Rajyasabha Election: વિદેશમંત્રી એસ જયશંકરે ગુજરાતમાંથી રાજ્યસભા માટે બીજી વખત નોંધાવી ઉમેદવારી
એસ. જયશંકરે બીજી વખત ગુજરાતમાંથી રાજ્યસભા ઉમેદવારી નોંધાવી હતી. ભાજપે રાજ્યસભામાં એસ જયશંકરને રિપિટ કર્યા છે.
Rajyasabha Election: ગુજરાતની રાજ્યસભાની ત્રણ બેઠકો ખાલી થઈ રહી છે ત્યારે કેન્દ્રિય ચૂંટણી પંચે 27મી જૂને રાજ્યસભાની ચૂંટણીની તારીખ જાહેર કરી હતી. ભાજપના ત્રણ સાંસદોની ટર્મ 18મી ઓગષ્ટના રોજ પૂર્ણ થઈ રહી છે ત્યારે ત્રણ બેઠકો માટે ચૂંટણી આગામી 24મી જૂલાઈએ યોજાશે. જેના માટે આજે એસ. જયશંકર બપોર ઉમેદવારી ફોર્મ ભર્યું. ઉમેદવારો માાટે 13મી જૂલાઈએ ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ રહેશે. ફોર્મ ભરાયા બાદ 14મી જૂલાઈએ ફોર્મની ચકાસણી કરવામાં આવશે અને 14મી જૂલાઈએ ફોર્મ પરત ખેંચવાનો છેલ્લો દિવસ છે.
ગુજરાતની રાજ્યસભાની ત્રણ બેઠકો માટે આાગમી 24મી તારીખે ચૂંટણી યોજાશે. એસ. જયશંકરે બીજી વખત ગુજરાતમાંથી રાજ્યસભા ઉમેદવારી નોંધાવી હતી. ભાજપે રાજ્યસભામાં એસ જયશંકરને રિપિટ કર્યા છે. રાજ્યસભાની 24મી તારીખે ચૂંટણી પૂર્ણ થયા બાદ તે દિવસે જ પાંચ વાગ્યે મતગણતરી હાથ ધરવામાં આવશે. ગુજરાતની ત્રણ બેઠક સહિત રાજ્યસભાની કુલ 10 બેઠકો માટે 24મી જૂલાઈએ ચૂંટણી યોજાશે.
રાજ્યસભામાં ઉમેદવારી નોંધાવ્યા બાદ એસ જયશંકરનું નિવેદન
રાજ્યસભામાં ઉમેદવારી નોંધાવ્યા બાદ એસ જયશંકરે કહ્યું, ગુજરાત, ગુજરાતની જનતા અને ગુજરાતના ધારાસભ્યોનો આભારી છું. 4 વર્ષ બાદ ફરી એક વખત મને સાંસદ બનવાની તક આપી છે. ભારતીય જનતા પાર્ટી અને પ્રધામંત્રીનો પણ આભારી છું. પાડોશી દેશોમાં એક દેશ સાથે આતંકવાદને લઈ ડીલ કરવી અઘરી છે, પ્રધાનમંત્રીએ તેને પણ જવાબ આપ્યો છે. 4 વર્ષમાં મને ઘણું શીખવા મળ્યું છે. નવા ભારતના નિર્માણમાં હું પણ થોડું યોગદાન આપીશ.
રાજ્યસભામાં ભાજપ પાસે 8 બેઠકો
રાજ્યસભામાં ગુજરાતની કુલ 11 બેઠકો છે જેમા હાલ ભાજપ પાસે 8 બેઠકો છે જ્યારે કોંગ્રેસ પાસે 3 બેઠકો છે. ભાજપના 8 રાજ્યસભા સાંસદોમાં રામભાઈ મોકરિયા, રમીલાબેન બારા, નરહરિ અમીન, પરષોત્તમ રૂપાલા, મનસુખ માંડવીયા, એસ. જયશંકર, દિનેશચંદ્ર અનાવડીયા અને જુગલજી ઠાકોરનો સમાવેશ થાય છે. જયારે કોંગ્રેસના ત્રણ રાજ્યસભા સાંસદોમાં શક્તિસિંહ ગોહિલ, અમી યાજ્ઞિક અને નારણ રાઠવાનો સમાવેશ થાય છે. આ સાંસદોમાંથી ભાજપના ત્રણ સાંસદો દિનેશ અનાવડીયા, જુગલજી ઠાકોર અને એસ.જયશંકરની ટર્મ 18 ઓગષ્ટ 2023ના રોજ પૂર્ણ થઇ રહી છે ત્યારે આ ત્રણ બેઠકો માટે ચૂંટણી યોજાશે.
બંગાળ, ગુજરાત અને ગોવાની 10 રાજ્યસભા સીટ પર 24 જૂલાઈએ રાજ્યસભા ચૂંટણી
રાજ્યસભાની 10 બેઠકો માટે 24 જુલાઈએ ચૂંટણી યોજાશે. જેમાં પશ્ચિમ બંગાળની 6, ગુજરાતની 3 અને ગોવાની 1 બેઠકનો સમાવેશ થાય છે. પશ્ચિમ બંગાળમાં ડોલા સેન, ડેરેક ઓબ્રાયન, પ્રદીપ ભટ્ટાચાર્ય, સુષ્મિતા દેવ, સુખેન્દુ શેખર રે અને શાંતા છેત્રીનો કાર્યકાળ 18 ઓગસ્ટે સમાપ્ત થશે. આ ઉપરાંત ગુજરાતમાં વિદેશ મંત્રી એસ જયશંકર, દિનેશ અનાવાડિયા અને જુગલજી ઠાકોરનો કાર્યકાળ પણ 18 ઓગસ્ટે પૂર્ણ થઈ રહ્યો છે. ગોવામાં વિનય તેંડુલકરનો કાર્યકાળ 28 જુલાઈએ પૂરો થઈ રહ્યો છે.
રાજ્યસભાની ચૂંટણીનો સંપૂર્ણ કાર્યક્રમ
ચૂંટણીનું જાહેરનામું 6 જુલાઈએ બહાર પડ્યું છે. નોમિનેશનની છેલ્લી તારીખ 13 જુલાઈ અને ઉમેદવારી પાછી ખેંચવાની છેલ્લી તારીખ 17 જુલાઈ છે. 24 જુલાઈના રોજ મતદાન અને મતગણતરી થશે.
#WATCH | Gujarat | EAM Dr S Jaishankar files his nomination in Gandhinagar for the forthcoming Rajya Sabha elections. pic.twitter.com/FuVNldRV23
— ANI (@ANI) July 10, 2023
Join Our Official Telegram Channel: