શોધખોળ કરો

ERPના અમલીકરણના પગલે હસ્તકલા-હાથશાળની વસ્તુઓના વેચાણમાં થયો વધારો

ગુજરાત રાજ્ય હાથશાળ અને હસ્તકલા વિકાસ નિગમ લિમિટેડ દ્વારા ERP સિસ્ટમનું અસરકારક અમલીકરણ

ગાંધીનગર: ગુજરાત રાજ્ય હાથશાળ અને હસ્તકળા વિકાસ નિગમે એન્ટરપ્રાઇઝ રિસોર્સ પ્લાનિંગ (ERP) સિસ્ટમનું સફળ અમલીકરણ કર્યુ છે. નિગમના વેચાણ કેન્દ્રો એટલે કે ગરવી-ગુર્જરી એમ્પોરિયમમાં ERP સિસ્ટમ કાર્યાન્વિત થતાં હસ્તકલા-હાથશાળ કારીગરો દ્વારા ઉત્પાદિત ચીજ-વસ્તુઓના બારકોડિંગની કામગીરી હાથ ધરાઈ છે. આ સાથે જ હવે નિગમ માટે ગરવી-ગુર્જરીમાં વેચાણ થતા માલ-સામાનનું ટ્રેકિંગ તથા માંગમાં રહેલી એટલે કે ડિમાંડિંગ આઇટમની ઓળખ કરવાનું કામ સરળ બની ગયું છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી તમામ દેશવાસીઓને સ્થાનિક કારીગરોને પ્રોત્સાહન આપવા માટે ‘વોકલ ફોર લોકલ’ નું આહ્વાન કરી રહ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ ગુજરાત સરકાર પણ સ્થાનિક કારીગરો અને કસબીઓની કલાકૃતિઓના વેચાણને પ્રોત્સાહન મળે તે માટે પ્રયત્નશીલ છે, ત્યારે આ ERP સિસ્ટમના અમલીકરણથી રાજ્યના કારીગરોને ઘણો ફાયદો થઈ રહ્યો છે. તાજેતરમાં જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ (IIM) ના પાંચ યુવાનો સાથે મીટિંગ પણ કરી હતી, જેઓ રાજ્ય સરકારના ઉપક્રમ ગરવી ગુર્જરી એમ્પોરિયમના રિબ્રાન્ડિંગ અને રિપોઝિશનિંગ પ્રોજેક્ટમાં સહયોગ કરશે.

નિગમના વહીવટી સંચાલક (એમડી) લલિત નારાયણ સિંહ સાંદુએ જણાવ્યું કે નિગમ સંચાલિત ગરવી ગુર્જરીમાં ERP સિસ્ટમનું અમલીકરણ થતાં ઉત્પાદનોના રિબ્રાન્ડિંગ તથા રિપૉઝિશનિંગનું કામ સરળ બન્યું છે. ERPના અમલીકરણથી ગરવી ગુર્જરીની કામગીરીમાં નોંધપાત્ર પરિવર્તન આવવાં લાગ્યા છે. નવી ERP સિસ્ટમ દ્વારા નિગમની ચીજ-વસ્તુઓની યાદીના સંચાલનમાં સરળતા અને યાદીના સંગ્રહમાં સમયનો બચાવ થવાથી કામગીરી ઝડપી બની અને બિનકાર્યક્ષમતા દૂર થઈ છે. શરૂઆતમાં નિગમના 20 એમ્પોરિયમ અને 6 ટીસીપીસીમાં હયાત 3,11,413 ચીજ-વસ્તુઓને બારકોડેડ સજ્જ કરવામાં આવી. નિગમના તમામ એમ્પોરીયમમાં અન્ય ચીજ-વસ્તુઓ પણ ઉપલબ્ધ છે, જેમાં કુલ 3,11,413 બારકોડેડ ચીજ-વસ્તુઓ અને કુલ 21,507 SKUs ઉપલબ્ધ છે. સામાનનું બારકોડિંગ થવાથી એ બાબતની આગોતરી માહિતી મળી રહે છે કે સંબંધિત સામાનની કેટલી માંગ છે, કેટલું વેચાણ છે અને તેના આધારે તેના ઉત્પાદન તથા સંગ્રહનો નિર્ણય કરવામાં મદદ મળે છે.

ગરવી ગુર્જરી થકી ચાલુ વર્ષે વેચાણ રૂ.25 કરોડ સુધી લઇ જવાનું લક્ષ્ય

ERP સિસ્ટમ દ્વારા ડેટા એનાલિસિસ કરાતાં આવનાર સમયમાં જે ચીજ-વસ્તુઓનું વેચાણ વધુ થવાનું હોય, તેનું સચોટ અનુમાન લગાવી શકાય છે, તેમજ બિનજરૂરી ચીજ-વસ્તુ કે જેનું વેચાણ ખૂબ જ નહીવત્ છે તેનો વધુ સંગ્રહ નિવારી શકાય છે. આ સિસ્ટમ થકી નિગમને ડિમાંડિંગ આઇટમોની ઓળખ કરવામાં અનુકૂળતા મળી છે. હાલમાં ડિમાંડિંગ આઇટમ તરીકે સાડી, દુપટ્ટો, બૅડશીટ, હોમ ડેકોર જેવી વસ્તુઓનો સમાવેશ થાય છે. નિગમે ગરવી-ગુર્જરી થકી ગત વર્ષે રૂ.13 કરોડનું વેચાણ કર્યુ છે કે જેને ચાલુ વર્ષે રૂ. 25 કરોડ પર લઈ જવાનું લક્ષ્ય છે.

સુવ્યવસ્થિત ઉત્પાદન તથા માહિતી આધારિત નિર્ણય

ERP સિસ્ટમ થકી ડેટા એનાલિસિસ કરી આવનારા સમયમાં જરૂર પડનારી ચીજ-વસ્તુઓનું ઉત્પાદન આગોતરું કરી શકાય છે અને ચીજ-વસ્તુઓના વેચાણમાં વધારો કરી નિગમની આર્થિક સદ્ધરતા હાંસલ કરી શકાય છે, જેના પરિણામે અવ્યવસ્થિત કાર્યપ્રવાહ અને લઘુત્તમ ઉત્પાદનના અવરોધો દૂર થાય છે.

ઉન્નત ગ્રાહક સેવા

ERP સિસ્ટમ નિગમની ખરીદીની સંપૂર્ણ માહિતી અને નિગમના એમ્પોરિયમ સાથે કેન્દ્રીયકૃત સંદેશાની આપ-લેથી દ્વારા ગ્રાહકો સાથેના સબંધ વધુ સક્ષમ કરે છે. ભવિષ્યમાં આ સિસ્ટમ ગ્રાહકોની વ્યક્તિગત પ્રતિક્રિયાઓ અને સુધારેલ ગ્રાહક સંતોષમાં પરિવર્તન લાવી શકે તેમ છે. ERP સિસ્ટમ નિગમના એમ્પોરિયમ સુધી કામ કરી રહી છે. જે દરેક એમ્પોરિયમની કામગીરી તથા સૌથી વધુ વેચાણની ચીજ-વસ્તુઓ અને સૌથી ઓછા વેચાણની ચીજ-વસ્તુઓની વિગતોથી માહિતગાર કરે છે. આ માહિતીથી સજ્જ સિસ્ટમ નિગમના સ્ટોર વિશ્લેષણની વ્યૂહરચના બનાવી શકે છે, ઉત્પાદિત જથ્થાની ભરપાઈ માટે માહિતી આધારિત નિર્ણયો લઈ શકે છે અને અંતે વેચાણમાં વધારો કરી શકે છે.

TCPC સ્તરે, ERP સિસ્ટમનો પ્રભાવ ખૂબ મહત્વ ધરાવે છે તેમજ ચીજ-વસ્તુઓની ખરીદી માટે ખરીદ રેકૉર્ડને ટ્રેક કરવા, યાદી સંચાલનને વધુ સારુ બનાવવા તેમજ ખરીદી જાણકારના નિર્ણયો માટે એક વ્યાપક ડિજિટલ વ્યવસ્થાની જોગવાઇ કરી છે. TCPC સ્તર પર ERP ડેશબોર્ડ ઉત્પાદન વિગતો, પ્રાપ્તિ વિગતો, સામગ્રીની વિગતો અને કારીગરોની માહિતી જેવી મહત્વપૂર્ણ સુવિધાઓથી સજ્જ છે.

પ્રશાંત સી. તથા મૌલિક પટેલની મહત્વની ભૂમિકા

લલિત નારાયણ સિંહ સાંદુએ જણાવ્યું કે ERPના અસરકારક અમલીકરણમાં IIM બેંગલુરુના ઇન્ટર્ન પ્રશાંત સી. તથા નિગમના આસિસ્ટન્ટ મૅનેજર મૌલિક પટેલની મહત્વની ભૂમિકા રહી છે. પ્રશાંતે એન્જીનિયરિંગ-પ્રોડક્શન ક્ષેત્રની વૈશ્વિક કંપની એલ્સ્ટોમમાં પોતાના કાર્યકાળના અનુભવનો ઉપયોગ ગરવી-ગુર્જરીમાં ERP સિસ્ટમ લાગુ કરવામાં કર્યો. તેમનો એક્સપોઝર ગેમ ચેન્જર સાબિત થયો. તેવી જ રીતે મૌલિક પટેલના નેતૃત્વ હેઠળ ગરવી-ગુર્જરી ટીમમાં પરંપરાગત પદ્ધતિઓમાંથી ટેક્નોલૉજી સાથે સજ્જ માળખા તરફ જવાનો માર્ગ મોકળો થયો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Seaplane crashes: ઓસ્ટ્રેલિયામાં સી પ્લેનની મોટી દુર્ઘટના, પ્લેન ક્રેશ થતાં  પાયલટ સહિત ત્રણનાં મોત, ત્રણ ઘાયલ
Seaplane crashes: ઓસ્ટ્રેલિયામાં સી પ્લેનની મોટી દુર્ઘટના, પ્લેન ક્રેશ થતાં પાયલટ સહિત ત્રણનાં મોત, ત્રણ ઘાયલ
ISRO NEW Chairman:કોણ છે નારાયણન જેમને ઇસરોની સંભાળી કમાન, 14 જાન્યુઆરીથી સંભાળશે કમાન
ISRO NEW Chairman:કોણ છે નારાયણન જેમને ઇસરોની સંભાળી કમાન, 14 જાન્યુઆરીથી સંભાળશે કમાન
શું તમને પણ મળ્યો PAN સાથે જોડાયેલો આ મેસેજ? તો રહો સાવધાન, PIBએ આપ્યું એલર્ટ
શું તમને પણ મળ્યો PAN સાથે જોડાયેલો આ મેસેજ? તો રહો સાવધાન, PIBએ આપ્યું એલર્ટ
અમરેલી 'લેટરકાંડ'માં હવે હાઇ વૉલ્ટેજ ડ્રામા શરૂ, પાયલ ગોટીએ મેડિકલ ચેકઅપનો કર્યો ઇનકાર
અમરેલી 'લેટરકાંડ'માં હવે હાઇ વૉલ્ટેજ ડ્રામા શરૂ, પાયલ ગોટીએ મેડિકલ ચેકઅપનો કર્યો ઇનકાર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Amreli Fake Letter Scandal | લેટરકાંડ મુદ્દે સૌથી મોટો ઘટસ્ફોટ,CCTV ફુટેજમાં પાયલે લેટરને.....Saurashtra-Kutch : લ્યો બોલો માત્ર એક જ મહિનામાં થઈ ગઈ 28 કરોડથી વધુની વીજચોરીHun To Bolish : હું તો બોલીશ : ક્યારે અટકશે ગાદીનો વિવાદ?Hun To Bolish : હું તો બોલીશ : કોણ ચરી ગયુ ડાંગર? પર્દાફાશ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Seaplane crashes: ઓસ્ટ્રેલિયામાં સી પ્લેનની મોટી દુર્ઘટના, પ્લેન ક્રેશ થતાં  પાયલટ સહિત ત્રણનાં મોત, ત્રણ ઘાયલ
Seaplane crashes: ઓસ્ટ્રેલિયામાં સી પ્લેનની મોટી દુર્ઘટના, પ્લેન ક્રેશ થતાં પાયલટ સહિત ત્રણનાં મોત, ત્રણ ઘાયલ
ISRO NEW Chairman:કોણ છે નારાયણન જેમને ઇસરોની સંભાળી કમાન, 14 જાન્યુઆરીથી સંભાળશે કમાન
ISRO NEW Chairman:કોણ છે નારાયણન જેમને ઇસરોની સંભાળી કમાન, 14 જાન્યુઆરીથી સંભાળશે કમાન
શું તમને પણ મળ્યો PAN સાથે જોડાયેલો આ મેસેજ? તો રહો સાવધાન, PIBએ આપ્યું એલર્ટ
શું તમને પણ મળ્યો PAN સાથે જોડાયેલો આ મેસેજ? તો રહો સાવધાન, PIBએ આપ્યું એલર્ટ
અમરેલી 'લેટરકાંડ'માં હવે હાઇ વૉલ્ટેજ ડ્રામા શરૂ, પાયલ ગોટીએ મેડિકલ ચેકઅપનો કર્યો ઇનકાર
અમરેલી 'લેટરકાંડ'માં હવે હાઇ વૉલ્ટેજ ડ્રામા શરૂ, પાયલ ગોટીએ મેડિકલ ચેકઅપનો કર્યો ઇનકાર
HMPV Virus Cases: દેશમાં વધી રહ્યા છે HMPVના કેસ, જાણો ક્યાં રાજ્યમાં કેટલા નોંધાયા છે કેસ?
HMPV Virus Cases: દેશમાં વધી રહ્યા છે HMPVના કેસ, જાણો ક્યાં રાજ્યમાં કેટલા નોંધાયા છે કેસ?
'તેરે બાપ કા રૉડ હૈ, સાઇડે દે, ગાડી નહીં આતી ક્યાં...' - અમદાવાદમાં મહિલા પોલીસકર્મીઓને લુખ્ખાઓએ ધમકાવી
'તેરે બાપ કા રૉડ હૈ, સાઇડે દે, ગાડી નહીં આતી ક્યાં...' - અમદાવાદમાં મહિલા પોલીસકર્મીઓને લુખ્ખાઓએ ધમકાવી
HMPVથી ચીનમાં હાલત બેકાબૂ, વુહાનમાં સ્કૂલ બંધ, WHOએ માંગ્યો રિપોર્ટ
HMPVથી ચીનમાં હાલત બેકાબૂ, વુહાનમાં સ્કૂલ બંધ, WHOએ માંગ્યો રિપોર્ટ
'સરકારો પાસે મફતની યોજનાઓ માટે રૂપિયા છે પરંતુ જજોના પગાર અને પેન્શન માટે નહી': સુપ્રીમ કોર્ટ
'સરકારો પાસે મફતની યોજનાઓ માટે રૂપિયા છે પરંતુ જજોના પગાર અને પેન્શન માટે નહી': સુપ્રીમ કોર્ટ
Embed widget