શોધખોળ કરો
Advertisement
કોંગ્રેસના ધારાસભ્યપદેથી રાજીનામું આપનાર કયા દિગ્ગજ નેતા ગમે ત્યારે જોડાઇ શકે છે ભાજપમાં?
રાજ્યસભાની ચૂંટણી પહેલા લીંબડી બેઠક પરથી કોંગ્રેસના ધારાસભ્ય પદેથી રાજીનામું સોમભાઈ કોળી પટેલ ગમે ત્યારે ભાજપમાં જોડાઇ શકે છે.
ગાંધીનગરઃ ગુજરાતમાં આગામી સમયમાં વિધાનસભાની 8 બેઠકો માટે પેટાચૂંટણી યોજાવાની છે. વિધાનસભા પેટા ચૂંટણીને લઇ મોટા સમાચાર સામે આવ્યા છે. લીંબડી બેઠકને લઇ રાજકારણ ગરમાઈ શકે છે. કોંગ્રેસમાંથી નો એન્ટ્રીના દાવા વચ્ચે સોમાભાઈ પટેલને ભાજપમાં જોડવાનો તખ્તો તૈયાર થઈ ગયો હોવાનો દાવો ખુદ ભાજપના નેતાએ જ કર્યો છે.
રાજ્યસભાની ચૂંટણી પહેલા લીંબડી બેઠક પરથી કોંગ્રેસના ધારાસભ્ય પદેથી રાજીનામું સોમભાઈ કોળી પટેલ ગમે ત્યારે ભાજપમાં જોડાઇ શકે છે. લીંબડીના પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ મંત્રી કિરીટસિંહ રાણાએ નિવેદનમાં કહ્યું છે કે, સોમાભાઈને ભાજપે આવકાર આપેલો છે. ભવિષ્યમાં ગમે ત્યારે જાહેરાત થઇ શકે છે.
સોમાભાઈ પટેલે કોંગ્રેસના ધારાસભ્ય તરીકે રાજીનામું આપતા લીંબડીની બેઠક ખાલી પડી છે. આ બેઠકની પેટા ચૂંટણીમાં કિરીટસિંહ રાણા પણ પ્રબળ દાવેદાર છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
ગુજરાત
ક્રિકેટ
Advertisement