Omicron in Gujarat : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઓમિક્રોનની એન્ટ્રીને લઈ બોલાવી બેઠક, શું આપ્યો આદેશ?
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આરોગ્ય વિભાગને સૂચનો આપ્યા છે. રાજ્યમાં ટેસ્ટિંગ સઘન બનાવવા સૂચના આપી છે. સંક્રમિત વ્યક્તિના પરિવાર અને તે વિસ્તારમાં સઘન ચેકીંગની સૂચના આપી છે.
ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને ઓમિક્રોન વેરિયન્ટને લઈ યોજાયેલી બેઠક પૂર્ણ થઈ છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આરોગ્ય વિભાગને સૂચનો આપ્યા છે. રાજ્યમાં ટેસ્ટિંગ સઘન બનાવવા સૂચના આપી છે. સંક્રમિત વ્યક્તિના પરિવાર અને તે વિસ્તારમાં સઘન ચેકીંગની સૂચના આપી છે.
ગુજરાતમાં જામનગરમાં ઓમીક્રોનનો પ્રથમ કેસ મળી આવવાને પગલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના આરોગ્ય તંત્રની આ નવા વેરિએન્ટ સામેની સજ્જતાની ઉચ્ચસ્તરીય બેઠકમાં સમીક્ષા કરી હતી. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી આ ઉચ્ચ સ્તરીય બેઠકમાં વીડિયો કોન્ફરન્સથી જોડાયા હતા. મુખ્યમંત્રીએ ભારત સરકાર દ્વારા ઓમીક્રોન વેરિએન્ટ સંદર્ભે બહાર પાડવામાં આવેલી નવી ગાઇડલાઇન્સનો રાજ્યમાં ચુસ્તપણે અમલ કરવાની સૂચનાઓ આ બેઠકમાં આપી હતી.
આ સૂચનાઓના પાલનમાં સતર્કતા રાખીને કોઈ બાંધછોડ નહિ કરવા તાકીદ કરી હતી. ગુજરાતમાં ૩-T: ટ્રેસિંગ, ટેસ્ટિંગ અને પોઝિટિવ કેસમાં ટ્રીટમેન્ટની વ્યૂહરચના સાથે આગળ વધવા તેમણે સ્પષ્ટ સૂચનાઓ આપી હતી. મુખ્યમંત્રીએ આ નવા વેરિઅંટ સંદર્ભમાં પણ સૌ નાગરિકોને સતર્કતા અને સાવચેતી રાખવાનો ખાસ આગ્રહ કરતા સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક અને સેનિટાઇઝેશનનો ઉપયોગ પૂર્ણપણે કરવાની અપીલ પણ કરી છે.
આ બેઠકમાં મુખ્યમંત્રીના મુખ્ય અગ્રસચિવ કે. કૈલાશનાથન, મુખ્ય સચિવ પંકજકુમાર, આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલ સહિતના વરિષ્ઠ અધિકારીઓ જોડાયા હતા.
એરપોર્ટ પર આવતા પ્રવાસીઓને આઇસોલેશન અને ટેસ્ટિંગની વિગતો મેળવી હતી. વિદેશથી આવતા પ્રવાસીઓના આઇસોલેશન વધુ સઘન બનાવવા સૂચના આપી છે. આરોગ્ય વિભાગ દ્વારા સારવાર સહિતની બાબતો પર પણ વિગતો મેળવી હતી. ગુજરાતમાં ઓમિક્રોન વેરિયન્ટનો પહેલો કેસ નોંધાતા સરકાર હરકતમાં આવી ગઈ છે.
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઓમિક્રોનના કેસને લઈને તાત્કાલિક બેઠક બોલાવી હતી. મુખ્યમંત્રી નિવાસસ્થાને મહત્વપૂર્ણ બેઠક બોલાવી હતી. મુખ્ય સચિવ પંકજ કુમાર, આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલ સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઓમિક્રોન વેરીએન્ટ સંદર્ભે આરોગ્ય વિભાગ દ્વારા લેવાનાર પગલાં સંદર્ભે ચર્ચા થઈ હતી.
આ પહેલા મુખ્ય સચિવે તાત્કાલિક બેઠક બોલાવી હતી. આરોગ્ય કમિશનર જય પ્રકાશ શિવહરે, આરોગ્ય અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલ બેઠકમાં હાજર રહ્યા હતા. મુખ્ય સચિવના કાર્યાલય ખાતે બેઠક મળી હતી. આરોગ્ય વિભાગના અધિકારીઓ પાસે રાજ્યની તૈયારીઓ અંગે મુખ્ય સચિવએ સમીક્ષા કરી હતી. આગામી સમયમાં નગરપાલિકા અને મહાનગરપાલિકાઓને આરોગ્ય વિભાગ તરફથી આદેશ મળી શકે છે.
ભારતમાં કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનની એન્ટ્રી થતાં ગુજરાતમાં પણ ફફાટ ફેલાઇ ગયો હતો. જોકે, આજે ગુજરાતમાં પણ ઓમિક્રોનની એન્ટ્રી થતાં લોકો ચિંતિત થઈ ગયા છે. ગુજરાતમાં ઓમિક્રોનનો પહેલો કેસ જામનગરમાં નોંધાયો છે. જામનગરમાં ઓમિક્રોનની એન્ટ્રી થતાં જ તંત્ર હરકતમાં આવી ગયું છે અને તકેદારી માટેના તમામ પગલા ભરવાની શરૂઆત કરી દીધી છે.
ઓમીક્રોન રીપોર્ટ પોઝિટીવ આવ્યા બાદ જામનગર કલેકટર ડો.સૌરભ પારધીનું નિવેદન સામે આવ્યું છે. જ્યારથી આ વ્યક્તિ આવ્યા ત્યારથી જ તકેદારીના ભાગરૂપે ડેન્ટલ હોસ્પિટલના આઈસોલેશન વોર્ડમાં રાખવામાં આવ્યા છે. તેના સંપર્કમાં આવેલ લોકોના રીપોર્ટ કરવામાં આવ્યા હતા જે ને,ગેટીવ આવ્યા હતા. આજે ફરીથી તેમના રીપોર્ટ કરવામાં આવશે. હાલ દર્દીની સ્થિતિ સ્થિર છે. કન્ટેમેન્ટ કરવામાં આવ્યું છે અને તેના ઘર આજુબાજુ માઈક્રો કન્ટેમેન્ટ પણ સખ્તાઈથી કરવામાં આવશે.
જામનગરના શંકાસ્પદ દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ઝિમ્બાબ્વેથી દર્દી આવ્યો હતો. જામનગર આવેલા 72 વર્ષીય વૃદ્ધનો ઓમિક્રોનનો રિપોર્ટ પોઝિટિ આવ્યો છે. હાલ તો દર્દીને આઇસોલેશનમાં મોકલી દેવામાં આવ્યા છે તેમજ તેમના કોન્ટેક્ટ ટ્રેસ કરવામાં આવી રહ્યા છે. જામનગરમાં કોરોનાનો નવો વેરિયન્ટ આવતાં તંત્ર દોડતું થઈ ગયું છે. જોકે, દર્દીના સંપર્કમાં આવેલા તમામ લોકોના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. પોઝિટિવ દર્દી જ્યાં રહેતા હતા ત્યાં સર્વેલન્સની ટીમ મોકલી દેવામાં આવી છે.
આજે જામનગરમાં નોંધાયેલ દર્દી ઓમિક્રોન વેરિયન્ટ પોઝિટિવ જાહેર થયા છે. જી જી હોસ્પિટલમાં પોઝિટિવ જાહેર થયેલ દર્દીના નમુના લઇ પુણે લેબમાં મોકલી આપ્યા હતા. આ દર્દી આફ્રિકાની ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવે છે. ઓમિક્રોનના શંકાસ્પદ દર્દીના પગલે આરોગ્ય તંત્ર સહીત શહેરમાં લોકોની ચિંતા વધી છે.