BJP: વિવાદોની વચ્ચે સીઆર પાટીલે બોલાવી તાત્કાલિક બેઠક, નેતાઓને વાદ-વિવાદ છોડીને શું કરવાનું કહી દીધું ?
ગુજરાતમાં ભાજપે તમામ 26 બેઠકો માટે પોતાના ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે. ભાજપ અને કોંગ્રેસ ગુજરાતમાં આમને સામને છે
Lok Sabha Election 2024: ગુજરાતમાં ભાજપે તમામ 26 બેઠકો માટે પોતાના ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે. ભાજપ અને કોંગ્રેસ ગુજરાતમાં આમને સામને છે, ત્યારે આજે સાબરકાંઠા બેઠકને લઇને સવારથી જ જોરદાર વિવાદ ચાલી રહ્યો છે. ગુજરાતમાં રાજકોટ, પોરબંદર અને સાબરકાંઠા સહિતની બેઠકો પર ભાજપ વિવાદોમાં છે, ક્યાંક કાર્યકરો તો ક્યાંય સીનિયર નેતાઓ નારાજ દેખાઇ રહ્યાં છે. ગુજરાતમાં ભાજપનો આંતરિક વિવાદ વધે તે પહેલા આજે ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલની અધ્યક્ષતામાં ગાંધીનગરમાં બેઠક મળી હતી, લોકસભાની ચૂંટણીને લઇને મળેલી આજની બેઠકમાં કેટલાક મહત્વના મુદ્દાઓ પર ચર્ચાઓ થઇ હતી.
આજે ગાંધીનગરમાં લોકસભાની ચૂંટણીને લઈને ભાજપની બેઠક મળી હતી, તે હાલમાં જ પૂર્ણ થઇ છે. ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલની અધ્યક્ષતામાં આજે બેઠક મળી હતી, જેમાં ભાજપના સીનિયર નેતાઓ, પ્રદેશ હોદ્દેદારો, ધારાસભ્યો, જિલ્લા પ્રમુખો સહિતના લોકો હાજર રહ્યાં હતા. બેઠક દરમિયાન સીઆર પાટીલે ટકોર કરતાં જણાવ્યુ હતુ કે, ખોટા વાદ-વિવાદ કે તકરાર ના કરવા કરવી. આપણે ગુજરાતમાં લાભાર્થી સંપર્ક, મતદાતા સંપર્ક અભિયાન અંતર્ગત કામ કરવાનું છે, લોકોને તેના માટે માર્ગદર્શન આપવાનું છે. મતવિસ્તારોમાં મતદારોને ત્રણવાર સંપર્ક કરવો, દરેકે પાંચ લાખથી વધુની લીડ માટે મહેનત કરવી. ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં રાજ્યના તમામ પ્રદેશ હોદ્દેદારો, ધારાસભ્યો, જિલ્લા પ્રમુખો હાજર રહ્યાં હતા અને ચર્ચા કરી હતી.
4 જુનના રોજ પરિણામ આવશે
- તબક્કો 1: 19 એપ્રિલ 2024 મતદાન
- તબક્કો 2: 26 એપ્રિલ 2024 મતદાન
- તબક્કો 3: 7 મે 2024 મતદાન
- તબક્કો 4: 13 મે 2024 મતદાન
- તબક્કો 5: 20 મે 2024 મતદાન
- તબક્કો 6: 25 મે 2024 મતદાન
- તબક્કો 7: 1 જૂન 2024 મતદાન
ગુજરાતમાં 7મેના રોજ મતદાન થશે
ગુજરાતની 26 લોકસભા બેઠકો પર 7 મેના રોજ મતદાન યોજાશે. ગુજરાત સહિત તમામની મતગણતરી 4 જૂનના રોજ થશે.
લોકસભા ચૂંટણી 7 તબક્કામાં થશે, 19 એપ્રિલથી શરૂ થશે, 4 જૂને પરિણામ આવશે
લોકસભાની ચૂંટણી સાત તબક્કામાં યોજાશે. પ્રથમ તબક્કો 19 એપ્રિલથી શરૂ થશે અને તમામ સાત તબક્કાના મતદાન બાદ 4 જૂને ચૂંટણી પરિણામો જાહેર કરવામાં આવશે.