શોધખોળ કરો

Gandhinagar: ગાંધીનગરમાં સરકારી આવાસ ખાલી ન કરતા 17 ધારાસભ્યો અને પૂર્વ ધારાસભ્યોને નોટિસ ફટકારવામાં આવી

ગાંધીનગર: ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં રાજકીય પાર્ટીઓ દ્વારા ઘણા ઉમેદવારોને રિપિટ કરવામાં આવ્યા નહોતા. આ ઉપરાંત ઘણા ઉમેદવારો ચૂંટણી હારી ગયા હતા. જે બાદ ગાંધીનગરમાં તેમના સરકારી નિવાસસ્થાનો ખાલી કરવાના હતા.

ગાંધીનગર: ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં રાજકીય પાર્ટીઓ દ્વારા ઘણા ઉમેદવારોને રિપિટ કરવામાં આવ્યા નહોતા. આ ઉપરાંત ઘણા ઉમેદવારો ચૂંટણી હારી ગયા હતા. જે બાદ ગાંધીનગરમાં તેમના સરકારી નિવાસસ્થાનો ખાલી કરવાના હતા. જો કે ઘણા નેતાઓએ તેમના નિવાસ્થાનો ખાલી કર્યા નહોતા. જેના કારણે નવા ચૂંટાયેલા ધારાસભ્યોને આવાસ ફાળવવામાં તકલીફ પડી રહી હતી. હવે આ મામલે રાજ્યના 17 ધારાસભ્ય અને પૂર્વ ધારાસભ્યને નોટિસ ફટકારવામાં આવી છે. ધારાસભ્ય નિવાસ્થાન ખાલી કરવા અંગે નોટિસ ફટકારવામાં આવી છે. નવા ધારાસભ્યોને નિવાસસ્થાન ફાળવ્યા છતાં આ લોકોએ ખાલી ન કરતા નોટિસ ફટકારવામાં આવી છે.

આ ધારાસભ્યોને ફટકારવામાં આવી નોટિસ

1.બાબુ વાજા, માંગરોળ
2.સુમન ચૌહાણ, કાલોલ
3.સંતોકબેન અરેથીયા, રાપર
4.સુરેશ પટેલ, માણસા
5. દુષ્યંત પટેલ, ભરૂચ
6. વિક્રમ માંડમ, ખંભાળીયા
7. જગદીશ પટેલ, અમરાઇવાડી
8. ગ્યાસુદીન શેખ દરિયાપુર
9. કૌશિક પટેલ,નારાયનપુરા
10.ચંદનજી ઠાકોર, સિદ્ધપુર
11.રાઘવજી મકવાણા, મહુવા
12.કાળુભાઇ ડાભી, કપડવંજ
13.કાંતિભાઈ સોઢા,આણંદ
14.અજીતસિંહ ચૌહાણ, બાલાસીનોર
15.અશ્વિન કોટવાલ, ખેડબ્રહ્મા
16.હર્ષદ રિબડીયા, વિસાવદર
17.પરસોતમ સોલંકી, ભાવનગર ગ્રામ્ય

પગારથી વંચિત પ્રવાસી શિક્ષકો માટે મહત્વના સમાચાર

ગાંધીનગર:ફરી એકવાર એબીપી અસ્મિતાના અહેવાલની અસરના કારણે પગારથી વંચિત રહેલા પ્રવાસી શિક્ષકોને ન્યાય મળ્યો છે એબીપી અસ્મિતાના હું તો બોલીશ કાર્યક્રમના માધ્યમ થકી અમદાવાદ સહિત રાજ્યભરમાં કામ કરતા પ્રવાસી શિક્ષકોને પગારથી વંચિત રેહવાનો મુદ્દો ઉઠાવ્યો હતો. એબીપી અસ્મિતા 25 મી જાન્યુઆરીએ રાજ્યમાં ગ્રાન્ટેડ શાળામાં પ્રવાસી શિક્ષક તરીકે કામ કરતા શિક્ષકોને સાત મહિનાથી પગાર ન થયો હોવાનો અહેવાલ પ્રસારિત કર્યો હતો. જે બાદ અમદાવાદમાં ઉચ્ચતર માધ્યમિક શાળામાં કામ કરતા શિક્ષકોના પગાર માટે ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવી છે.

 શાળા કમિશનરની કચેરી મારફતે ગ્રાન્ટની ફાળવણી કર્યા બાદ એક સપ્તાહમાં પ્રવાસી શિક્ષકોના ખાતામાં પગારની રકમ જમા થશે. અમદાવાદ સહિત રાજ્યભરમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં અંદાજે ચારથી પાંચ હજાર જેટલા પ્રવાસી શિક્ષકો કાર્યરત છે. જ્યાં કેટલાક સ્થાન પર ગ્રાન્ટ ન મળવાના કારણે પગાર ચૂકવાયો ન હતો જેના કારણે શિક્ષકોની કફોડી હાલત બની હતી. જોકે હવે અમદાવાદ સહિત એક બાદ એક જ્યાં બાકી હોય ત્યાં ગ્રાન્ટની ફાળવણીની પ્રક્રિયા પણ કરવામાં આવી રહી છે.રાજ્ય સરકારે વર્ષ 2016 દરમિયાન રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓમાં શિક્ષકોની ઘટનાને પહોંચી વળવા માટે પ્રવાસી શિક્ષકોનો વિકલ્પ શરૂ કર્યો હતો.  જેમાં શિક્ષકોને દિવસના મહત્તમ 5 પીરીયડ નકકી કરવામાં આવ્યા હતાં. માધ્યમિક શિક્ષકોને મહિને 16,500 અને ઉચ્ચતર માધ્યમિક શાળાને મહિને 16,700 પગાર મળતો હોય છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Elections 2024:  'ભગવાન જગન્નાથ છે મોદી ભક્ત', સંબિત પાત્રાના નિવેદન પર નવીન પટનાયક લાલઘૂમ, કેજરીવાલે કહ્યું-  અહંકારની પરાકાષ્ટા
Elections 2024: 'ભગવાન જગન્નાથ છે મોદી ભક્ત', સંબિત પાત્રાના નિવેદન પર નવીન પટનાયક લાલઘૂમ, કેજરીવાલે કહ્યું- અહંકારની પરાકાષ્ટા
Utility: નોટના ચાર ટુકડા થઈ ગયા હોય તો પણ તેને બદલી શકાય? આ છે નિયમ
Utility: નોટના ચાર ટુકડા થઈ ગયા હોય તો પણ તેને બદલી શકાય? આ છે નિયમ
સૌથી મોટા સમાચાર, EPFOએ બદલ્યો નિયમ, PF ખાતાધારકના મોત પર હવે નોમિનીને સરળતાથી મળશે પૈસા!
સૌથી મોટા સમાચાર, EPFOએ બદલ્યો નિયમ, PF ખાતાધારકના મોત પર હવે નોમિનીને સરળતાથી મળશે પૈસા!
અમદાવાદમાંથી પકડાયેલા ISISનાં આતંકીઓ માત્ર કઈ ભાષા જાણે છે? પિસ્ટલ પરથી શેનું મળ્યું નિશાન, જાણો વિગત
અમદાવાદમાંથી પકડાયેલા ISISનાં આતંકીઓ માત્ર કઈ ભાષા જાણે છે? પિસ્ટલ પરથી શેનું મળ્યું નિશાન, જાણો વિગત
Advertisement
for smartphones
and tablets

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | રૂપિયા છાપતી હૉસ્પિટલHun To Bolish | હું તો બોલીશ | કોળી-ઠાકોર સમાજનું કોણે કર્યું અપમાન ?Gujarat Heat Wave | આગ ઓકતી ગરમીમાં શેકાયું ગુજરાત, ક્યાં ક્યાં હીટવેવની આગાહી?Jenny Thummar | ચૂંટણી બાદ જેની ઠુમ્મરે રૂપાલાને લઈ આ શું કહી દીધું?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Elections 2024:  'ભગવાન જગન્નાથ છે મોદી ભક્ત', સંબિત પાત્રાના નિવેદન પર નવીન પટનાયક લાલઘૂમ, કેજરીવાલે કહ્યું-  અહંકારની પરાકાષ્ટા
Elections 2024: 'ભગવાન જગન્નાથ છે મોદી ભક્ત', સંબિત પાત્રાના નિવેદન પર નવીન પટનાયક લાલઘૂમ, કેજરીવાલે કહ્યું- અહંકારની પરાકાષ્ટા
Utility: નોટના ચાર ટુકડા થઈ ગયા હોય તો પણ તેને બદલી શકાય? આ છે નિયમ
Utility: નોટના ચાર ટુકડા થઈ ગયા હોય તો પણ તેને બદલી શકાય? આ છે નિયમ
સૌથી મોટા સમાચાર, EPFOએ બદલ્યો નિયમ, PF ખાતાધારકના મોત પર હવે નોમિનીને સરળતાથી મળશે પૈસા!
સૌથી મોટા સમાચાર, EPFOએ બદલ્યો નિયમ, PF ખાતાધારકના મોત પર હવે નોમિનીને સરળતાથી મળશે પૈસા!
અમદાવાદમાંથી પકડાયેલા ISISનાં આતંકીઓ માત્ર કઈ ભાષા જાણે છે? પિસ્ટલ પરથી શેનું મળ્યું નિશાન, જાણો વિગત
અમદાવાદમાંથી પકડાયેલા ISISનાં આતંકીઓ માત્ર કઈ ભાષા જાણે છે? પિસ્ટલ પરથી શેનું મળ્યું નિશાન, જાણો વિગત
Budh Gochar 2024: શુક્રની રાશિમાં જલદી આવશે બુધ, આ 5 રાશિને થઈ શકે છે પૈસાની તંગી
Budh Gochar 2024: શુક્રની રાશિમાં જલદી આવશે બુધ, આ 5 રાશિને થઈ શકે છે પૈસાની તંગી
KKRને ફિલ સોલ્ટની ખોટ વર્તાશે? SRH સામે ક્વોલિફાયર મેચમાં આવી હોય શકે છે પ્લેઈંગ ઈલેવન
KKRને ફિલ સોલ્ટની ખોટ વર્તાશે? SRH સામે ક્વોલિફાયર મેચમાં આવી હોય શકે છે પ્લેઈંગ ઈલેવન
IPL 2024: ચેન્નાઈની બહાર થવાનું દર્દ સહન કરી શક્યો આ ક્રિકેટર, કોમેન્ટ્રી બોક્સમાં ચોંધાર આંસુએ રડી પડ્યો
IPL 2024: ચેન્નાઈની બહાર થવાનું દર્દ સહન કરી શક્યો આ ક્રિકેટર, કોમેન્ટ્રી બોક્સમાં ચોંધાર આંસુએ રડી પડ્યો
Swimming Pool Water: જો ઉનાળામાં તમે પણ સ્વિમિંગ પુલમાં ન્હાતા હોય તો ચેતીજજો, જાણો પાણીમાં રહેલું ક્લોરીન કેટલું છે ખતરનાક
Swimming Pool Water: જો ઉનાળામાં તમે પણ સ્વિમિંગ પુલમાં ન્હાતા હોય તો ચેતીજજો, જાણો પાણીમાં રહેલું ક્લોરીન કેટલું છે ખતરનાક
Embed widget