શોધખોળ કરો
ગાંધીનગરઃ BJPએ રાજ્યસભા ચૂંટણી માટે જાહેર કર્યા ઉમેદવાર, જાણો કોને આપી ટિકિટ?
ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિએ ગુજરાત ભાજપના બે ઉમેદવારો જાહેર કર્યા છે.

ગાંધીનગરઃ રાજ્યસભાની ચૂંટણી માટે ભાજપે ગુજરાતના બે ઉમેદવારના નામ જાહેર કર્યા છે. ગુજરાતમાં બે બેઠકો માટે આગામી 26 માર્ચના રોજ ચૂંટણી યોજાશે. ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિએ ગુજરાત ભાજપના બે ઉમેદવારો જાહેર કર્યા છે. ભાજપે રાજ્યસભાના ઉમેદવાર તરીકે રાજકોટના જાણીતા વકીલ અભય ભારદ્ધાજ અને ખેડબ્રહ્માના રમીલાબેન બારાના નામની જાહેરાત કરી છે. રમીલાબેન બારા આદિવાસી સમાજમાંથી આવે છે. તેઓ ખેડબ્રહ્મા વિધાનસભા બેઠક પર ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે. હાલમાં તેઓ ભાજપ પ્રદેશ સંગઠનમાં ઉપાધ્યક્ષ તરીકે કામગીરી કરી રહ્યા છે. રમીલાબેન આદિજાતી વિકાસ વિભાગના ચેરમેન છે. અજય ભારદ્ધાજ બ્રાહ્મણ સમાજમાંથી આવે છે. તેઓ બાર એસોસિએશન રાજકોટના પૂર્વ પ્રમુખ છે. તેઓ ગુજરાત હાઇકોર્ટમાં વકીલ છે.
ગુજરાતની રાજ્યસભા ચૂંટણીનું શું છે ગણિત ગુજરાતની રાજ્યસભાની ચારેય બેઠકોની ચૂંટણી એકસાથે થાય તો બંને ઉમેદવારને સરખા પ્રેફરન્સ વોટ જોઇએ. જેના માટે નિયત ફોર્મ્યુલા એવી છે કે જેટલી સીટની ચૂંટણી હોય તેમાં એક ઉમેરીને તે સંખ્યાને કુલ ઉપલબ્ધ ધારાસભ્યોની સંખ્યા સાથે ભાગાકાર કરવાનો હોય છે. તેના વડે જે પૂર્ણાંક આવે તેમાં એક ઉમેરતા જે સંખ્યા આવે તેટલા મત એક ઉમેદવારને જીતવા માટે જોઇએ. રાજ્યસભામાં 4 જગ્યા ખાલી પડશે. જેમાં એક ઉમેરતા 5 થાય અને હાલ 179 ધારાસભ્યો છે. જેથી તેને 5 વડે ભાગવાથી 35.8 થાય જેમાં એક ઉમેરતા 36.8 જેને પૂર્ણાંક ગણતા 37 મતની જરૂરિયાત રહે. જેથી ત્રણ બેઠક મેળવવા માટે ભાજપને કુલ 111 MLAના મતની જરૂર પડે. પરંતુ ભાજપ પાસે હાલ 103 અને કોંગ્રેસ પાસે 72 ધારાસભ્યો છે. જેથી કોંગ્રેસને બે સીટ જીતવા 74 મતની જરૂર પડશે. આમ કોંગ્રેસને બે મત ખૂટશે, જેની ભરપાઈ અપક્ષ ધારાસભ્ય મેવાણી અને બીટીપીના બે સભ્યોનો સાથ મળતા થઈ શકે છે. જ્યારે ભાજપને ત્રણ બેઠક જીતવા 8 સભ્યોની ઘટ પડી શકે છે.BJP announces the names of party's candidates for the upcoming election to the Rajya Sabha. https://t.co/sQItPuDotq pic.twitter.com/FAjziadv2Q
— ANI (@ANI) March 11, 2020
વધુ વાંચો






















