શોધખોળ કરો

Lok Sabha: ગુજરાતમાં કોંગ્રેસે માની લીધા હાર ? આ સીનિયર નેતાઓએ લોકસભા લડવાની ચોખ્ખી ના પાડી, જુઓ લિસ્ટ

સુત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે, લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસના નેતાઓએ હાર માની લીધી હોય તેવો માહોલ ઉભો થયો છે

Lok Sabha 2024: ગુજરાતમાં લોકસભા ચૂંટણીને લઇને ભાજપે પુરજોશમાં તૈયારીઓ શરૂ કરી દીધી છે, ત્યારે કોંગ્રેસ આ કડીમાં નબળી સાબિત થઇ રહી છે. કેમ કે ગુજરાત કોંગ્રેસે લોકસભા ચૂંટણી પહેલા જ હાર માની લીધી હોય એવો માહોલ સર્જાયો છે. સુત્રો અનુસાર, ગુજરાતમાં જે સીનિયર નેતાઓને લોકસભા ચૂંટણી માટે ઓફર થઇ રહી છે, તે તમામ નેતાઓએ લોકસભા લડવાની ચોખ્ખી ના પાડી દીધી છે. આ લિસ્ટમાં ગુજરાત કોંગ્રેસના 10 થી 12 સીનિયર નેતાઓના નામ સામેલ છે. 

સુત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે, લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસના નેતાઓએ હાર માની લીધી હોય તેવો માહોલ ઉભો થયો છે. ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતાઓને આ વખતે લોકસભાની ચૂંટણી નથી લડવી. હાલમાં જ સીનિયર નેતા જગદીશ ઠાકોર બાદ બીજા એક સીનિયર નેતા ભરતસિંહએ પણ લોકસભા ચૂંટણી લડવાનો ઈંકાર કરી દીધો છે. કોંગ્રેસની CECની મળેલી બેઠક બાદ ગુજરાતના સીનિયર કોંગ્રેસી નેતાઓએ ચૂંટણી લડવાનો ઈંકાર કર્યો છે. 

આ ઉપરાંત ગુજરાતમાં સીનિયર નેતાઓમાં બળદેવજી ઠાકોરે, ઈંદ્રવીજયસિંહ, હિંમતસિંહ પટેલ, ઋત્વિજ મકવાણા, શૈલેષ પરમારે પણ ચૂંટણી લડવાનો ઈંકાર કરી દીધો છે. આ લિસ્ટમાં જિજ્ઞેશ મેવાણીએ પણ લોકસભા ચૂંટણી લડવાનો ઈંકાર કર્યો હોવાનું સુત્રો તરફથી જાણવા મળ્યુ છે. જોકે, કોંગ્રેસના વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર અને લલીત વસોયાએ લોકસભા ચૂંટણી લડવાની તૈયારી બતાવી છે. ગેનીબેન ઠાકોરના નામ સામે કાંતી ખરાડીએ વાંધો ઉઠાવ્યો છે. હાલમાં ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતા દિલ્લીમાં છે.

કોંગ્રેસે લોકસભા ચૂંટણી માટે પ્રથમ યાદી કરી જાહેર, જુઓ સંપૂર્ણ લીસ્ટ

લોકસભા ચૂંટણી 2024ને ધ્યાનમાં રાખીને કોંગ્રેસે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. 7 માર્ચે યોજાયેલી કોંગ્રેસની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠકમાં ઘણા મોટા નામો નક્કી કરવામાં આવ્યા હતા. કોંગ્રેસે શુક્રવારે (8 માર્ચ) પ્રથમ ઉમેદવારોની યાદી જાહેર કરીને આને મંજૂરી આપી દીધી છે. કેરળની વાયનાડ લોકસભા સીટ પરથી કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.

Congress Candidates List 2024: કોંગ્રેસે લોકસભા ચૂંટણી માટે પ્રથમ યાદી કરી જાહેર, જુઓ સંપૂર્ણ લીસ્ટ

વાયનાડથી રાહુલ ગાંધી, તિરુવનંતપુરમથી શશિ થરૂર ચૂંટણી લડશે

કોંગ્રેસની પ્રથમ યાદીમાં 39 નામ સામે આવ્યા છે. આમાં વાયનાડથી રાહુલ ગાંધી, તિરુવનંતપુરમથી શશિ થરૂર, રાજનાંદગાંવથી ભૂપેશ બઘેલ, મેઘાલયથી વિન્સેન્ટ પાલા અને ત્રિપુરા પશ્ચિમથી આશિષ સાહાના નામ સામે આવ્યા છે.

39 બેઠકો માટે ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા

કોંગ્રેસના 39 ઉમેદવારોની આ પ્રથમ યાદીમાં 15 ઉમેદવારો સામાન્ય વર્ગના છે, જ્યારે 24 ઉમેદવારો પછાત, દલિત, આદિવાસી અને લઘુમતી સમુદાયના છે. તમને જણાવી દઈએ કે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની અધ્યક્ષતામાં CECની બેઠકમાં 11 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની લોકસભા સીટો પર ચર્ચા કરવામાં આવી હતી. જેમાં દિલ્હી, કર્ણાટક, કેરળ, છત્તીસગઢ, તેલંગાણા, સિક્કિમ, ત્રિપુરા, નાગાલેન્ડ, મણિપુર, મેઘાલય અને લક્ષદ્વીપની લોકસભા સીટોનો સમાવેશ થાય છે. તેમાંથી હવે 39 બેઠકો માટે ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. હાલમાં, બાકીની બેઠકો માટેના ઉમેદવારોના નામને લઈને મંથન ચાલી રહ્યું છે અને એવું માનવામાં આવે છે કે આગામી દિવસોમાં પાર્ટી ટૂંક સમયમાં તેની બીજી યાદી જાહેર કરશે. તમને જણાવી દઈએ કે, બીજેપીએ 2 માર્ચે 16 રાજ્યો અને 2 કેન્દ્રશાસિત પ્રદેશોમાં 195 ઉમેદવારોની યાદી જાહેર કરી હતી. ભાજપની યાદીના 5 દિવસ બાદ કોંગ્રેસની પ્રથમ યાદી આવી છે.  તો યાદી જાહેર કરતા કોંગ્રેસ પાર્ટીના મહાસચિવ કેસી વેણુગોપાલે કહ્યું કે જો સરકાર બનશે તો અમે તમામ વચનો પૂરા કરીશું. અમે તેલંગાણા અને કર્ણાટકમાં આને પૂર્ણ કરી રહ્યા છીએ.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું
ભારે વરસાદને પગલે રાજ્યના 116 રસ્તા બંધ, 88 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો
ભારે વરસાદને પગલે રાજ્યના 116 રસ્તા બંધ, 88 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો
લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા
લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat Flood Drone Video | સુરતની ખાડીમાં આવ્યું પૂર | આખુંં બલેશ્વર ગામ બેટમાં ફેરવાયુંGujarat Rain Data | છેલ્લા 24 કલાકમાં 217 તાલુકામાં ખાબક્યો વરસાદ , જુઓ ક્યાં કેટલો પડ્યો વરસાદ?Gujarat Rain Data | 22 કલાકમાં જૂનાગઢના વંથલીમાં ખાબક્યો 14 ઇંચ વરસાદ, ક્યાં કેટલો પડ્યો વરસાદ?Hu to Bolish | હું તો બોલીશ | સંસદમાં સંગ્રામ કેમ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું
ભારે વરસાદને પગલે રાજ્યના 116 રસ્તા બંધ, 88 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો
ભારે વરસાદને પગલે રાજ્યના 116 રસ્તા બંધ, 88 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો
લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા
લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain: આગામી 3 કલાકમાં ગુજરાતમાં થશે જળબંબાકાર, આ 20થી વધુ જિલ્લામાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain: આગામી 3 કલાકમાં ગુજરાતમાં થશે જળબંબાકાર, આ 20થી વધુ જિલ્લામાં ભારે વરસાદની આગાહી
Ahmedabad: રાહુલ ગાંધીની હિન્દુ સમાજ અંગેની ટિપ્પણીથી હિન્દુ સંગઠનોમાં રોષ, કાર્યકર્તા કોંગ્રેસ કાર્યલાયમાં ઘૂસ્યા
Ahmedabad: રાહુલ ગાંધીની હિન્દુ સમાજ અંગેની ટિપ્પણીથી હિન્દુ સંગઠનોમાં રોષ, કાર્યકર્તા કોંગ્રેસ કાર્યલાયમાં ઘૂસ્યા
Valsad Rain: ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત, તાલુકાની તમામ શાળા-કૉલેજોમાં રજા જાહેર
Valsad Rain: ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત, તાલુકાની તમામ શાળા-કૉલેજોમાં રજા જાહેર
Junagadh Rain: જુનાગઢમાં ચારેકોર પાણી-પાણી, 24 કલાકમાં 14 ઇંચથી વધુ વરસાદ પડતા ગામડાઓ બેટમાં ફેરવાયા
Junagadh Rain: જુનાગઢમાં ચારેકોર પાણી-પાણી, 24 કલાકમાં 14 ઇંચથી વધુ વરસાદ પડતા ગામડાઓ બેટમાં ફેરવાયા
Embed widget