શોધખોળ કરો
Advertisement
ભાજપના ક્યા ટોચના નેતાએ ગૃહમાં નિખાલસતાથી કબૂલ્યુંઃ કેશુબાપાનો બર્થ ડે અમે ભૂલી ગયેલા......
વિધાનસભા ગૃહમાં નીતિન પટેલે ગઈકાલે સહજતાથી સ્વીકાર્યું કે હું ભૂલી ગયો હતો. પણ ખેડૂત નેતા અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલને જન્મદિવસની શુભેચ્છા પાઠવીએ છીએ.
ગાંધીનગરઃ ગઈકાલે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનો બર્થ ડે છે. બાપા તરીકેના હુલામણા નામથી જાણીતા કેશુભાઈ આજે ભલે સક્રિય રાજનીતિમાં નથી પરંતુ ગુજરાતમાં ભાજપને હાલના મુકામ સુધી પહોંચાડવામાં તેમનો સિંહફાળો છે. વિધાનસભા ગૃહમાં રાજ્યમાં પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલને જન્મદિવસની શુભેચ્છા પાઠવવામાં આવી હતી.
વિધાનસભા ગૃહમાં કોંગ્રસના સાવરકુંડલાના ધારાસભ્ય પ્રતાપ દુધાતે નાયબ મુખ્યમંત્રીના પ્રવચન દરમિયાન યાદ અપાવ્યું કે પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનો જન્મદિવસ છે તેની શુભેચ્છા આપો. જે બાદ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પણ સહજતાથી સ્વીકાર્યું કે હું ભૂલી ગયો હતો. પણ ખેડૂત નેતા અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલને જન્મદિવસની શુભેચ્છા પાઠવીએ છીએ.
જે બાદ ગૃહના તમામ સભ્યોએ પાટલીઓ થબથબાવીને શુભકામનાઓ પાઠવી હતી. કેશુભાઈનો જન્મ 24 જુલાઈ 1928ના રોજ જૂનાગઢ જિલ્લાના વિસાવદરમાં થયો હતો. તેઓ 1945માં 17ની વયે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં પ્રચારક તરીકે જોડાયા હતા. ત્યારબાદ વર્ષ 1960માં તેઓ જનસંઘમાં કાર્યકર્તા તરીકે જોડાઈને રાજકીય કરિયરની શરૂઆત કરી હતી.
મહેસાણા પોલીસ સ્ટેશનમાં Tiktok વીડિયો બનાવનાર યુવતીની આવી છે લાઇફ સ્ટાઇલ, જુઓ તસવીરો
આજે GST કાઉન્સિલની બેઠક, આ વસ્તુઓ થઈ શકે છે સસ્તી, જાણો વિગત
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
બિઝનેસ
ટેકનોલોજી
ટેકનોલોજી
Advertisement