ભારતમાં બાળકોના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ્સ પર રહેશે માતા-પિતાની નજર, મેટાએ જાહેર કર્યું નવું ફીચર
ભારતમાં હવે માતાપિતા ઇન્સ્ટાગ્રામનો ઉપયોગ કરતા કિશોરો પર નજર રાખી શકશે

ભારતમાં હવે માતાપિતા ઇન્સ્ટાગ્રામનો ઉપયોગ કરતા કિશોરો પર નજર રાખી શકશે. ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ જેવા ઇન્ટરનેટ મીડિયા પ્લેટફોર્મનું સંચાલન કરતી કંપની મેટાએ મંગળવારે ભારતમાં મેટાના 'ઇન્સ્ટાગ્રામ ટીન એકાઉન્ટ્સ' ફીચર લોન્ચ કરવાની જાહેરાત કરી છે.
ફીચરને ખાસ કરીને કિશોરો માટે બનાવવામાં આવ્યું છે
આ ફીચરને ખાસ કરીને કિશોરો માટે બનાવવામાં આવ્યું છે. આ હાનિકારક કન્ટેન્ટ અને અનિચ્છનીય મેસેજિંગ જેવી સમસ્યાઓને અટકાવશે. કિશોરોના એકાઉન્ટ્સ ઓટોમેટિક હાઇ સેફ્ટી સેટિંગ્સ પર રહેશે. આમાં પ્રાઇવેસી સેટિંગ વધારવાની સાથે માતાપિતા દ્વારા વધુ દેખરેખ સુનિશ્ચિત કરી શકાય છે. તેઓ તેમના બાળકોના એકાઉન્ટ્સ પર નજર રાખી શકશે.
મેટાએ જણાવ્યું હતું કે તે ઉંમરી પુષ્ટી કરનારી પદ્ધતિઓને સુધારવા પર પણ કામ કરી રહ્યું છે. એ આશંકાને જોતા કે કેટલાક યુઝર્સ તેમની ઉંમર ખોટી બતાવી શકે છે એટલા માટે ખોટી ઉંમર બતાવવા પર વધારાના વેરિફિકેશનની જરૂર પડશે. કિશોરો પર ઇન્ટરનેટ મીડિયાની ખરાબ અસરોની ચિંતાઓ વચ્ચે આ જાહેરાત કરવામાં આવી છે.
માતાપિતાની સંમતિ ફરજિયાત બનાવવાનો પ્રસ્તાવ
ગયા મહિને ભારત સરકારે ડિજિટલ વ્યક્તિગત ડેટા સુરક્ષા નિયમોનો ડ્રાફ્ટ બહાર પાડ્યો હતો. તેમાં ઓનલાઈન અથવા ઈન્ટરનેટ મીડિયા પ્લેટફોર્મ પર એકાઉન્ટ બનાવવા માટે સગીર યુઝર્સ માટે માતાપિતાની સંમતિ ફરજિયાત બનાવવાનો પ્રસ્તાવ છે.
મેટાએ નિવેદનમાં કહ્યું હતું કે અમે કિશોરોની સુરક્ષા સુનિશ્વિત કરવા અને હાનિકારક કન્ટેન્ટને લઇને માતાપિતાની ચિંતાઓને દૂર કરવા માટે ભારતમાં ઇન્સ્ટાગ્રામ ટીન એકાઉન્ટ્સનો વિસ્તાર કરી રહ્યા છીએ. કિશોરોને ઓટોમેટિક રીતે હાઇ સુરક્ષા સેટિંગ્સમાં રાખવામાં આવે છે જેમાં ખોટી ઉંમર બતાવવા અને સંવેદનશીલ કન્ટેન્ટ પ્રતિબંધોને રોકવા માટે પગલાં લેવામાં આવે છે.
સેટિંગ્સ બદલવા માટે માતાપિતાની પરવાનગી જરૂરી રહેશે
સેટિંગ્સ બદલવા માટે માતાપિતાની પરવાનગીની જરૂર પડશે. આ હેઠળ માતાપિતા 16 વર્ષથી ઓછી ઉંમરના કિશોરો માટે ફેરફારોને મંજૂરી આપી શકે છે, તાજેતરમાં ઉમેરાયેલા સંપર્કોનું નિરીક્ષણ કરી શકે છે. તમે સ્ક્રીન સમયની મર્યાદા સેટ કરી શકો છો. તમે ચોક્કસ સમયગાળા માટે એપ્લિકેશનના ઉપયોગને રોકી શકો છો.
ઇન્સ્ટાગ્રામ ટીન એકાઉન્ટ માતાપિતાની એક મુખ્ય ચિંતાને દૂર કરવાનો પ્રયાસ કરે છે જે તેમના બાળકો ઓનલાઇન કોની સાથે વાતચીત કરે છે તે અંગે છે. તેઓ કયા પ્રકારનું કન્ટેન્ટ જોવે છે અને તેઓ ઇન્ટરનેટ પ્લેટફોર્મ પર પોતાનો સમય કેવી રીતે મેનેજ કરે છે. 16 વર્ષથી ઓછી ઉંમરના બધા નવા યુઝર્સના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ડિફોલ્ટ રૂપે પ્રાઇવેટ પર સેટ કરવામાં આવશે. એટલે કે, પરવાનગી વિના કોઈ પણ વ્યક્તિ ફોલો કરી શકશે નહી અને કન્ટેન્ટ પણ જોઇ શકશે નહી.
કિશોરોના એકાઉન્ટ્સને કડક સેફ્ટી મોડ પર રખાશે
ટીન એકાઉન્ટ્સને કડક સેફ્ટી મોડ પર રાખવામાં આવશે જેનાથી હિંસક, કન્ટેન્ટ રીલ્સમાં જોવા મળશે નહીં. આ માટે હિડન વર્ડ્સ, ડિફોલ્ટ રીતે થશે જેથી અપમાનજનક ભાષાને ફિલ્ટર કરી શકાશે. દરરોજ 60 મિનિટ સુધી એપનો ઉપયોગ કર્યા પછી કિશોરોને એપમાંથી બહાર નીકળવાની નોટિફિકેશન પ્રાપ્ત થશે. સ્લીપ મોડ રાત્રે 10 વાગ્યાથી સવારે 7 વાગ્યા સુધી એક્ટિવ રહેશે જેનાથી નોટિફિકેશન મ્યૂટ રહેશે.
Instagram ID બંધ થઈ જાય તો કઈ રીતે કરશો રિકવર ? જાણી લો સ્માર્ટ ટ્રિક્સ




















