શોધખોળ કરો
Advertisement
ગુજરાતમાં કોરોનાના ચેપના વધુ ચાર કેસઃ કુલ 33 કેસ, જાણો નવા ચાર કેસ ક્યાં નોંધાયા?
ગુજરાતમાં કોરોનાના વધુ 4 કેસ નોંધાયા. ગાંધીનગર અને સુરતમાં બે-બે કેસ આવ્યા સામે.
ગાંધીનગરઃ ગુજરાતમાં કોરોનાવાયરસના ચેપના કેસ વધતા જ જાય છે. આજે આરોગ્ય અગ્રસચિવ જયંતિ રવિએ પત્રકાર પરીષદમાં આપેલી માહિતી પ્રમાણે આજે કોરોના વાયરસના ચાર નવા કેસ નોંધાયા છે. જેમાંથી બે સુરત અને બે ગાંધીનગરમાં નોંધાયા છે. આમાંથી એક વ્યક્તિ સાઉદી અરેબીયાથી આવેલી છે. જ્યારે ત્રણ લોકોને સ્થાનિક સ્તરેથી ચેપ લાગ્યો છે. આમ, ગુજરાતમાં કોરોના પોઝિટિવ લોકોની સંખ્યા 33એ પહોંચી છે.
રાજ્ય સરકારે સોમવારે સવારે આપેલી માહિતી પ્રમાણે રાજ્યમાં કોરોનાવાયરસના ચેપના પોઝિટિવ કેસનો આંકડો 30 થઈ ગયો છે. રાજ્યમાં સૌથી વધારે કેસ અમદાવાદમાં નોંધાયા છે. અમદાવાદમાં કુલ 13 કેસ નોંધાયા છે જ્યારે વડોદરામાં 6 કેસ નોંધાયા છે. અમદાવાદ અને વડોદરા પછી સુરત અને ગાંધીનગર આવે છે કે જ્યાં 4-4 કેસ નોંધાયા છે. રાજકોટ તથા કચ્છમાં એક-એક કેસ નોંધાયો છે. હવે નવી માહિતી પ્રમાણે ગાંધીનગરમાં કુલ 6 કેસ, જ્યારે સુરતમાં પણ 6 કેસ થયા છે.
રાજ્યમાં કોરોનાના પોઝિટિવ કેસ વધી રહ્યા છે તેના કારણે અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા, ગાંધીનગર અને કચ્છ જિલ્લામાં લોકડાઉન જાહેર કરાયું છે. ગઈ કાલે ગાંધીનગર અને કચ્છમાં કોરોનાવાયરસના ચેપના કેસ મળતાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગાંધીનગર અને કચ્છને પણ લોકડાઉન કરવાની જાહેરાત કરી હતી. આ પહેલાં અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરામાં લોકડાઉન જાહેર થઈ ચૂક્યો છે. આ તમામ શહેરો 25 માર્ચ સુધી અંશતઃ બંધ રહેશે. દૂધ, દવાઓ શાકભાજી અને અન્ય આવશ્યક ચીજ વસ્તુઓ સિવાય કશું નહીં મળે ને આ ચીજો સિવાયની તમામ દુકાનો બંધ રહેશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
અમદાવાદ
દુનિયા
દેશ
Advertisement