શોધખોળ કરો
રૂપાણી કેબિનેટની બેઠકમાં ક્યા મંત્રી મોદીની સલાહને ઘોળીને પી ગયા ને માસ્ક પહેર્યા વિના જ પહોંચી ગયા?
આજે ગાંધીનગર ખાતે કેબિનેટની બેઠક મળી હતી જેમાં મંત્રીઓ અને અધિકારીઓ બેઠકમાં પહોંચ્યા હતાં જોકે ભાજપના જ એક મંત્રી મોદીની સલાહને ઘોળીને પી ગયા અને માસ્ક પહેર્યા વગર ગાડીમાંથી ઉતર્યા હતાં
![રૂપાણી કેબિનેટની બેઠકમાં ક્યા મંત્રી મોદીની સલાહને ઘોળીને પી ગયા ને માસ્ક પહેર્યા વિના જ પહોંચી ગયા? Minister Ishwar Singh Patel attended to Cabinet Meeting withour mask રૂપાણી કેબિનેટની બેઠકમાં ક્યા મંત્રી મોદીની સલાહને ઘોળીને પી ગયા ને માસ્ક પહેર્યા વિના જ પહોંચી ગયા?](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/06/17164324/Minister.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
ગાંધીનગર: આજે ગાંધીનગર ખાતે કેબિનેટની બેઠક મળી હતી જેમાં મંત્રીઓ અને અધિકારીઓ બેઠકમાં પહોંચ્યા હતાં જોકે ભાજપના જ એક મંત્રી મોદીની સલાહને ઘોળીને પી ગયા અને માસ્ક પહેર્યા વગર ગાડીમાંથી ઉતર્યા હતાં અને કેબિનેટ બેઠકમાં પહોંચ્યા હતાં. જેની સામે અનેક સવાલો ઉભા થઈ રહ્યાં છે.
આજે ગાંધીનગર ખાતે રૂપાણી કેબિનટે બેઠક મળી હતી જેમાં મંત્રીઓ અને અધિકારીઓ પહોંચ્યા હતાં. ત્યારે સરકારે બનાવેલા કોરોનાના નિયમ પ્રમાણે મંત્રીઓ અને અધિકારીઓ માસ્ક પહેરીને કેબિનેટ બેઠકમાં પહોંચ્યા હતાં જોકે રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલ માસ્ક વગર ગાડીમાં ઉતર્યાં હતા અને કેબિનેટ બેઠકમાં પહોંચ્યા હતા જેમની તસવીર કેમેરામાં કેદ થઈ હતી.
ગુજરાત સરકારે કોરોનાના નિયમો બનાવવામાં આવ્યા છે. રાજ્ય સહકાર મંત્રી ઈશ્વરસિંહ પટેલ કોરોનાના નિયમોનો ભંગ કર્યો હતો. ફરજીયાત માસ્ક પહેરવાનો નિયમ બનાવવામાં આવેલ છે પણ ભાજપના જ મંત્રી માસ્ક પહેર્યાં વગર ગાડીમાંથી ઉતર્યા હતાં અને કેબિનેટ બેઠકમાં પહોંચ્યા હતાં.
ગાંધીનગરમાં માસ્ક વિના જ મંત્રી ફરતા જોવા મળ્યા હતાં. રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલ માસ્ક પહેર્યા વિના જ કેબિનેટ બેઠકમાં પહોંચ્યા હતાં. સામાન્ય નાગરિક માસ્ક વિના નિકળે તો દંડ તો ઈશ્વરસિંહ પટેલને કોઈ રોક ટોક નહીં ત્યારે સવાર તે છે કે શું કોરોના ઈશ્વરસિંહ પટેલનો ઓળખતી છે એટલા માટે તે મન ફાવે તેમ ફરી રહ્યાં છે.
![રૂપાણી કેબિનેટની બેઠકમાં ક્યા મંત્રી મોદીની સલાહને ઘોળીને પી ગયા ને માસ્ક પહેર્યા વિના જ પહોંચી ગયા?](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/06/17164232/Minister1.jpg)
![રૂપાણી કેબિનેટની બેઠકમાં ક્યા મંત્રી મોદીની સલાહને ઘોળીને પી ગયા ને માસ્ક પહેર્યા વિના જ પહોંચી ગયા?](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/06/17164255/Minister2.jpg)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)