ગુજરાતમાં ચાઇનીઝ દોરીથી વધુ એકનું મોત, બાઇક પર જતા યુવકનું ગળુ કપાયુ
રાજ્યમાં ચાઈનીઝ દોરીએ વધુ એકનો જીવ લીધો છે. મળતી જાણકારી અનુસાર, ગાંધીનગરના છાલા ગામના બ્રિજ પર ચાઈનીઝ દોરીના કારણે બાઈક પર જતા પિતા પુત્રને અકસ્માત નડ્યો હતો
રાજ્યમાં ચાઈનીઝ દોરીએ વધુ એકનો જીવ લીધો છે. મળતી જાણકારી અનુસાર, ગાંધીનગરના છાલા ગામના બ્રિજ પર ચાઈનીઝ દોરીના કારણે બાઈક પર જતા પિતા પુત્રને અકસ્માત નડ્યો હતો. બાઈક ચલાવી રહેલા લક્ષ્મણ કટારાના ગળામાં દોરી ફસાતા તેનું મોત નિપજ્યું હતું. પિતા- પુત્ર અમદાવાદ તરફ આવી રહ્યા હતાં. રાજસ્થાનના પિતા- પુત્ર અમદાવાદમાં ચાની કીટલી ચલાવતા હોવાનું પોલીસની તપાસમાં જાણવા મળ્યું છે.
છોટાઉદેપુરઃ પોલીસકર્મી પતિએ બસ કંડકટર પત્નીની બસમાં જ કરી હત્યા, જાણો કારણ...
છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુરમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે જ્યાં, પોલીસકર્મચારીએ તેની પત્નીની હત્યા કરી છે. પાવી જેતપુરના ભીખાપુરા ગામે બનેલી આ ઘટનામાં પતીએ પોતાની કંડક્ટર પત્નીનું ગળું કાપીને બસમાં જ હત્યા કરી હતી.
ગળું કાપીને પત્નીની હત્યા કરી
હત્યા કરીને ત્યાં જ બેસી રહ્યો પતિઃ
મહત્વનું છે, બસમાં જ પત્નીનું ગળું કાપીને હત્યા કર્યા બાદ અમૃત રાઠવા ત્યાં જ બેસી રહ્યો હતો. ઘટનાની જાણ થયા બાદ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને આરોપી પતિ અમૃત રાઠવાની અટકાત કરી લીધી હતી. આ સાથે મૃતક મહિલા કંડક્ટરના મૃતદેહને 108 મારફતે પીએમ માટે ખસેડવામાં આવ્યો છે. હાલ આ સમગ્ર મામલે પોલીસ કાર્યવાહી શરુ કરી દેવામાં આવી છે.
Crime: શિક્ષકની હેવાનિયત, સ્કૂલના વિદ્યાર્થીને સળીયાથી ફટકાર્યો ને પછી બાલકનીમાંથી નીચે ફેંક્યો, વિદ્યાર્થીનું મોત
Karnataka: કર્ણાટકની એક સ્કૂલમાં માનવતાને શરમજનક સ્થિતિમાં મુકનારો કિસ્સો સામે આવ્યો છે, આરોપ છે કે, સ્કૂલમાં શિક્ષકે એક દસ વર્ષીય વિદ્યાર્થીને બેરહેમીથી ફટકાર્યો, પછી તેને સ્કૂલના પહેલા માળ પરથી નીચે ફેંકી દીધો હતો, જે પછી તેનુ મોત થઇ ગયુ હતુ. ઘટના કર્ણાટકના ગડક જિલ્લાના હગલી ગામની આદર્શ પ્રાથમિક વિદ્યાલયની છે.