શોધખોળ કરો
Advertisement
કોરોનાના કહેર વચ્ચે ગુજરાતના સરહદી વિસ્તારના ખેડૂતો માટે આવ્યા વધુ એક માઠા સમાચાર, જાણો વિગત
UNની કૃષિ સંસ્થા FAOએ તીડને લઈને એલર્ટ આપ્યું છે. ગુજરાતના સરહદી વિસ્તારમાં રણતીડ આક્રમણ કરી શકે છે.
ગાંધીનગરઃ ગુજરાત સહિત હાલ સમગ્ર દેશમાં કોરોનાને કારણે લોકડાઉન ચાલી રહ્યું છે. જેને કારણે અનેક ઉદ્યોગ-ધંધા પડી ભાંગ્યા છે. લોકડાઉનને કારણે ખેડૂતો પણ મુશ્કેલીમાં મુકાયા છે. લોકડાઉનને કારણે તેમનો ખરીફ પાક બગડી રહ્યો છે. કારણ કે, લોકડાઉનને કારણે ટ્રાન્સપોર્ટની સુવિધા ન મળતાં શાકભાજી-ફળો સહિત અનેક જણસ ખેડૂતો વેચી શકતા નથી. આવા સમયે ગુજરાતના સરહદી વિસ્તારના ખેડૂતો માટે વધુ એક માઠા સમાચાર આવ્યા છે.
ગુજરાતના સરહદી વિસ્તારના ખેડૂતો માટે કોરોનાની વચ્ચે ચિંતાજનક સમાચાર આવ્યા છે. UNની કૃષિ સંસ્થા FAOએ તીડને લઈને એલર્ટ આપ્યું છે. ગુજરાતના સરહદી વિસ્તારમાં રણતીડ આક્રમણ કરી શકે છે. ઇન્ડો પાકિસ્તાન બોર્ડર પર 13મી પછી તીડ આક્રમણ કરી શકે છે. જ્યારે કચ્છ બોર્ડર પર 22 જૂન આસપાસ તીડ આક્રમણની આગાહી કરવામાં આવી છે.
નોંધનીય છે કે, ગયા વર્ષે પણ આ સરહદી વિસ્તારોમાં તીડનું આક્રમણ થયું હતું અને ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું હતું. ત્યારે હવે ફરીથી તીડના આક્રમણને કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા છે. લોકડાઉનને કારણે ખેડૂતો પહેલાથી જ મુશ્કેલીમાં મુકાયા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
અમદાવાદ
દેશ
અમદાવાદ
Advertisement
gujarati.abplive.com
Opinion