીક્ષા ફીમાં કર્યો છે વધારો
ગુજરાત ગૌણ સેવા મંડળની પરીક્ષા માટે હવે ઉમેદવારોએ વધારે પરીક્ષા ફી આપવા તૈયાર રહેવું પડશે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ પરીક્ષા ફીમાં વધારો કરવાનો નિર્ણય કર્યો છે. 111 રૂપિયાના બદલે ગૌણ સેવા પસંદગી મંડળ હવે રૂ. 500 પરીક્ષા ફી લેશે. અનામત વર્ગમાં આવતા ઉમેદવારોએ રૂ. 400 પરીક્ષા ફી ભરવાની રહેશે. પરીક્ષા ફી ભરવા માટે ઉમેદવારોને આપશે ઓનલાઇન પેમેન્ટની સુવિધા આપવામાં આવશે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્રારા તૈયારી કરનારા ઉમેદવારોનાં હિતમાં આ નિર્ણય માનવામાં આવી રહ્યો છે.
નોંધનીય છે કે હાલમાં જ રાજ્ય સરકાર દ્વારા ભરતીની જાહેરાત કરવામાં આવી છે. ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આંકડા મદદનીશની ભરતી જાહેર કરવામાં આવી છે. જે મુજબ સંશોધન મદદનીશ વર્ગ 3 ની 99 અને આંકડા મદદનીશ વર્ગ 3 ની 89 પોસ્ટની ભરતી કરવામાં આવશે. આકંડા મદદનીશની કુલ 188 પોસ્ટ માટે ભરતી કરવામાં આવશે. જે માટે 2 જાન્યુઆરીથી ઓનલાઇન ફોર્મ ભરી શકાશે અને 16 મી જાન્યુઆરી સુધી ફોર્મ ભરી શકાશે. લાંબા સમયથી ઉમેદવારો બંને પરીક્ષાની રાહ જોઈ રહ્યા હતા.
OJASની વેબસાટ પર ઓનલાઈન અરજી તારીખ 2 જાન્યુઆરી 2023થી શરૂ થશે અને જે તારીખ 16 જાન્યુઆરી 2023 સુધી કરી શકાશે. સંશોધન મદદનીશ વર્ગ-3 માટે કુલ 99 જગ્યા જ્યારે આંકડા મદદનીશ વર્ગ-3 માટે 89 જગ્યા પર ભરતી માટે અરજી મંગાવવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, પરીક્ષા પદ્ધતિની વાત કરીએ તો એક તબક્કામાં MCQ પ્રકારના પ્રશ્નોવાળી CBRT સ્પાર્ધાત્મક પરીક્ષા ઉમેદવારે આપવાની રહેશે. સંશોધન મદદનીશ વર્ગ – 3 માટે માસિક 49,600 રૂપિયા અને આંકડા મદદનીશ વર્ગ 3 માટે 40,800 રૂપિયા પગાર મળશે. બંને વર્ગ માટે પ્રથમ પાંચ વર્ષ સુધી ફિક્સ પગાર મળશે.