શોધખોળ કરો
Advertisement
ગુજરાતના વધુ બે ધારાસભ્યોને લાગ્યો કોરોનાનો ચેપ, કોણ છે આ ધારાસભ્યો ? જાણો વિગત
સાવલીના ભાજપના ધારાસભ્ય કેતન ઇનામદાર અને કોંગ્રેસના પેટલાદના ધારાસભ્ય નિરંજન પટેલને કોરોનાનો ચેપ લાગ્યો છે.
ગાંધીનગરઃ છેલ્લા 24 કલાકમાં ગુજરાતના વધુ બે ધારાસભ્યોને કોરોનાનો ચેપ લાગ્યો છે. સાવલીના ભાજપના ધારાસભ્ય કેતન ઇનામદાર અને કોંગ્રેસના પેટલાદના ધારાસભ્ય નિરંજન પટેલને કોરોનાનો ચેપ લાગ્યો છે. કેતન ઇનામદારનો આજે કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ધારાસભ્ય પોતાના ઘરે જનતા દરબાર ભરતા હતા. ધારાસભ્ય કેતન ઇનામદાર ઘરમાં ક્વોરન્ટાઈન થયા છે. ધારાસભ્યોના સમર્થકોમાં ચિંતાનો માહોલ સર્જાયો છે.
જ્યારે કોગ્રેસના વધુ એક ધારાસભ્ય કોરોનાની ઝપેટમાં આવ્યા છે. પેટલાદના ધારાસભ્ય નિરંજન પટેલ ને કોરોના પોઝિટિવ આવ્યો છે. સારવાર માટે અમદાવાદ સીમ્સ હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે. અમિત ચાવડાએ ટ્વિટ કરી માહિતી આપી હતી. આ ઉપરાંત કરજણ વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય અક્ષય પટેલને પણ કોરોના થયો છે. અક્ષય પટેલનો રીપોર્ટ પોઝિટિવ આવતા ખાનગી હોસ્પિટલમાં સારવાર શરુ કરવામા આવી છે. અક્ષય પટેલે સોશિયલ મિડિયાના માધ્યમથી લોકો જાણ કરી છે. અક્ષય પટેલે તાજેતરમાં જ ધારાસભ્યપદેથી રાજીનામુ આપી ભાજપમાં પ્રવેશ કર્યો છે.
અગાઉ ભાજપના જગદીશ પંચાલ, બલરામ થાવાણી, કિશોર ચૌહાણ, રમણ પાટકર, વી.ડી. ઝાલાવાડીયા, કોરોનાની ચપેટમાં આવી ચૂક્યા છે. જ્યારે કોંગ્રેસના ઇમરાન ખેડાવાલા, ગેનીબેન ઠાકોર, ચિરાગ કાલરિયા પણ કોરોનાની ચપેટમાં આવી ચૂક્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
દેશ
ક્રિકેટ
ગુજરાત
Advertisement