શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
શંકરસિંહ વાઘેલા પોતાના કયા જૂના પક્ષમાં પાછા ફરે એવી શક્યતા? કયા દિગ્ગજ નેતા સાથે થઈ મંત્રણા?
શંકરસિંહ વાઘેલાનો કોંગ્રેસમાં ફરી જોડાવાનો તખ્તો તૈયાર થઈ ગયો છે. તેમણે ભરતસિંહ સોલંકી સાથે મુલાકાત કરી હતી. આ બેઠકમાં ભાજપને હરાવવા શંકરસિંહ બાપુએ કોંગ્રેસમાં જોડાવાની ભરતસિંહ સમક્ષ લાગણી વ્યક્ત કરી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.
ગાંધીનગરઃ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા શંકરસિંહ બાપુ ફરીથી કોંગ્રેસમાં જોડાવાની અટકળો તેજ બની છે. કોંગ્રેસના દિગ્ગજ નેતા ભરતસિંહ સોલંકી સાથે શંકરસિંહ વાઘેલાએ બેઠક કરી હોવાની હાલ જોરશોરથી ચર્ચા થઈ રહી છે. જોકે, કોંગ્રેસ તરફથી આવી કોઈ જ પ્રપોઝલ ન આવી હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
આ અંગે મળતી વિગતો પ્રમાણે, શંકરસિંહ વાઘેલાનો કોંગ્રેસમાં ફરી જોડાવાનો તખ્તો તૈયાર થઈ ગયો છે. તેમણે ભરતસિંહ સોલંકી સાથે મુલાકાત કરી હતી. આ બેઠકમાં ભાજપને હરાવવા શંકરસિંહ બાપુએ કોંગ્રેસમાં જોડાવાની ભરતસિંહ સમક્ષ લાગણી વ્યક્ત કરી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.
આ અંગે ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા જયરાજસિંહે જણાવ્યું હતું કે, આ અંગે શંકરસિંહજી જાતે જ કહી શકે. અમારી પાસે આવી કોઈ માહિતી નથી. શંકરસિંહ કોંગ્રેસમાં આવતા હોય તો તેમનો વિષય છે. લોકશાહીમાં માથા ભેગા કરીને રાજકારણ કરાય.કોંગ્રેસમાં આ અંગે કોઈ ડિમાન્ડ આવી નથી. આવી કોઈ વાત આવશે તો હાઈકમાન્ડ વિચાર કરશે. હાઈકમાન્ડ જે નિર્ણય કરશે તે બધાને માન્ય રહેશે. આવી કોઈ પ્રપોઝલ ગુજરાત કોંગ્રેસ પાસે આવી નથી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
દેશ
દેશ
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion